- જૂનાગઢ
વિસાવદર પેટાચૂંટણી બાદ જવાહર ચાવડા સક્રિય થતાં અનેક તર્કવિતર્ક
જૂનાગઢઃ વિસાવદર પેટાચૂંટણી બાદ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરીથી સક્રિય થતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઘણા લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા જવાહર ચાવડાએ વિસાવદર, વંથલી, માણાવદરમાં બેઠકો શરૂ કરી હતી. તેમણે અહીં સ્થાનિક આગેવાનો સાથે સામાજિક અને રાજકીય ચર્ચાઓ…
- રાજકોટ
રાજકોટમાં શિક્ષિકાને સસ્તામાં ડ્રેસ લેવાની લાલચ મોંઘી પડી, જાણો વિગત
રાજકોટઃ શહેરમાં રહેતી એક શિક્ષિકાને સસ્તામાં ડ્રેસ લેવાની ઓનલાઈન લાલચ મોંઘી પડી હતી. શિક્ષકા સાથે રૂ. 27 હજારની છેતરપિંડી આચરવામાં આવી હતી. વધુ પૈસાની માંગણી કરતા શિક્ષિકાએ ના પાડી હતી. જેથી ઠગબાજોએ શિક્ષિકાને તમારે ફરિયાદ કરવી હોય તો કરો, પોલીસ…
- રાજકોટ
RMCની સામાન્ય સભા બની તોફાની, કોંગ્રેસે હાથમાં પાટાપીંડી કરી બિસ્માર રસ્તા વિરોધ કર્યો
રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજની સામાન્ય સભા તોફાની બની હતી. બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસે પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નગરસેવક હાથ અને કમર પર પાટા બાંધીને પહોંચ્યા હતા. જ્યારે મનસુખ સાગઠિયા સામે પણ તપાસ કરવા ઈડીને મંજૂરી આપવામાં આવી હતી.…
- અમદાવાદ
ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેરઃ બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 4.17 ઈંચ વરસાદ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને લઈ…
- અમદાવાદ
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે રિવરફ્રન્ટ મૂન ટ્રેલનું મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો…
- સુરત
સુરતમાં 10 હની ટ્રેપ ગેંગ સક્રિયઃ 20 ટકા કમિશનથી મહિલાઓ કરતી હતી કામ
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક કે બે નહીં 10 જેટલી હનીટ્રેપ ગેંગ સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. એસઓજીને મળેલી બાતમી અનુસાર આ ગેંગની ખાસ મોડસ ઓપરેન્ડી હતી. ધનાઢ્ય યુવકોને ફસાવવા માટે સુંદર મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને…
- અમદાવાદ
અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હવેથી 5 ટકા વનીકરણ ફરજિયાત કરવું પડશે
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન શહેરનું વનીકરણ (ગ્રીન કવર) વધારવા નવી પોલીસી લાવશે. જે મુજબ નવી ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમમાં ગ્રીન કવર માટે પાંચ ટકા જમીન ફરજિયાત ફાળવવી પડશે. આ ફાળવણીમાંથી 1 ટકા વિસ્તારને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરી જંગલો માટે…
- રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તોફાની બનવાની શક્યતા…
રાજકોટઃ આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની બેઠક યોજાશે. જેમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો વશરામ સાગઠિયા, કોમલ ભારાઈ, મકબુલ દાઉદાણી અને ભાનુબેન સોરાણી દ્વારા વિવિધ પ્રશ્નો મુકવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના રોડ-રસ્તાની બિસ્માર હાલત, સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા અને…
- ઇન્ટરનેશનલ
ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકાથી થયો મોહ ભંગ, જાણો શું છે કારણ…
ન્યૂ યોર્કઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા નિયમો કડક કર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકાથી મોહ ભંગ થયો છે. અમેરિકા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 70 ટકાનો…