સીએનજીના ભાવમાં કિલોદીઠ અઢી રૂપિયાનો ઘટાડો
મુંબઈ: સીએનજીના ભાવમાં બુધવારથી કિલોદીઠ અઢી રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ) એ પાંચમી માર્ચ ૨૦૨૪ની મધ્યરાત્રિથી એટલે કે છઠ્ઠી માર્ચ ૨૦૨૪ની સવારથી કોમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ (સીએનજી)ની કિંમત ઘટાડીને રૂ. ૭૩.૫૦ પ્રતિ કિલો કરી દીધી છે.…
અમદાવાદમાં ધો.૧૦-૧૨ની પરીક્ષામાં ૫૦થી વધુ સ્કવૉડ ટીમ સંવેદનશીલ કેન્દ્રમાં જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૧મી માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા અંતર્ગત રાજ્યના જે જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તે અમદાવાદ જિલ્લાના શહેર અને ગ્રામ્યના ડીઈઓ દ્વારા બોર્ડ પરીક્ષાને પગલે એકશન પ્લાન…
રાજ્યમાં આગામી દિવસોમાં વધુ ૫૦૦ બસ મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે
સુરતમાં ૧૦૦ નવી બસનું કર્યું લોકાર્પણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ૧૦૦ નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્લિપિંગ, સ્લીપર કોચ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં…
અમેરિકા-કેનેડામાં ઘૂસણખોરી ઇડીના દરોડાને અંતે અમદાવાદના એજન્ટોની ₹ ૧ હજાર કરોડની એન્ટ્રીઓ મળી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકા-કેનેડામાં ઘૂસણખોરી કેસમાં ઈડીની કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં અમદાવાદ સહિત ૨૯ સ્થળ પર દરોડા પડ્યા હતા. તેમાં એજન્ટ બોબી પટેલ, રાજુ પ્રજાપતિને ત્યાં દરોડા પડ્યા હતા. એજન્ટ ભાવેશ પટેલ સહિત પાંચને ત્યાં દરોડામાં ઈડી દ્વારા ડિજિટલ…
ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રામાં આપ જોડાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપના પ્રચંડ આક્રમણને ખાળવા કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનને આગળ વધારતા રાજ્યમાં સંયુક્ત રીતે મોરચો ખોલવાનો નિર્ણય લીધો છે. કૉંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા તા.૭મી માર્ચથી ગુજરાતમાં આવી રહ્યા છે.…
રાજુલાના રડ્યાખડ્યાં કૉંગ્રેસીઓ પણ ભાજપમાં જોડાયા
અમદાવાદ: અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા વિસ્તારના કૉંગ્રેસના પૂર્વ નેતા અંબરીષ ડેર મંગળવારે કમલમમાં કેસરિયા કર્યા બાદ બુધવારે રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસ પક્ષના હોદ્દેદારો,…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કંડોળિયા બ્રાહ્મણભાવનગરવાળા હાલ બોરીવલી નિવાસી સ્વ. પ્રમીલાબહેન વસંતકુમાર પંડ્યાના સુપુત્ર જયેશભાઈ (ઉં. વ. ૬૨) તા. ૫-૩-૨૪, મંગળવારના કૈલાસવાસી થયેલ છે. તે જ્યોતિબહેનના પતિ. પાર્થ, પૃથવના પિતા. સ્વ. કાશ્મીરાબહેન, મનીષાબહેન કનુભાઈ, હર્ષાબહેન ઉત્તમભાઈ, હરિશભાઈ વસંતકુમારના ભાઈ. શ્ર્વસુર પક્ષે જાફરાબાદવાળા સ્વ. ભાનુશંકર…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનમોટા કપાયાના વલ્લભજી હંસરાજ ગોગરી (ઉં.વ. ૮૫) તા. ૫-૩-૨૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન હંસરાજ વીજપારના પુત્ર. ભાનુમતીબેન (મુકુંદબેન)ના પતિ. હસમુખ, કેતન, દિપકના પિતા. હરખચંદ, જયંતિલાલ, નવીનચંદ્ર, રમણીકલાલના ભાઈ. કુંદરોડી ભાણબાઇ વીરજી શીવજી ગાલા (રેતીવાલા)ના જમાઇ. પ્રાર્થના રાખેલ…
- શેર બજાર
શૅરબજારમાં રચાયો નવો ઇતિહાસ: બંને બેન્ચમાર્ક નવી વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટનો ઉછાળો
બ્લો મોલ્ડિંગ, ઈન્જેક્શન મોલ્ડિંગ અને કસ્ટમાઈઝડ મોલ્ડિંગના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક મિત્સુ કેમ પ્લાસ્ટ લિમિટેડનો રાઇટ ઇશ્યુ ૨.૩૪ ગણોે છલકાયો છે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: યુરોપના બજારોના સુધારા સાથે સેન્ટિમેન્ટમાં સુધારો આવવાથી બજારે બપોરના સત્રમાં બેન્ચમાર્કે નીચા મથાળેથી રિબાઉન્ડ કર્યું…