પાક.ના 14મા પ્રમુખ તરીકે આસિફ અલી ઝરદારીએ શપથ લીધા
ઇસ્લામાબાદ: આસિફ અલી ઝરદારીએ રવિવારે પાકિસ્તાનના 14મા પ્રમુખ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફએઝ ઇસાએ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન ખાતે 68 વર્ષીય ઝરદારીને શપથ લેવડાવ્યા હતા.ઝરદારી ડૉ. આરિફ અલ્વીના અનુગામી બન્યા છે. ડૉ. અલ્વીની પ્રમુખપદની મુદત…
ભાજપના હિસારના સંસદસભ્ય બ્રિજેન્દ્ર સિંહનું રાજીનામું
ચંડીગઢ/નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના હિસારના સંસદસભ્ય બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને તેને માટે અનિવાર્ય રાજકીય કારણો' હોવાનું જણાવ્યું છે. તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મએક્સ’ પર રાજીનામાની જાહેરાત કરતાં ભાજપના નેતા બિરેન્દર…
પૂંછમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરક્ષા દળોએ એક જંગલમાં આતંકવાદીના ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. જ્યાંથી સાત કાટ લાગેલા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરનકોટ વિસ્તારમાં દારા સાંગલા ખાતે…
મહાવિકાસ આઘાડીના ઉમેદવારોના નામ જાહેર
મુંબઇ: લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. શનિવારે શિવસેના યુબીટી જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અંધેરીમાં પાર્ટીના એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ…
પેશાવરમાં આત્મઘાતી હુમલામાં બેનાં મોત
પેશાવર : પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે બૉંબધડાકામાં ઓછામાં ઓછા બે જણ મરણ પામ્યા હતા અને એક જણને ઈજા થઈ હતી. પેશાવરના નઝીર બાગ રોડના બોર્ડ બજારમાં આ ઘટના બની હતી. બૉંબ મોટરબાઈકમાં મુકાયો હતો. ખૈબર ટીચિંગહૉસ્પિટલમાં મૃતદેહો રખાયા છે અને…
- નેશનલ
વૈશ્વિક સુંદરી:
મુંબઈમાં જિયો વર્લ્ડ ક્નવેન્શન સેન્ટર ખાતે વિશ્વ સુંદરી માટેની 71મી સૌંદર્ય સ્પર્ધામાં મિસ વર્લ્ડ 2024 બનેલી ઝેક પ્રજાસત્તાકની ક્રિસ્ટીના પિઝકોવા. (અમય ખરાડે).
ચૂંટણી કમિશનરના રાજીનામાને પગલે વિપક્ષોનો ઊહાપોહ
નવી દિલ્હી: ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાને પગલે વિપક્ષો, ખાસ કરીને કૉંગ્રેસ પક્ષના નેતાઓ ઊહાપોહ મચાવી રહ્યા છે અને રાજીનામાના કારણ અંગે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે શાસક પક્ષના નેતાઓ સરમુખત્યારની જેમ લોકતંત્ર પર…
ગુજરાતમાં ધો.10-1ર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ: 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધો.10-12 ની પરીક્ષાનો 11મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજયના 16 લાખથી વધુ પરીક્ષાર્થીઓ ધો.10-12ની પરીક્ષા આપવા ઉત્સુક છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાય તે માટે સુચા આયોજન…
- વેપાર
આઈટી અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા, માર્કેટ કેપ 392.81 લાખ કરોડના સ્તરે
મુંબઇ: શેરબજારમાં સપ્તાહ રાબેતામુજબ અફડાતફડીથી ભરપૂર રહ્યું હતું. ચોથી માર્ચ, 2024થી સાતમી માર્ચ, 2024 સુધીના સમીક્ષા હેઠળના સપ્તાહમાં બજારમાં એકંદર તેજી જળવાઇ હતી. ખાસ કરીને આઈટી અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. આઠમી માર્ચ, 2024ના રોજ મહાશિવરાત્રી નિમિતે…
12 માર્ચે ગુજરાતને વધુ એક વંદે ભારત ટે્રનની ભેટ મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટે્રનની ભેટ મળવા જઈ રહી છે. આ ટે્રન અમદાવાદ- મુંબઈ રૂટ પર દોડશે. આ પહેલાં ગાંધીનગર-મુંબઈ, અમદાવાદ-જોધપુર અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટે્રન શરૂ થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર આગામી તા.12મી…