કાશ્મીરમાં ઠંડીનું મોજું: પહલગામમાં માઈનસ ૩.૩ ડિગ્રી
શ્રીનગર: કાશ્મીરમાં મંગળવારે રાતે શૂન્યડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું અને શ્રીનગરમાં આ સીઝનની સૌથી વધુ ઠંડી રાત અનુભવાઈ હતી તેવું અધિકારીઓએ બુધવારે કહ્યું હતું. કાશ્મીરની ખીણમાં ધુમ્મસનું આવરણ છવાયું હતું અને શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન વ્યવહાર થોડો સમય ખોરવાયો…
એનઆઈએના પંજાબ અને હરિયાણામાં ૧૪ સ્થળે દરોડા
નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ આ વર્ષની શરૂઆતમાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાની તપાસના સંદર્ભમાં બુધવારે પંજાબ અને હરિયાણામાં ૧૪ સ્થળે દરોડા પાડ્યા હોવાની માહિતી જાણવા મળી હતી. એનઆઈએ દ્વારા પંજાબના મોગા, જલંધર, લુધિયાણા, ગુરદાસપુર,…
રાહુલ સામે ચૂંટણી પંચ સમક્ષ ભાજપની ફરિયાદ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સામે પગલાં ભરવાની ચૂંટણીપંચ સમક્ષ માગણી કરી હતી. ભાજપના એક પ્રતિનિધિમંડળે બુધવારે ચૂંટણીપંચને પત્ર લખી ખડગે અને રાહુલ ગાંધી સામે યોગ્ય કાયદાકીય પગલાં ભરવાની અને તેમની સામે પ્રતિબંધક…
આજે ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-૨૦ મેચ
વિશાખાપટ્ટનમ: આજે ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-૨૦ મેચ રમાશે. વિશાખાપટ્ટનમમાં રમાનારી મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે મળેલી હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા,…
કેરળ, તમિળનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ: શાળાઓ બંધ
તિરુવનંતપુરમ: કેરળ, તમિળનાડુ, પુડુચેરીમાં બુધવારે ભારે વરસાદ પડ્યો હતો અને અનેક શાળાઓમાં રજા આપી દેવાઈ હતી તેમજ સામાન્ય જનજીવનને માઠી અસર થઈ હતી. કેરળમાં આઈએમડી (ઈન્ડિયા મિટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ – ભારતીય હવામાન વિભાગ)એ બુધવારે ઈહુકી અને પઠાનામિથ્યામાં એક દિવસની ઓરેન્જ એલર્ટ…
કેનેડાના નાગરિકો માટે ભારતે શરૂ કરી ઈ-વિઝા સેવા
નવી દિલ્હી: કેનેડાના નાગરિકો માટે ભારતે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરતા બંને દેશ વચ્ચેનો તણાવ ઘટી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. છેલ્લા બે મહિનાથી ભારતે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સેવા બંધ કરી હતી. હવે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવતાં કેનેડાના…
ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ માટે સહમત
તેલ અવીવ (ઈઝરાયલ): ઈઝરાયલ અને હમાસ ડઝનબંધ બંધકોને મુક્ત કરવાના બદલામાં ચાર દિવસના યુદ્ધ વિરામ માટે સહમત થયાં છે. આ સહમતીનો કરાર કતાર, યુએસ અને ઈજીપ્ત દ્વારા મધ્યસ્થીથી કરવામાં આવ્યો હતો.કતારે બુધવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ દ્વારા રાખવામાં આવેલા…
સ્વદેશી ગાઇડેડ મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી: ભારતીય નૌકાદળની નવીનતમ સ્વદેશી ગાઇડેડ મિસાઇલ બ્રહ્મોસે પ્રથમ ટેસ્ટ ફાયરિંગમાં દરિયામાં અચૂક લક્ષ્યવેધ સાધ્યું હતું. આ નોંધપાત્ર સિદ્ધિ ગણાય એવું સફળ પરીક્ષણ યુદ્ધ જહાજ આઈએનએસ ઇમ્ફાલના કમિશનિંગ પહેલાં વિસ્તૃત-રેન્જની બ્રહ્મોસ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ હતું. ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઈમ્ફાલને…