માતા માટે સમય અને પૈસા ખર્ચવા એ ઘરેલું હિંસા નથી: મુંબઈ કોર્ટ
મુંબઈ: પોતાની માતા પાછળ સમય અને નાણાં ખર્ચતા પતિ પર ઘરેલુ હિંસાનો કેસ કરનાર ૪૩ વર્ષીય મહિલાની અરજી ફગાવતાં વધારાના સેશન્સ જજ આશિષ અયાચિતે ટિપ્પણી કરી હતી કે માતાને સમય અને નાણાકીય સહાયની જોગવાઈ કરવી એ ઘરેલુ હિંસા ગણી શકાય…
રાજ્યસભાના ઉમેદવારોની કારકિર્દી ઉપર એક ઊડતી નજર
ભાજપના ઉમેદવારોઅશોક ચવ્હાણબે વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણ કૉંગ્રેસના કદાવર નેતા હતા, જેઓ હજી મંગળવારે જ ભાજપમાં સામેલ થયા. નાંદેડ તેમનો ગઢ છે અને ત્યાંથી જ તે સાંસદ પણ રહી ચૂક્યા છે. તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી…
- આમચી મુંબઈ
થાણે પ્રોપર્ટી પ્રદર્શન મનપસંદ ઘર ખરીદવા માટે સજ્જ ‘ક્રેડાઈ એમસીએચઆઈ પ્રોપર્ટી-૨૦૨૪’
જિતેન્દ્ર મહેતા થાણે: રિયલ એસ્ટેટ વ્યવસાયિકો માટે ૨૦૨૩નું વર્ષ ‘રોકિંગ’ સાબિત થયું હતું. આ વર્ષે પણ અર્થવ્યવસ્થાને ગતિ મળી હોવાથી અગાઉ કરતા પણ વધારે વિક્રમી ઘર ખરીદી થવાની સંભાવના છે એવી પ્રતિક્રિયા ક્રેડાઈ એમસીએચઆઈ, થાણેના અધ્યક્ષ જિતેન્દ્ર મહેતાએ વ્યક્ત કરી…
ગુજરાતમાંથી નડ્ડા, મહારાષ્ટ્રમાંથી ચવ્હાણ રાજ્યસભામાં જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભાજપે ગુજરાતની ચાર બેઠક પર રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુરૂવારે ઉમેદવારી ભરવાનો આખરી દિવસ છે ત્યારે ભાજપે સસ્પેન્શ પરથી પડદો ઉઠાવી દીધો છે. ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા તેમજ ઓબીસી…
ઉમેદવારોની યાદીમાંથી રૂપાલા અને માંડવિયા આઉટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક એકસાથે ખાલી પડી રહી છે. ભાજપે બુધવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ યાદીમાંથી આઉટ થઈ ગયા છે. હવે એમના માટે લોકસભા જ છેલ્લો વિકલ્પ છે. ગુજરાતમાં રાજ્યસભાની…
ખેડૂતો-સરકાર વચ્ચે આજે ફરી મંત્રણા દિલ્હીની સીમા સીલ: ફરી અશ્રુવાયુ છોડ્યો
ચંડીગઢ / નવી દિલ્હી: પાકના લઘુતમ ટેકાના ભાવ અને કરજ-માફીની માગણીને લઇને હિંસક આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે ગુરુવારે સાંજે કેન્દ્રના પ્રધાનો ફરી મંત્રણા યોજશે.પંજાબના ખેડૂતો કૂચ કરીને હરિયાણાના માર્ગે દિલ્હી આવતા હોવાથી રાજધાનીની સીમા સીલ કરી દીધી છે. પંજાબના…
વિશ્ર્વને ભ્રષ્ટાચારમુક્ત સરકારની જરૂર: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે આજે વિશ્ર્વને સર્વસમાવેશક અને ભ્રષ્ટાચારમુક્ત સરકારની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વરસોથી અમારો મંત્ર મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનો રહ્યો છે. યુએઈની મુલાકાતના બીજે દિવસે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને…
ગુજરાતમાં દરિયાઈ સંકુલ વિકસાવવા કરાર
અબુધાબી: બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા ભારત અને યુએઈએ ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેસ્ટમેન્ટ સહિતના ક્ષેત્રમાં જોડાણ કરવા ૧૦ કરાર પર સહી કરી હોવાનું વિદેશ સચિવ વિનય કટિયારે બુધવારે કહ્યું હતું. નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (એનએમએચસી)ના વિકાસ તેમ જ ગુજરાતનાલોથલસ્થિત…
અમદાવાદમાં સી પ્લેનના ઠેકાણા નથી ત્યાં વધુ ચાર જગ્યાથી સેવા શરૂ કરવાની તૈયારી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અમદાવાદથી કેવડિયા કોલોની સુધી શરૂ કરાયેલા સી પ્લેન સેવાને ટેક્નિકલ કારણોસર બંધ કરી દેવામાં આવી છે તેને હવે ફરીથી ક્યારથી ચાલુ કરવામાં આવશે, તેના મુદ્દે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ કૉંગ્રેસે ભાજપ સરકારને…
અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨નું કામ પૂર્ણતાના આરે: માર્ચ-એપ્રિલમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં મેટ્રો રેલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-મોટેરાથી ગાંધીનગર સેક્શન પ્રોજેક્ટ ફેઝ-૨ પૂર્ણતાને આરે છે. કેબલ સ્ટેડ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન ૧૪૫ મીટર અને એન્ડ સ્પાન ૭૯ છે મીટર અને ૨૮.૧ મીટર ઊંચાઈના બે તોરણ છે. આ તોરણનું કામ અને…