- વેપાર
સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૪૮૫ પૉઈન્ટના કડાકા બાદ મેટલ અને બૅન્કિંગ શૅરોમાં વૅલ્યૂ બાઈંગ નીકળતાં અંતે ૬૯૪ પૉઈન્ટનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં આજના અંતિમ તબક્કા પૂર્વે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં મક્કમ વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્ર દરમિયાન એક તક્ક્કે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૮૫.૫૪…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૪૮નો સુધારો અને ચાંદીમાં ₹ ૨૨૧નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી તેમ જ આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું. જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં પ્રમુખપદ માટે ચૂંટણી તેમ જ આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિ વિષયક બેઠક પૂર્વે ફોરેકસ ટ્રેડરોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ખાસ કરીને ઈક્વિટી માર્કેટમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો…
- વેપાર
ખાંડમાં સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની એકંદરે માગ જળવાઈ રહી હોવા છતાં અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૪૦થી ૩૫૮૦માં થયા…
- વેપાર
કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમમાં આગળ વધતો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સતત બીજા સત્રમાં ખાસ કરીને કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી પાંચનો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ટીન, નિકલ અને લીડ…
- વેપાર
આયાતી તેલમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૭૪ અને ૫૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના જાન્યુઆરી અને ફેબ્રુઆરી વાયદામાં અનુક્રમે છ રિંગિટ અને ૧૦…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટા સુરકા નિવાસી હાલ બોરીવલી સ્વ. ધનવંતરાય હરિચંદ દોશીના ધર્મપત્ની કૈલાશબેન (ઉં. વ. ૭૫) ૧/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાર્તિક, નેહા નીરવ શાહ, વૈશાલી અલ્પેશ સંઘવી, કોમલ, મમતા કુણાલ દોશીના માતુશ્રી. કેનાલીના સાસુ. દિલીપભાઈ હરિચંદ દોશી તથા…
- વેપાર
નવી સંવતના પહેલા દિવસે રીંછડો હાવી: સેન્સેક્સને સાત કારણોએ પછાડ્યો, નિફ્ટી માટે ૨૪,૧૦૦ની સપાટી નિર્ણાયક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સંવત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં કરાવ્યા બાદ નવી સંવતના મુહૂર્તના સોદામાં તેજીનો ચમકારો બતાવ્યા બાદ વર્ષના સત્તાવાર પહેલા જ સત્રમાં મંદીના ભડાકા બોલાવીને શેરબજારે રોકાણકારોની દિવાળીની મજા બગાડી નાંખી હતી. નિષ્ણાતો અનુસાર આ માટે સાત કારણો જવાબદાર છે…
- વેપાર
ખાંડમાં નરમાઈ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની ખપપૂરતી માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડમાં ટેન્ડરોનાં વેપાર મિશ્ર વલણે થયા હતા, જેમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૮૦માં…
- વેપાર
સોનામાં ₹ ૯૩નો અને ચાંદીમાં ₹ ૯૮૧નો સુધારો, વેપાર પાંખાં
મુંબઈ: આવતીકાલની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી અને ત્યાર બાદ અમેરિકી ફેડરલ રિઝર્વની ૬-૭ નવેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક…