પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળનું ગોળીબારમાં મોત
પુણે: અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળ પર ભરબપોરે ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના પુણેમાં બની હતી.ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા 40 વર્ષના ગૅન્ગસ્ટર મોહોળને સારવાર માટે પુણેના કોથરુડ વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.…
થાણેના ફ્લૅટમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા: હત્યાની શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં રહેતા સિનિયર સિટિઝન દંપતીના મૃતદેહ તેમના જ ફ્લૅટમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવતાં પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી હતી. ચિતળસર પોલીસના જણાવ્યા મુજબ ઘટના માનપાડા પરિસરમાં આવેલી દોસ્તી રેન્ટલ ઈમારતના 14મા માળે બની હતી. મૃતકોની ઓળખ સમશેર…
ક્રોફર્ડ માર્કેટમાં હાલ પાર્કિંગ ફ્રી
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મહાત્મા જ્યોતિબા ફુલે મંડઈ (ક્રોફર્ડ માર્કેટ) ખાતે પાંચમી જાન્યુઆરીથી તમામ વાહનો માટે પાર્કિંગ મફત રહેશે. પાર્કિગ કરાયેલા વાહનો માટે નગરપાલિકા દ્વારા નિયત કરાયેલા દર કરતાં વધુ દર વસૂલવામાં આવતા હોવાથી `એ’ વોર્ડમાં પાર્કિંગ ચલાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી,…
વસઇથી ગુમ થયેલી બે બહેનનો તુંગારેશ્વર જંગલમાંથી છુટકારો
વસઇ: વસઇના ચુકણે ગામમાંથી ગુમ થયેલી બે સગીર બહેનનો માણિકપુર પોલીસે બુધવારે રાતે તુંગારેશ્વર જંગલમાંથી છુટકારો કરાવ્યો હતો. બંને બહેનને ફોસલાવીને ભગાડી જનારા 19 વર્ષના યુવકની પોલીસે ધરપકડ કરી હતી, જે બંનેના પિતાના તબેલામાં કામ કરતો હતો.વસઇના ચુકણે ગામમાં રહેતી…
રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ
મુંબઈમાં ધુમ્મસની ચાદર ફરી વળી (અમારા પ્રતિનિધિ તરફૉથી)મુંબઈ: રાજ્યના વિદર્ભમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદની શક્યતા છે ત્યારે મુંબઈમાં એકતરફ ફૂલગુલાબી ઠંડીના આગમનની સાથે જ શહેરમાં ધુમ્મસની ચાદર જ ફરી વળી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઈમાં સવારના મોડી સવાર…
ટ્રાન્સ હાર્બર લિન્કને કારણે ટ્રાફિક સર્જાવાની શક્યતા
મુંબઈ: નવી મુંબઈને શિવડી ન્હાવા શેવા ટ્રાન્સ હાર્બર લિન્કનું કામ પૂરું થયા બાદ શિવડી અને કોટન ગ્રીન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થશે, એવી ચિંતા સ્થાનિક વિધાનસભ્યએ વ્યક્ત કરી હતી. આ મામલે ટ્રાફિક વિભાગ અને મહાપાલિકાને સમસ્યાનો ઉકેલ લાવવા માટે માગણી…
શિંદેની આજથી `શિવ સંકલ્પ યાત્રા’
મુંબઈ: શિવસેના શિંદે જૂથની ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે છઠ્ઠી થી અને 24 જાન્યુઆરી વચ્ચે `શિવ સંકલ્પ યાત્રા’ કરશે. સેના 27 અને 28 જાન્યુ.એ કોલ્હાપુરમાં બે દિવસનું સંમેલન પણ યોજશે જેમાં રાજ્યભરમાંથી શિવસૈનિકો ભાગ લેશે . પ્રચાર દરમિયાન…
ભારતીય કમાંડોનું અતુલ પરાક્રમ
15 ભારતીય સાથેના અપહૃત જહાજને ઉગાર્યું સોમાલિયા: ભારતીય નૌકાદળના કમાંડો ભારે બહાદુરી અને કૌશલ્ય દાખવીને સોમાલિયાના દરિયાકાંઠા પાસેથી ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા જહાજ પર ઊતર્યા હતા અને આ જહાજ પરના 15 ભારતીય સહિતના કર્મચારીઓને બચાવી લીધા હતા. ભારતીય કમાંડોની કામગીરીની…
કચ્છમાં ભૂકંપ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: રણપ્રદેશ કચ્છમાં હાલ પડી રહેલા સિંગલ ડિજિટના બર્ફીલા ઠારને કારણે જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે ત્યારે સતત આવી રહેલા ભૂકંપના નાના-મોટા આંચકાઓની વણથંભી વણઝાર યથાવત રહેતી હોય તેમ પુરાતન શહેર ધોળાવીરા નજીક 4.1ની તીવ્રતાના ડરામણા અવાજ સાથે…
`આદિત્ય’ આજે નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચશે
નવી દિલ્હી: સૂર્યનો અભ્યાસ કરવા મોકલવામાં આવેલા પ્રથમ અવકાશયાન આદિત્ય એલ-વનને શનિવારે નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકવા ઈસરો સજ્જ થઈ ગયું છે.આદિત્ય'ને પૃથ્વીથી અંદાજે 15 લાખ કિ.મી.ને અંતરે ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસારઆદિત્ય’ને પૃથ્વીથી લગભગ 15 લાખ કિ.મી.ને અંતરે સૂર્ય-પૃથ્વીની…