- સુરત
સુરતમાં ‘રેઈનકોટ ચોર’ પકડાયો, ₹13 લાખથી વધુના હીરા રિકવર…
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ઘણી વખત હીરા ચોરીની ઘટના સામે આવતી રહે છે. આવી જ એક ઘટના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. એક ચોર હીરા ફેક્ટરીની ઑફિસમાં ઘૂસીને ₹13 લાખ 65 હજારની કિંમતના હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયો…
- આપણું ગુજરાત
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં આ ગુજરાતી કંપનીની બતાવાશે યશોગાથા…
ગાંધીનગરઃ ટોરેન્ટ ગ્રુપના સ્થાપક અને પ્રેરણારૂપ વ્યક્તિત્વ ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ કહેવાય છે. તેમણે એવા સમયે સ્વદેશી દવાઓ બનાવવાની શરૂઆત કરી હતી જ્યારે દેશ મહત્વપૂર્ણ દવાઓ માટે આયાત પર નિર્ભર…
- અમદાવાદ
અમદાવાદમાં RTO સર્કલ પાસેથી રેવન્યૂ ક્લાર્ક રૂપિયા 9 લાખની લાંચ લેતા ઝડપાયો
અમદાવાદઃ લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. તેમ છતાં કેટલાક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદમાં આરટીસો સર્કલ પાસેથી મહેસાણા કલેકટર કચેરીમાં જમીન શાખા (એનએ) ટેબાલમાં રેવન્યુ કલાર્ક (વર્ગ-3) તરીકે નોકરી કરતો એક યુવક રૂપિયા 9…
- આપણું ગુજરાત
જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો, પાટીલને લઈ કહી આ વાત
અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી અંગેની લાંબા સમયથી ચાલતી અટકળોનો શનિવારે અંત આવ્યો હતો. 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ હતી. ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત…
- દાહોદ
દાહોદના લીમખેડામાં પરિણીતાનો બે પુત્રો સાથે રેલવે ટ્રેક પર ઝંપલાવી આપઘાત
દાહોદ: જિલ્લાના લીમખેડા નજીક એક પરણિત મહિલાએ પોતાના બે નાના પુત્રો સાથે રેલવે ટ્રેક પર ઝંપલાવી આપઘાત કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના લીમખેડા રેલવે સ્ટેશન નજીક બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાએ પાંચ વર્ષના અને ત્રણ…
- આપણું ગુજરાત
જયેશ રાદડિયાનું નામ લીધા વિના સી.આર. પાટીલની ટકોર, ચૂંટણી રાજકીય હોય કે સહકારી ક્ષેત્રની પાર્ટીનું મેન્ડેટ જ અંતિમ
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. કમલમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટીલે સૌરાષ્ટ્રના પ્રભાવશાળી સહકારી ચહેરા જયેશ રાદડિયાને નિશાન બનાવી ટકોર કરી હતી. પાટીલે જાહેર મંચ…
- અમરેલી
સાવરકુંડલા-મહુવા રોડ પર ઓવરબ્રિજનું કામ શરૂ: વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર
અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા સાવરકુંડલા-મહુવા રોડ પરના રેલવે ફાટક નં. 67/બી પર ઓવરબ્રિજબનાવવાની કામગીરી શરૂ થઈ હતી. આ કામગીરી ‘રેલવે ફાટક મુક્ત ગુજરાત અભિયાન’ હેઠળ ચાલી રહી છે. કામગીરી પ્રગતિમાં હોવાથી વાહનચાલકોની સુવિધા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે…
- ભાવનગર
ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભાવનગરઃ સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ફૂડ વિભાગની ટીમે 1220 કિલોગ્રામ નકલી દૂધનો માવો કબજે કરી સંચાલકની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ભાવનગરના સિહોરમાં દેવગાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરી ખાતે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત…
- રાજકોટ
‘નકલી શક્તિ’નો ખેલ ખતમ: રાજકોટમાં દવાની આડમાં ચાલતું સેક્સ પાવર વધારવાના નામે ઠગાઈનું કોલ સેન્ટર પકડાયું…
રાજકોટઃ ભાયાવદર પાસે કોલ સેન્ટરની આડમાં ચાલતું સેક્સ પાવર વધારવાની દવાનું કૌભાંડ ઝડપાયું હતું. મેડિકલ સ્ટોરમાં ધમધમતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ લોકોની ઉંમર 19 થી 24 વર્ષ હતી. સૂત્રોના…