મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તેથી હાલ ઠંડી, ગરમીની સાથે જ વરસાદ એવું મિશ્ર વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે.વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં બુધવારે કમોસમી વરસાદના…
અંધેરીના ગોખલે પુલની એક બાજુ ૨૫ ફેબ્રુઆરીના ખુલ્લી મુકાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગણાતો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલની એક બાજુની લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવા માટે તૈયાર છે. જોકે ૨૫ ફેબ્રુઆરીના આપેલી મુદતમાં તે ખુલ્લી મુકાશે કે મહિનાના અંત સુધીમાં તે બાબતે મુંબઈ મહાનગરપાલિકાએ…
બુલઢાણામાં ૩૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર
ડૉક્ટરો ગેરહાજર, રસ્તા પર દર્દીઓ, રસ્સી પર લટકાવ્યા ગ્લુકોઝના બાટલા બુલઢાણા: મહારાષ્ટ્રના બુલઢાણામાં ૩૦૦થી વધુ દર્દીઓને એક ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં પીરસવામાં આવેલું ભોજન ખાઈને ખોરાકી ઝેરની અસર થઇ હતી.આ ઘટના બાબતે મળી રહેલી માહિતી પ્રમાણે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર…
રાજ્યમાં વીજ પુરવઠો ખોરવાવાનો ડર! કોન્ટ્રાક્ટ પરના વીજ કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું
મુંબઈ: કોન્ટ્રાક્ટ કામદારોની સંયુક્ત કાર્ય સમિતિએ ત્રણ વીજ કંપનીઓ અને સરકારને કામદારોની માગણીઓ માટે ૨૮ ફેબ્રુઆરીથી બે દિવસની હડતાળ અને પાંચ માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળની નોટિસ આપી છે, જેના કારણે રાજ્યમાં વીજ વ્યવસ્થા ખોરવાઈ જવાનો ભય છે.લગભગ ૪૨,૦૦૦ કોન્ટ્રાક્ટ કામદારો…
- આમચી મુંબઈ

સાવચેતી
મહારાષ્ટ્ર બોર્ડની એચએસસીની પરીક્ષા બુધવારથી શરૂ થઈ હતી. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓની તપાસ કરાઈ હતી. (પીટીઆઈ)
- આમચી મુંબઈ

ઘુમ્મટ પર વિસામો…
રોજીરોટી માટે મહેનત કરવી જરૂરી છે, પણ પરીશ્રમ દરમિયાન થોડો આરામ કરવો પણ જરૂરી છે. મુંબઈ પાલિકાની ઈમારત પરના ઘુમ્મટના સમારકામ વખતે એક કારીગર ત્યાં જ આરામ કરતો જોવા મળ્યો હતો.(અમય ખરાડે)
૭૦ હજાર ક્વિન્ટલ ચોખા રસ્તા પર: મુરબાડમાં ગોદામનો અભાવ, ખેડૂત સંગઠન ચિંતિત
કલ્યાણ: મુરબાડ તાલુકા શેતકરી સહકારી સંઘે આદિવાસી વિકાસ નિગમ પાસેથી સંકલિત ગેરંટી યોજના હેઠળ ૭૦ હજાર ક્વિન્ટલ ડાંગરની ખરીદી કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલા ચોખાનો સંગ્રહ કૃષિ પેદાશ બજાર સમિતિ પરિસરમાં અને મુરબાડના એમઆઈડીસીમાં એક ગોદામમાં…
સમૃદ્ધિ એક્સપ્રેસ-વેનું વિસ્તારીકરણ શરૂ
પૂર્વીય જિલ્લાઓ સુધી પહોંચવું હવે સરળ બનશે મુંબઈ: સમૃદ્ધી એક્સપ્રેસ-વેના કારણે રસ્તાઓની કનેક્ટીવિટીમાં પ્રચંડ વધારો થયો છે અને હવે મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓને રસ્તામાર્ગે જોડવાના લક્ષ્યથી એમએસઆરડીસીએ કામ શરૂ કરી દીધું છે. એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના…
મોદી આજે અમદાવાદમાં સવા લાખ ખેડૂતોને સંબોધશે
ગુજરાતને ₹ ૪૮,૦૦૦ કરોડના વિકાસ કાર્યની ભેટ આપશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડા પ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ વડા પ્રધાન…
બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ઉત્તર ગુજરાત સહિતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વહેલી સવારથી ઠેક ઠેકાણે વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં, જિલ્લાના ધાનેરા અને થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજ્યના ફરી એકવાર કાતિલ અને…

