ખાર સબ-વે પર બનશે બ્રિજ બાંદ્રા સ્ટેશનથી જોડાશે ટર્મિનસ
મુંબઈ: ખાર સબ-વેમાં ટ્રાફિક જામને કારણે આસપાસના વિસ્તારોને પણ અસર થતી હોય છે. આ સમસ્યાથી લોકોને નજીકના સમયમાં જ છુટકારો મળવાનો છે. પાલિકાએ ખાર સબ-વે રોડ પર ફ્લાયઓવર બનાવવાની પ્રક્રિયાને શરૂ કરી દીધી છે. બીજી બાજુ બાંદ્રા સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ…
ઈસરોનો સૌથી આધુનિક હવામાન સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ
શ્રીહરિકોટા: પૃથ્વી અને દરિયાની સપાટીનો અભ્યાસ કરવાના મિશનમાં આગળ વધતા ઈસરોએ જીએસએલવી રોકેટની મદદથી શનિવારે સૌથી આધુનિક હવામાન સેટેલાઈટ (નૅક્સ્ટ જનરેશન વૅધર ઑબ્ઝર્વેશન સેટેલાઈટ) ઈનસેટ-થ્રી-ડીએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું હતું. કોઈપણ પ્રકારના અવરોધ વિના સફળતાપૂર્વક પાર પડેલા આ મિશને પડકારજનક જીએસએલવી…
એમએસપી માટે વટહુકમ લાવવાની ખેડૂત નેતાની માગ
ચંડીગઢ: ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે માગ કરી હતી કે કેન્દ્રએ એમએસપીને કાયદેસર ગેરંટી આપવા અંગે વટહુકમ લાવવો જોઈએ, જે હાલમાં શંભુ અને પંજાબ-હરિયાણા સરહદના ખનૌરી પોઈન્ટ પર કેમ્પ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માગ છે. ખેડૂતોના નેતાઓ અને કેન્દ્રીય…
તમિળનાડુમાં ફટાકડા બનાવતા કારખાનામાં સ્ફોટ થતાં ૧૦નાં મોત
વિરુધુનનગર (તમિળનાડુ) : આ જિલ્લામાં ફટાકડા બનાવતા કારખાનામાં સ્ફોટ થતાં ચાર મહિલા સહિત દસ જણનાં મોત થયા હતા. તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને રાજ્યના બે પ્રધાનોને રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું…
જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અને ગુલઝારને જ્ઞાનપીઠ પુરસ્કાર
નવી દિલ્હી: ઉર્દૂ કવિ ગુલઝાર અને સંસ્કૃતના વિદ્વાન જગદ્ગુરુ રામભદ્રાચાર્યને ૫૮મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શનિવારે જાહેરાત કરાઇ હતી. ગુલઝારે હિંદી સિનેમા માટે ઘણું જ કામ કર્યું છે અને તેઓ સૌથી સારા ઉર્દૂ કવિઓમાંના એક ગણાય છે. અગાઉ, તેમને ૨૦૦૨માં સાહિત્ય…
યશસ્વીની આક્રમક સેન્ચુરી પછીઈજાગ્રસ્ત, ભારતને જીતવાનો મોકો
રાજકોટ: અહીં ત્રીજી ટેસ્ટમાં શુક્રવારે ઇંગ્લૅન્ડનો ૨૯ વર્ષનો ઓપનિંગ બૅટર બેન ડકેટ બાઝબૉલની આક્રમક સ્ટાઇલમાં કરીઅરની ત્રીજી સેન્ચુરી ફટકારીને છવાઈ ગયો હતો તો ગઈ કાલનો દિવસ બાવીસ વર્ષના ભારતીય ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલનો હતો. તેણે પણ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી…
અંબાજી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવસંપન્ન : ૧૩ લાખ ભક્તોએ પરિક્રમા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબેના ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન થતાં ગબ્બર તળેટી પરિક્રમા પ્રવેશ ખાતે માતાજીની પૂજા-અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ…
સાબરમતી રિવરફ્રન્ટમાં ₹ ૫,૦૦૦ કરોડનું જમીન કૌભાંડ: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા ૧૧ કિ.મી.ના સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૧૮૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલી બન્યો તે વખતે રાજ્ય સરકારે મોટાભાગની સરકારી જમીનો…
પારસી મરણ
રોશન હોમી વરીઆવા તે મરહુમો પેરીન તથા હોમી વરીઆવાનાં દીકરી. તે પરવેઝ, ડેઝી તથા અરનાવાઝનાં બહેન. તે કેશમીરા પરવેઝ પોંચખાનાવાલાનાં માસીજી. તે દારા બેહરામજી ગાંધી, ડોસાં, કુમી તથા મરહુમો ફીરોઝ અને મીનુ ગાંધી તથા મરહુમો મની અને ખોરશેદનાં ભાનજી. તે…
હિન્દુ મરણ
સિહોર નિવાસી હાલ કાંદીવલી શ્રી જસવંતભાઈ ધીરજલાલ મુંજપરા (ઉં.વ. ૮૩) સ્વ. ધીરજલાલ લલ્લુભાઈ મુંજપરાના સુપુત્ર. તે ધનજીભાઈ નરસિભાઈ રાણપુરા (ટંકારા)ના જમાઈ. તે ધીરજબેનના પતિ. તે મેહુલના પિતા. બિન્દીયાના સસરા. તે ધ્યાનાના દાદાજી તા. ૧૭.૨.૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા…