ખરી એનસીપી કોની? સુપ્રીમ કોર્ટ પહોંચી એનસીપીની લડાઇ
નવી દિલ્હી: ચૂંટણી પંચે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)નું ચિહ્ન અને નામ અજિત પવાર જૂથને સોંપ્યું એટલે કે ખરી એનસીપી અજિત પવાર જૂથ ગણાવી. હવે ચૂંટણી પંચના આ નિર્ણય વિરુદ્ધ શરદ પવાર જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને અરજી દાખલ કરી ત્યારબાદ અજિત…
સમય રહેતા જાગી જાવ: કૉંગ્રેસને સિદ્દિકીની સલાહ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેના વિશે પ્રતિક્રિયા આપતા હાલમાં જ કૉંગ્રેસ છોડી અજિત પવાર જૂથની એનસીપીમાં સામેલ થનારા બાબા સિદ્દિકીએ કૉંગ્રેસના નેતૃત્વ ઉપર નિશાન તાક્યું…
- આમચી મુંબઈ
નિર્વ્યસની સાથી પસંદ કરો…
વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમનો દિવસ, પણ પ્રેમ કરતા પહેલા પોતાનો સાથી વ્યસની તો નથી એ ખ્યાલ રાખવું જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઇ મોટી મુશ્કેલી ન પડે. મહારાષ્ટ્રના નશાબંદી મંડળ દ્વારા મરીન ડ્રાઇવ પર યુવતીઓને નિર્વ્યસની સાથી પસંદ કરવાની અપીલ કરતું…
- નેશનલ
ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું: અનેક ઘાયલ
હરિયાણાના સીમાડે પોલીસે અશ્રુવાયુ છોડ્યો રાજ્યની સરહદ પર તંગદિલી: પંજાબ હરિયાણાની શંભુ સરહદ પર જમા થયેલા ખેડૂત આંદોલનકારીને ખસેડવા માટે પોલીસે અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હતો. (પીટીઆઈ) હરિયાણાના સીમાડે પોલીસે અશ્રુવાયુ છોડ્યોચંડીગઢ / નવી દિલ્હી: પંજાબના અંદાજે પચાસ ખેડૂત સંગઠને પોતાની…
મોદી, નાહ્યામે અબુધાબીમાં રૂપે કાર્ડ લૉન્ચ કર્યું
અબુધાબી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોદમ્મદ બિન ઝાયદ અલ નાહ્યામે મંગળવારે અબુધાબીમાં સંયુક્ત રીતે રૂપે કાર્ડ લૉન્ચ કર્યું હતું. અબુધાબીમાં કાર્ડની સેવા શરૂ કરવા નાયામે તેમના નામનું ઍમ્બોસિંગ ધરાવતો કાર્ડ સ્વાઈપ કર્યું હતું. મોદીએ કહ્યું…
શ્રીનગરમાં બે પંજાબી શ્રમિકની હત્યામાં સંડોવાયેલો આતંકવાદી પકડાયો: પોલીસ
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે ગયા અઠવાડિયે જે બે પંજાબી રહેવાસીની હત્યા કરાઈ હતી એ હુમલામાં સંડોવાયેલા એક આતંકવાદીને હથિયારો સાથે પકડવામાં આવ્યો છે. અધિકારીઓનો દાવો છે કે પોલીસે એક સપ્તાહથી ઓછા સમયમાં ગ્રિષ્મકાલીન રાજધાની…
ન્યૂ યોર્ક સિટી સબવે સ્ટેશન પર ફાયરિંગ: એકનું મોત
ન્યૂ યોર્ક: અમેરિકાના ન્ય ૂયોર્કમાં બ્રોન્ક્સમાં સબવે સ્ટેશન પર અનેક લોકોને ગોળી મારવાની ઘટના બની હતી. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ અનુસાર, લગભગ…
પાક અદાલતે ચૂંટણી પરિણામોને પડકારતી ૩૦થી વધુ અરજી ફગાવી
લાહોર: પાકિસ્તાનની એક અદાલતે મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ સહિતના ટોચના પીએમએલ-એન નેતાઓની જીતને પડકારનારા સ્વતંત્ર ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી ૩૦થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી. લાહોર હાઈ કોર્ટે અરજીઓ ફગાવી દેતા પરાજય…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સંસદીય વિસ્તારમાં મુખ્ય પ્રધાનના હસ્તે ₹ ૭૦૦ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૪૦૨ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૩૦૦ કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ…
ગુજરાતમાં ભાજપના ૨૬માંથી ૨૩ સાંસદો ૫૦થી વધુ વર્ષના
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભાજપ નો રિપીટ થિયરી, જૂના જોગીઓ અને ૭૦ પ્લસ ઉમેદવારોને ટિકિટ નહીં જેવા રૂપકડા નામો હેઠળ ટિકિટ ના ફાળવવાના પ્લાન તો ઘડે છે પણ હાલમાં ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠક પર એકપણ યુવા સાંસદ નથી. જો તમે…