ગીર સોમનાથ સહિત અનેક સ્થળે એનઆઇએના દરોડા
નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા ગઝવા-એ-હિંદ (ઇસ્લામિક રાજ્ય સ્થાપવા માટેનો જંગ) ત્રાસવાદી મોડ્યૂલ કેસના સંદર્ભમાં ગુજરાતના ગીર સોમનાથ સહિત દેશમાં અનેક સ્થળે રવિવારે દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગીર સોમનાથ,…
ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામનો ભંગ
પેલેસ્ટાઇનના વધુ આઠ જણ મરાયા જેનીનમાંની નિરાશ્રિતોની છાવણી (વેસ્ટ બૅન્ક): પેલેસ્ટાઇનના આરોગ્ય ક્ષેત્રે કામ કરતા અધિકારીઓએ રવિવારે આક્ષેપ કર્યો હતો કે ઇઝરાયલના દળો દ્વારા છેલ્લાં ૨૪ કલાકમાં પેલેસ્ટાઇનના વધુ આઠ જણ મરાયા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ચાર દિવસના યુદ્ધવિરામનો…
ઓટીટી ફિલ્મો અને સિરીઝો પર સેન્સરશિપ, નવા પ્રસારણ બિલનો ડ્રાફ્ટ તૈયાર
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા પ્રસારણ સેવા બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે મુજબ હવે ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ, નેટફિલકસ જેવા ઓટીટી પ્લેટફોર્મ સેન્સરશિપ હેઠળ આવશે. ઓટીટી પ્લેટફોર્મ, સેટેલાઇટ કેબલ ટીવી, ડીટીએચ, આઇપીટીવી ડિજિટલ સમાચાર અને…
બીજી ટી-૨૦ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૪૪ રનથી હરાવ્યું
તિરુવનંતપુરમ: તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૪૪ રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં પણ ૨-૦ની સરસાઈ મેળવી લીધી હતી. ભારતના ૨૩૫ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત ઓવરમાં ૯ વિકેટે ૧૯૧…
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૪: મુખ્ય પ્રધાન જાપાન પહોંચ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૨૦૨૪માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું જાપાનનાં ઉદ્યોગગૃહો અને રાજકીય મહાનુભાવોને આમંત્રણ આપવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક હાઈ લેવલ પ્રતિનિધીમંડળ સાથે રવિવારે જાપાન પહોંચ્યાં હતા. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ…
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું થયું: અઢી મહિનામાં ૧,૪૧,૨૩૨ મુસાફરોનું આવાગમન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ નજીક હિરાસર ખાતે આકાર લેનારા નવા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખાતે સ્થળાંતર બાદ મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી માત્ર અઢી મહિનામાં ૧,૪૧,૨૩૨ મુસાફરે આવાગમન કર્યું છે. હાલ નવા એરપોર્ટ પરથી દરરોજની ૧૦ જેટલી…
કમોસમી વરસાદથી ગુજરાતમાં અનેક જગ્યાએ પાકને નુકસાન પહોંચતા ખેડૂતો પાયમાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં આજે સવારથી જ મેઘો મુશળધાર બનીને વરસ્યો હતો. કમોસમી માવઠાની આગાહીના પગલે આજે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કપાસ અને એરંડાના…
કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમીવરસાદને પગલે મેળો મોકૂફ રાખવાનો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદના માવઠાંએ તારાજી સર્જી હતી. ખાસ કરીને સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાતા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળામાં ભારે તારાજીના દૃશ્યો સર્જાયા હતા. વહેલી સવારે કમોસમી માવઠું અને ભારે પવનને કારણે મેળા ગ્રાઉન્ડમાં સ્ટોલ,…
પારસી મરણ
કેતી અસ્પી ભરૂચા તે મરહુમ અસ્પી ભરૂચાના વિધવા. તે મરહુમો શીરીન તથા નવરોજી નોગોડના દીકરી. તે નાહિદ ભરૂચાના મમ્મી. તે ગુલ ભરૂચા, જોલી ભરૂચા તથા મરહુમ ખોરશેદ ભરૂચાના બહેન. તે મરહુમો ખોરશેદ તથા જાલ દારૂવાલાના વહુ. (ઉં. વ. ૭૩) રે.…
હિન્દુ મરણ
ગામ વેરાવાસદના વતની સ્વ. નાનુંબેન રમેશ હાથીવાલા (ઉં. વ. ૬૬) તા. ૨૧-૧૧-૨૩ના સ્વર્ગવાસ થયેલા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૩ના સોમવાર સાંજના ૪થી ૬. ઠે. શિરડીનગર બાબા ધામ, બિલ્ડિંગ, રૂમ નં. ૧૦, ભાયંદર (ઇસ્ટ). ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિવઢવાણ નિવાસી હાલ સાંતાક્રુઝ અમૃતલાલ…