Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 531 of 928
  • અમદાવાદમાં નકલી દવાની ફેકટરી પકડાઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ નજીક બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપી પાડીને ગુજરાત ખોરાક અને ઔષધીય વિભાગની ટીમે આ ફેકટરીમાંથી રૂ. ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ફેકટરીમાંથી અમદાવાદ,વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતે મોક્લાયેલો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો…

  • અલીપુર ફેક્ટરીમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ૧૧નો થયો

    દિલ્હી: ગઈ કાલે દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ અને કેમિકલના વેરહાઉસમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, આ આગમાં ૧૧ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રાજા હરિશ્ચંદ્ર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ…

  • સંયુકત કિસાન મોરચાનો બંધ: પંજાબમાં બસ દોડી નહીં, ખેડૂતોએ હાઈવેમાં કર્યું રસ્તા રોકો

    ફીરોઝપુર/અમૃતસર/હિસાર/મુઝફ્ફરનગર : કેન્દ્ર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી)ની કાનૂની ગેરન્ટી આપે એવી માગણી સહિતની વિવિધ માગણીઓ સ્વીકારે એના સમર્થનમાં સંયુકત કિસાન મોરચાએ આપેલી બંધની હાકલના પ્રતિસાદમાં પંજાબમાં બસ રોડ પર ન દોડતાં પંજાબના ઉતારુઓને હાડમારી વેઠવી પડી હતી. હરિયાણામાં બંધની…

  • ચંપઈ સોરેનના પ્રધાનમંડળનું વિસ્તરણ: શિબુના નાના પુત્રનો સમાવેશ

    રાંચી : ઝારખંડમાં ચંપઈ સોરેન પ્રધાનમંડળનું આજે વિસ્તરણ કરાયું હતું. બીજા સાત પ્રધાનો સાથે ઝારખંડ મુક્તિ મોરચાના સર્વેસર્વા શિબુ સેારેનના નાના પુત્ર બસંત સોરેનને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. બસંત હાલમાં કથિત જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં અદાલતી કોટડીમાં રહેલા ભૂતપૂર્વ…

  • સુરતમાં ભારત બંધના સમર્થનમાં દેખાવો કરતાં ખેડૂત આગેવાનોની અટકાયત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના ખેડૂત આગેવાનો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાને સુરત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકો જાહેર કર્યો હતો. બાદમાં શુક્રવારે ઓલપાડના દેલાડ પાટિયા…

  • વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૦૩ થી ૨૦૧૯ સુધીમાં ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ થયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતે દસમી ગ્લોબલ સમિટના આયોજનથી વિશ્ર્વના દેશોમાં આગવું સ્થાન બનાવ્યું છે અને ૨૦૦૩થી ૨૦૧૯ સુધીના નોંધાયેલ કુલ ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ થયા, ૨૩૩૨ અમલીકરણ હેઠળ છે. આમ સફળતાનો આંક ૭૦.૯૦ ટકા જેટલો છે એવું રાજ્યના ઉદ્યોગ…

  • વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા: પોથીયાત્રા યોજાઇ, શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં ૯૦૦ વર્ષ પૂર્વે વિરમગિરિ મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું શુક્રવાર ૧૬મી ફેબ્રુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરિબાપુની શિવ…

  • અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા ચાર દિવસમાં ૯.૭૫ લાખ લોકોએ દર્શન કર્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ચાર દિવસ દરમ્યાન ૯.૭૫ લાખ જેટલા લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં ભાવિભક્તો ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે. પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવમાં શુક્રવારે મંત્રોત્સવ અને પુષ્પ વૃષ્ટિ,…

  • ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા સમિતિની રચના

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ખાનગી યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખવા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે. સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણાં લઇને પીએચ.ડી.ની તેમજ અન્ય ઉચ્ચ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ…

  • ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી દાખલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં દારૂ વેંચવા અને પીવાની મંજૂરી આપતાં ગુજરાત સરકારના વિવાદિત જાહેરનામાને પડકારતી પીઆઈએલ ગુજરાત હાઈ કોર્ટમાં દાખલ થઈ છે. ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ મુદ્દા પર દાખલ થયેલી આ…

Back to top button