ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં ડિસેમ્બરમાં ગરીબ કલ્યાણ મેળાની તૈયારી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ચૂંટણી ૨૦૨૪ની આગામી ફેબ્રુઆરી-માર્ચમાં મુખ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થાય એ પૂર્વે ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારે કેન્દ્ર તથા રાજ્યની વિવિધ યોજનાઓના મહત્તમ લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચે એના માટે વિવિધ આયોજનો શરૂ કર્યા છે,…
ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર: વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા ૪ ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. રાજ્યમાં ૪ મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ…
ગિરનારની લીલી પરિક્રમા: આજે પુણ્યનું ભાથું બાંધવા ગિરિ તળેટીમાં મહેરામણ ઊમટ્યું
અમદાવાદ: ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે તા. ૨૩ને ગુરુવારથી શરૂ થવાની છે. બુધવારે હજારો ભાવિકોનો માનવ સમૂહ ભવનાથ ભણી જોવા મળતા ગિરિ તળેટીમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવાં દ્રશ્યો સર્જાયાં હતાં. જોકે ૫૦ હજારથી વધુ ભાવિકોએ ભવનાથ વિસ્તારમાં પડાવ…
કચ્છની ભારતીય જળ સીમામાંથી તટરક્ષક દળે ૧૩ પાકિસ્તાની સાથેની એક ફિશિંગ બોટ ઝડપી
ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકોની ઓખા ખાતે સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે ભુજ: પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડીને આવેલા સરહદી કચ્છ પાસેની ઇન્ટરનેશનલ મેરિટાઇમ બોર્ડરની અંદર ઘૂસી આવી ભારતની જળસીમામાં માછીમારી કરી રહેલી બોટ સાથે ૧૩ જેટલા પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય કોસ્ટકાર્ડ દ્વારા…
ઇસ્લામની ઉમ્મત પાસે અપેક્ષા: સદ્ગુણ, સદ્ભાષા, સદાચાર
મુખ્બિરે ઇસ્લામ – અનવર વલિયાણી ‘તવકકુલ’ એ અરબી ભાષાનો એક પ્રચલિત શબ્દ છે. આ શબ્દનો ઉપયોગ કુરાન, હદીસ, શરીઅત તથા બીજા ધાર્મિક ગ્રંથો, સાહિત્યમાં વ્યક્તિને -ઉમ્મત અર્થાત્ અનુયાયી-પ્રજાને સંબોધીને કહેવામાં આવેલ છે. ‘તવકકુલ’નો સરળ ગુજરાતીમાં અર્થ થાય છે- અલ્લાહ, ઇશ્ર્વર…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનભાવનગર, હાલ મુલુંડ ગીરધરલાલ ફૂલચંદભાઈ શાહનાં પુત્ર ભાસ્કરભાઈ (ઉં.વ. ૮૦) તે સોમવાર, તા. ૨૦-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ શારદાબેનનાં પતિ. કેતનભાઈ તથા તેજલબેનનાં પિતા. સ્વ. છોટુભાઈ, સ્વ. કનુભાઈ, યશવંતભાઈ, સ્વ. ચંદ્રાબેન, વિલાસબેનનાં ભાઈ. કામરોળવાળા મનસુખલાલ જેચંદભાઈ વોરાનાં…
હિન્દુ મરણ
કપોળશિહોરવાળા હાલ કાંદિવલી સ્વ. ચંદ્રિકાબેન અજીતરાય મહેતાના પુત્ર વિમલ (ઉં.વ. ૫૬) તે પારુલના પતિ અને ફોરમના પિતા. ચેતન-ભારતી, શિલ્પા-હિમાંશુ સંઘવીના ભાઈ. મોસાળપક્ષે મહુવાવાળા રજનીકાંત રમણીકલાલ દોશીના ભાણેજ. શ્ર્વસુર પક્ષે બિપિનચંદ્ર રમણલાલ ભુતાના જમાઈ તા. ૨૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે તેઓની લૌકિક…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ઘટાડો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના…
- વેપાર
સોનામાં ₹ ૩૬૬ની અને ચાંદીમાં ₹ ૭૩૬ની આગેકૂચ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની વ્યાજદર વધારાની સાઈકલનો અંત આવ્યાના અણસારો સાથે આજે ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં આગેકૂચ જળવાઈ…
- શેર બજાર
બેતરફી સાંકડી વધઘટને અંતે સેન્સેક્સમાં સાધારણ ૯૨ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૨૮ પૉઈન્ટનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બેતરફી સાંકડી વધઘટને અંતે ખાસ કરીને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી ઈન્ફોસિસ, આઈટીસી અને રિલાયન્સમાં લેવાલી નીકળતાં સત્રના અંતે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ સાધારણ ૯૨.૪૭ પૉઈન્ટના અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી સાધારણ ૨૮.૪૫ પૉઈન્ટના સુધારા સાથે…