- આણંદ (ચરોતર)

આણંદમાં ગુજરાત ભાજપના ટોચના નેતાના પુત્ર સામે નોંધ્યો FIR, જાણો શું છે મામલો
આણંદઃ અહીંયા જમીન વિવાદ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતાના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ચ અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકના પુત્ર પાર્થ પાઠક સહિત અન્ય 20 જેટલા શખ્સો સામે પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો.…
- નેશનલ

લોર્ડ મેઘનાથ દેસાઈનું લંડનમાં 85 વર્ષની વયે નિધન, જાણો શું હતું ગુજરાત કનેકશન
લંડન/વડોદરાઃ જાણીતા અર્થશાસ્ત્રી અને હઉસ ઑફ લોર્ડ્સના સભ્ય મેઘનાથ દેસાઈનું મંગળવારે 85 વર્ષની વયે લંડનમાં અવસાન થયું હતું. તેમનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો હતો. દેસાઈ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ (એલએસઈ)માં અર્થશાસ્ત્રમાં અમેરિટ્સ પ્રોફેસર હતા. જ્યાં તેમણે 1965 થી 2003 સુધી…
- પોરબંદર

પોરબંદરમાં ચકચાર: રાણાવાવમાં બાળકના ગળે છરી રાખી 25 તોલા સોનું, એક લાખની લૂંટ
પોરબંદર: રાણાવાવમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં 6 જણ કારમાં આવ્યા હતા અને એક ઘરમાં ઘૂસીને બાળકના ગળે છરી રાખી, વૃદ્ધા અને તેની પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા. જે બાદ કબાટની ચાવી મેળવી કબાટમાં…
- અમદાવાદ

ગુજરાતમાં આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી 2,000 સભાનું આયોજન કરશે
અમદાવાદઃ રાજ્યમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા, તેમ જ જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવશે. જનતાના વિવિધ મુદ્દાઓને લઈ આગામી 60 દિવસમાં 2,000થી વધુ સભા કરશે. આમ…
- અમદાવાદ

ગુજરાતના 17 વર્ષ જૂના SIR પ્રોજેક્ટની ‘ધીમી’ ગતિ: 13માંથી માત્ર 3 ઝોન કાર્યરત
અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યના વિકાસથી વંચિત વિસ્તારોમાં ઉદ્યોગો ઊભા થાય અને લોકોને રોજગારી મળે તેના માટે વર્ષ 2009માં 14 જેટલા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (સર) વિકસિત કરવા માટે ખાસ નીતિની જાહેરાત કરી કરી હતી. સરકારનો આ પાછળનો હેતુ અગાઉથી જ વિકસિત…
- રાજકોટ

રાજકોટ સિવિલ ફરી વિવાદમાં: ગાયિકા મીરા આહિરના ભાઈને ઇમરજન્સીમાં દાખલ ન કરાતા હોબાળો
રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. ગુજરાતી ગાયિકા મીરા આહિરના ભાઈને ઈમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ કરવામાં આવ્યો નહોતો. ફાઈલ છુટ્ટો ઘા કર્યો હોવાનો ચોંકાવનારો આરોપ કર્યો છે. મીરા આહિરે સમગ્ર ઘટનાને લઈને અને તંત્ર પાસે જવાબ માગતા…
- ટોપ ન્યૂઝ

રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં 60 ટકાથી વધુ વરસાદઃ 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ
અમદાવાદઃ ગુજરાતમાં સરરેશ 62.44 ટકા વરસાદ નોંધાયો છે. જોકે આ વખતે સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.17 ટકા, પૂર્વ મધ્યમાં 64.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 65.70 ટકા અને…
- આણંદ (ચરોતર)

રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના કયા બે નેતાએ રાજીનામું આપતા મચી ગઈ ચકચાર, જાણો
આણંદઃ તાજેતરમાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ગુજરાત કોંગ્રેસના બે નેતાએ રાજીનામા આપી દેતા ચકચાર મચી ગઈ હતી. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય વિધાનસભા…
- વડોદરા

હરણી તળાવ દુર્ઘટનાના પીડિતોને રૂ.1.2 કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
વડોદરાઃ વડોદરાની હરણી તળાવ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તળાવના સંચાલન માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સે જે રૂ.1.2 કરોડથી વધુની વળતર રકમ જમા કરાવી છે, તે રકમ હરણી તળાવમાં…









