Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 467 of 928
  • લવાસામાં કથિત સ્વરૂપે ગેરરીતિ સીબીઆઈ તપાસની જનહિત અરજી સામે શરદ પવાર હાઈ કોર્ટમાં

    મુંબઈ: પુણે જિલ્લાના લવાસામાં અંગત માલિકીનું (પ્રાઇવેટ) હિલ સ્ટેશન બાંધવા કથિત સ્વરૂપે ગેરકાયદે પરવાનગી આપવા બદલ શરદ પવાર, તેમની પુત્રી સુપ્રિયા સુળે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે સીબીઆઈ તપાસની માગણી કરતી એક જાહેરહિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં…

  • સેક્સટોર્શન અને ફ્રોડ કોલથી તમારુું રક્ષણ કરશે ‘ચક્ષુ’

    સરકારે લોંચ કરી નવી સિસ્ટમ, શંકાસ્પદ નંબરની કરી શકાશે ફરિયાદ મુંબઈ: દેશમાં દરરોજ હજારો લોકોની સાથે લાખો રૂપિયાની સાઈબર ઠગો ઠગાઈ કરતા હોય છે. ફ્રોડ કોલ્સ, સેક્સટોર્શન, એસએમએસ કે પછી વ્હોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્સ પર લગામ મૂકવામાં આવી રહી છે.…

  • આમચી મુંબઈ

    શ્રીગણેશ…

    કર્ણાક બ્રિજને સપ્ટેમ્બર, ૨૦૨૨માં જોખમી જાહેર કર્યા બાદ તેને તોડી પાડવામાં આવ્યો હતો. હવે તેની જગ્યાએ નવો બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે અને તેના પ્રથમ ગર્ડરને લોન્ચ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે કર્ણાક બ્રિજ ખુલ્લો મુકાવાની શક્યતા છે. (અમય ખરાડે)

  • આમચી મુંબઈ

    જિંદગી કા સફર…

    જીવનમાં નાની નાની સમસ્યાઓ, અવરોધ કે મુસીબતોથી ડરી જનારા આપણને આ ભિક્ષુક પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. આયોધ્યામાં બાજુ પર નકલી પગ રાખીને બેઠેલા આ ભિક્ષુકના ચહેરા પર સ્થિરતા અને શાંતિ જોવા મળી રહી છે.(જયપ્રકાશ કેળકર)

  • નેશનલ

    દેશની નદીમાં પ્રથમ વાર મેટ્રો દોડી

    પાણીમાં ટ્રેન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં બુધવારે ઉદ્ઘાટન કર્યું તે અગાઉ ભારતની સૌપ્રથમ અન્ડરવૉટર ટ્રેન. (એજન્સી) કોલકાતા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતા મેટ્રોના એસ્પ્લેનેટ-હાવડા મેદાન સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. મેટ્રોનો આ હિસ્સો હુગલી નદીમાં તૈયાર કરવામાં આવેલી દેશની…

  • નેશનલ

    સેન્સેક્સ પહેલી વાર ૭૪,૦૦૦ની ઉપર પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં મંગળવારે નવો ઇતિહાસ રચાયો હતો. સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ઇતિહાસમાં પહેલી વખત ૭૪,૦૦૦ની સપાટી વટાવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી પણ ૨૨,૫૦૦ની લગોલગ પહોંચ્યો હતો. સેન્સેક્સ ૪૦૮.૮૬ પોઇન્ટ અથવા તો ૦.૫૫ ટકાના સુધારા સાથે ૭૪,૦૮૫.૯૯ પોઇન્ટની,…

  • સીએનજીના ભાવમાં કિલોદીઠ અઢી રૂપિયાનો ઘટાડો

    મુંબઈ: સીએનજીના ભાવમાં બુધવારથી કિલોદીઠ અઢી રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ) એ પાંચમી માર્ચ ૨૦૨૪ની મધ્યરાત્રિથી એટલે કે છઠ્ઠી માર્ચ ૨૦૨૪ની સવારથી કોમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ (સીએનજી)ની કિંમત ઘટાડીને રૂ. ૭૩.૫૦ પ્રતિ કિલો કરી દીધી છે.…

  • અમદાવાદમાં ધો.૧૦-૧૨ની પરીક્ષામાં ૫૦થી વધુ સ્કવૉડ ટીમ સંવેદનશીલ કેન્દ્રમાં જશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૧મી માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા અંતર્ગત રાજ્યના જે જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તે અમદાવાદ જિલ્લાના શહેર અને ગ્રામ્યના ડીઈઓ દ્વારા બોર્ડ પરીક્ષાને પગલે એકશન પ્લાન…

  • રાજ્યમાં આગામી દિવસોમાં વધુ ૫૦૦ બસ મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે

    સુરતમાં ૧૦૦ નવી બસનું કર્યું લોકાર્પણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ૧૦૦ નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્લિપિંગ, સ્લીપર કોચ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં…

  • અમેરિકા-કેનેડામાં ઘૂસણખોરી ઇડીના દરોડાને અંતે અમદાવાદના એજન્ટોની ₹ ૧ હજાર કરોડની એન્ટ્રીઓ મળી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકા-કેનેડામાં ઘૂસણખોરી કેસમાં ઈડીની કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં અમદાવાદ સહિત ૨૯ સ્થળ પર દરોડા પડ્યા હતા. તેમાં એજન્ટ બોબી પટેલ, રાજુ પ્રજાપતિને ત્યાં દરોડા પડ્યા હતા. એજન્ટ ભાવેશ પટેલ સહિત પાંચને ત્યાં દરોડામાં ઈડી દ્વારા ડિજિટલ…

Back to top button