રિઝર્વ બૅન્કે સતત છઠ્ઠીવાર વ્યાજદર યથાવત્ રાખ્યો
મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ સતત છઠ્ઠી વખત વ્યાજદર યથાવત્ રાખવાની જાહેરાત ગુરુવારે કરી હતી. મધ્યવર્તી બૅન્કની નાણાકીય સમિતિએ વૈશ્ર્વિક બજારમાંની અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખીને અને ફુગાવાનો દર ચાર ટકાથી નીચે રાખવા માટે વ્યાજદરમાં કોઇ ફેરફાર નહિ કરવાનો નિર્ણય લીધો હતો.…
પાકિસ્તાનમાં મતદાનમાં ઘાલમેલના આક્ષેપ
સુરક્ષા જવાનો પર આતંકવાદી હુમલો ઈસ્લામાબાદ : પાકિસ્તાનના લોકોએ ગુરૂવારે સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હતું જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ શક્તિશાળી લશ્કરના પીઠબળથી ચોથી મુદત માટે વડા પ્રધાન બને એવી આશા રાખી રહ્યા છે. શરીફના હરીફ ઈમરાન ખાનના પક્ષ…
સંસદે વચગાળાનું બજેટ મંજૂર કર્યું
નવી દિલ્હી : સંસદે ગુરૂવારે ૨૦૨૪-૨૫ વર્ષ માટેનું વચગાળાનું બજેટ મંજૂર કરવાની કવાયત પૂરી થઈ હતી. રાજ્યસભાએ નાણા ખરડો ૨૦૨૪ અને સંબંધિત વિનિયોગ વિધેયક પાછા મોકલાવ્યા હતા. ઉપલા ગૃહે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સંબંધિત વિનિયોગ વિધેયક લોકસભામાં પાછા મોકલાવ્યા…
લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અનેક પ્રૉજેક્ટ હાથ ધરાશે
કવારત્તી (લક્ષદ્વીપ): ભારતના ટાપુઓના સમૂહ લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રૉજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. ફ્લાય-૧૯ અને સ્પાઇસ જેટને અગાત્તી ટાપુ ખાતે ફ્લાઇટ લઇ જવા માટે પરવાનગી મળી ગઇ છે. ઇન્ડિગો ઍરલાઇન્સની ટીમે પોતાની ફ્લાઇટ્સ શરૂ કરવા માટે લક્ષદ્વીપના…
સુરત એરપોર્ટ પરથી એક વર્ષમાં ૧૩ લાખથી વધુ પેસેન્જરની અવરજવર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત એરપોર્ટ પરથી છેલ્લા એક વર્ષમાં ૧૩ લાખથી વધુ પેસેન્જરોએ અવરજવર કરી છે. જેમાં સૌથી વધુ ડિસેમ્બર ૨૦૨૩માં ૧.૩૦ લાખથી વધુ મુસાફરો નોંધાયા હતા. ત્યારે આ વર્ષે રેકોર્ડ તૂટે તેવી શક્યતા જોવાઇ રહી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ…
ગાંધીનગરમાં જાણીતા બિલ્ડર જૂથ પર ૨૭ સ્થળો પર આવકવેરાના દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વધુ એક વાર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરના બિલ્ડર આઈટીના ટાર્ગેટ પર આવ્યા છે. ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડાથી ગાંધીનગરની બિલ્ડર લોબીમાં ફફડાટ…
દેશના સૌથી લાંબા દ્વારકા સિગ્નેચર બ્રિજનું ફેબ્રુઆરી અંતમાં વડા પ્રધાન કરી શકે છે લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દ્વારકામાં સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ અને આઇકોનિક બનેલા સિગ્નેચર બ્રિજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ફેબ્રુઆરીના અંતમાં સિગ્નેચર બ્રિજ લોકાર્પણ કરવામાં આવી શકે છે. આ બ્રિજ માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં…
તમામ હૉસ્પિટલ અને ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત: માંડલ અંધાપાકાંડ બાદ સરકાર જાગી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ લોકોની દ્રષ્ટિ જતી રહેતાં તેમ જ આંખે ઝાંખપ સર્જાવાના અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇ કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો દાખલ કરી હતી. આ સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં રાજય સરકારે સોગંદનામું રજૂ કરી મહત્ત્વની જાહેરાત…
ઓલિમ્પિક માટે અમદાવાદમાં કરોડોની સરકારી જમીન ખાલી કરાવવા સરકારની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : ઓલિમ્પિક ૨૦૩૬ ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલીશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે ઓલિમ્પિક માટે મોદી સ્ટેડિયમની આસપાસ વિલેજ માટે…
પારસી મરણ
આલુ કેકી દાદીશેઠ તે કેકી બોમી દાદીશેઠના ધનીયાની. તે મરહુમો નાજુ તથા હીરજી માદનના દીકરી. તે નતાશા ફરેદુન દોટીવાલાના માતાજી. તે ફરેદુન સામ દોટીવાલાના સાસુજી. તે મેહરૂ રતન સરવેયરના બહેન. તે યોહાન ફરેદુન દોટીવાલાના મમઈજી. (ઉં.વ. ૭૭). રહેવાનું ઠેકાણું: ૮એ,…