‘ઇન્ડિયા’માં બેઠકોની વહેંચણી અંગેની મડાગાંઠ ઉકેલાઇ
મુંબઈ: આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને હરાવવા માટે વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી યુતિમાં સૌથી મોટી સમસ્યા હતી બેઠકોની વહેંચણીની. જોકે વિપક્ષોના જોડાણ ‘ઇન્ડિયા’માં બેઠકોની વહેંચણીનો મુદ્દો હવે ઉકેલાઇ ગયો છે અને સર્વ પક્ષોએ સંમતિથી બેઠકોની વહેંચણી અંગે…
ખરી એનસીપી અજિત પવાર જૂથની જ
નિર્ણયનું નમ્રતાપૂર્વક સ્વાગત: અજિત પવારમુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને ચૂંટણી પંચે પોતાના એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) પક્ષને જ ખરો એનસીપી પક્ષ ગણાવતો ચુકાદો આપ્યો તેનું સ્વાગત કરતા કહ્યું હતું કે અમે આ નિર્ણયનું નમ્રતાપૂર્વક સ્વાગત કરીએ છીએ. ચૂંટણી પંચે અજિત પવાર જૂથની…
આજથી રેસિડેન્શિયલ ડૉક્ટરોની હડતાળ
મુંબઈ: હોસ્ટેલની બહેતર સગવડ, ભથ્થાની સમયસર ચુકવણી જેવી માગણીઓ રાજ્યના તબીબી વિભાગ દ્વારા મંજૂર નહીં કરવામાં આવતા નિવાસી તબીબોએ સાતમી ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (માર્ડ) તરફથી આ રજૂઆત કરવામાં આવી હતી. ‘માર્ડ’ના પ્રમુખ…
ગોપાલ શેટ્ટીનું પત્તું કપાશે? પિયૂષ ગોયલ મુંબઈથી લોકસભાની ચૂંટણી લડે એવા સંકેત
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન તેમ જ ભાજપના વરિષ્ઠ નેતા પિયૂષ ગોયલ આ વખતે મુંબઈથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે. હવે પિયૂષ ગોયલ માટે મુંબઈની કઇ બેઠક સૌથી સુરક્ષિત છે તેની શોધ ચાલી રહી છે. પિયૂષ ગોયલ જો મુંબઈથી ચૂંટણી લડે…
એક કરોડ રૂપિયાની લાંચ માગવા પ્રકરણે આસિસ્ટન્ટ સ્ટેટ ટૅક્સ કમિશનર સામે ગુનો
મુંબઈ: એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ પેન્ડિંગ ટૅક્સના મામલાની પતાવટ કરવા માટે કંપનીના ડિરેક્ટર પાસેથી એક કરોડ રૂપિયાની કથિત લાંચ માગવા બદલ આસિસ્ટન્ટ સ્ટેટ ટૅક્સ કમિશનર અને મહારાષ્ટ્ર જીએસટી ડિપાર્ટમેન્ટના અમુક અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હતો. એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ પ્રિવેન્શન…
મુંબઈમાં આગના બે બનાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવારે જુદા જુદા વિસ્તારમાં આગની બે દુર્ઘટના બની હતી, જેમાં સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. પહેલી આગની દુર્ઘટના કમાઠીપુરામાં બની હતી, તો બીજો બનાવ બાંદ્રા (પૂર્વ)માં બન્યો હતો. મંગળવારે સવારના કમાઠીપુરા ત્રીજી લેનમાં રહેમત મસ્જિદનની પાસે…
‘થાણે’ રિયલ એસ્ટેટ રોકાણ માટે આદર્શ વિકલ્પ
થાણે: થાણે રાજ્યનું કેવળ અગ્રણી પ્રોપર્ટી હબ નથી, દેશનો અગ્રણી શહેરી સમુદાય છે. વિવિધ વિભાગમાં રિયલ એસ્ટેટના વિશાળ વિકલ્પો ઊભા થઇ રહ્યાં છે. એક સમયે ‘મુંબઈની ભગિની સિસ્ટર સિટી ’ તરીકે એની ઓળખ હતી. આજની તારીખમાં તેણે ગ્લોબલ સિટી તરીકે…
કાંદા નહીં, પણ લસણ રડાવે છે: ૫૦૦ રૂપિયા કિલોનો થયો ભાવ
મુંબઈ: માત્ર કાંદા જ ગૃહિણીઓને રડાવે છે એવું નથી, શાકભાજીના આસમાને આંબતા ભાવ પણ ગૃહિણીઓના આંખેથી આંસુ વહાવડાવે એવા થઇ ગયા છે. થોડા વખત પહેલા કાંદાના ઊંચા ભાવોના કારણે સામાન્ય જનતા પરેશાન હતી, પણ હવે લસણના ભાવો અધધ વધી રહ્યા…
- નેશનલ
યુસીસી: ઉત્તરાખંડમાં સૌથી પહેલા
બંદોબસ્ત: ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરવામાં આવ્યું તે અગાઉ દેહરાદૂનમાં વિધાનસભા નજીક પાક્કો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. (પીટીઆઈ) લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું થશે મુશ્કેલદેહરાદૂન: ઉત્તરાખંડ વિધાનસભામાં આજે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ રજૂ કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન…
કેજરીવાલના અંગત સચિવને ત્યાં ઈડીના દરોડા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના ઠેકાણામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય…