ચૂંટણી ટાણે રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટનો ઝટકો
ઇલેક્ટરલ બૉન્ડ્સની સ્કીમ રદ કરી નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટેની ઇલેક્ટરલ (ચૂંટણીલક્ષી) બૉન્ડ્સ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને તેને રદ કરતો ચુકાદો ગુરુવારે આપ્યો હતો.સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી બૉન્ડ્સની સ્કીમ બંધારણમાં અપાયેલી વાણી અને…
‘ઈન્ડિયા’ ગઠબંધનને વધુ એક ફટકો નેશનલ કોન્ફરન્સે છેડો ફાડયો
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ચીફ ફારૂક અબ્દુલ્લાએ એનડીએ ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે.…
સુરેન્દ્રનગરમાં ગૅસ ગળતરથી ત્રણનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખોદકામ દરમિયાન દુ:ખદ ઘટના બની છે. પૂરેલા ખાડાને ફરી ખોદી શ્રમિકો અંદર ઊતર્યા ત્યારે ગેસ ગળતરના કારણે ત્રણના મોત થયા છે જ્યારે કેટલાંક મજૂરો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ખાડાની અંદર મજૂરો ઉતર્યાં…
ચૂંટણીલક્ષી ભંડોળમાં પારદર્શકતાની યંત્રણા હજી જોજન દૂર: માજી કમિશનર
‘રાજકીય પક્ષો ફરી મોટા પાયે રોકડેથી વ્યવહાર કરશે’ નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ચૂંટણીલક્ષી (ઇલેક્ટરલ) બૉન્ડ્સ સ્કીમ રદ કરતા આપેલા ચુકાદાને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ લોકશાહી માટે મહત્ત્વનો ગણાવ્યો હતો, જ્યારે બીજા ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીએ…
ભારતીય મૂળના મોટેલ માલિકને શેફિલ્ડમાં ઠાર મરાયા
વૉશિંગ્ટન : અમેરિકાના અલબામા રાજ્યમાં રૂમ અંગેની બોલાચાલીને પગલે એક ગ્રાહકે ભારતીય મૂળના ૭૬ વર્ષના માલિકને ગોળી મારીને ઠાર માર્યા હતા. આ હત્યાને લીધે આવી શોકાતિંકાથી ત્રસ્ત ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો હતો. શેફિલ્ડમાં હિલક્રેસ્ટ મોટેલના માલિક પ્રવિણ રાવજીભાઈ પટેલને…
ગુજરાતના ૧૩ જિલ્લાઓના કૉંગ્રેસના નવા પ્રમુખો નિમાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના આડે હવે બે મહિના બાકી રહ્યાં છે ત્યારે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા રાજ્યના ૧૩ જિલ્લા-શહેરના નવા પ્રમુખોની…
નર્મદા નહેર બનાવવાની ૯૧.૭૬ ટકા કામગીરી પૂર્ણ: બાકીની કામગીરી ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ ૬૯,૪૯૭.૪૧ કિ.મી લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે. જે પૈકી ૬૩,૭૭૩ કિ.મી લંબાઈની નહેર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે કે, નર્મદા નહેર બનાવવાની ૯૧.૭૬ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીની કામગીરી…
ભાજપના જે. પી. નડ્ડા સહિત રાજ્યસભાના ચાર ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠક પર ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ગુજરાતથી ફોર્મ ભર્યુ હતું. આ ઉપરાંત ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા, જશવંતસિંહ પરમાર અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક રાજ્યસભાની…
કચ્છ પર શીતલહેરનો પ્રકોપ બરકરાર નલિયા ૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:ઉત્તર ભારતમાં સતત થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ કચ્છમાં ઊભી થયેલી આંશિક કોલ્ડવેવની પરિસ્થિતિ યથાવત્ રહી છે અને હજુ પણ ઠંડીમાં નોંધપાત્ર રાહત મળવાના કોઈ આસાર જણાઈ રહ્યા નથી. હૂંફાળા વાતાવરણ વચ્ચે અચાનક ઠંડીની ગિરફ્તમાં આવી ચૂકેલા…
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે. ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે. વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે. માર્ચ ૨૦૨૪ની પરીક્ષાનું પરિણામ અપ્રિલના…