- ભાવનગર
ગુજરાતમાં દારૂનું દૂષણ: ભાવનગરના સરતાનપર ગામમાં 700 વિધવા, દારૂબંધીના દાવા પર સવાલ
ભાવનગરઃ ગુજરાતમાં દારૂ બંધી માત્ર કહેવા પૂરતી છે, માંગો ત્યારે દારૂ છૂટથી મળી રહે છે. ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભા દરમિયાન અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા,…
- અમરેલી
અમરેલીના સાવરકુંડલામાં બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો
અમરેલીઃ જિલ્લો ગીર ફોરેસ્ટ ડિવિઝનના નજીક હોવાને કારણે અહીં દીપડાના હુમલાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામમાં બે દિવસ પહેલા એક છ વર્ષની બાળકીનો શિકાર કરનાર દીપડોપાંજરે પુરાયો હતો. દીપડાને ઘટનાસ્થળ નજીકથી જ પકડાયો હતો.…
- ગોંડલ
ગોંડલ યાર્ડમાં મગફળીની ધૂમ આવકઃ 2 કિમી વાહનોની લાઈન લાગી
ગોંડલઃ અહીંના માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌથી વધુ મગફળીની આવક થઈ હતી. આશરે 85 હજાર ગુણીની મગફળીની આવક થતાં યાર્ડ બહાર 2 કિમી લાંબી લાઈન લાગી હતી. હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. યાર્ડ સત્તાધીશો દ્વારા…
- કચ્છ
કચ્છમાં ‘મૂન-માર્સ એનાલોગ મિશન’નો પ્રારંભ: ભારત બનશે અવકાશી સંશોધનનું કેન્દ્ર…
ઓસ્ટ્રિયન સ્પેસ ફોરમ દ્વારા આયોજિત સિમ્યુલેશનમાં ‘આકા સ્પેસ’ ભારતનું કરશે પ્રતિનિધિત્વ ભુજઃ ભારત આ મહિનાના અંતમાં વિશ્વના સૌથી મોટા મૂન-માર્સ એનાલોગ સિમ્યુલેશનમાં પ્રથમ વાર જોડાશે. ઓસ્ટ્રિયન સ્પેસ ફોરમ દ્વારા સંકલિત આ આંતરરાષ્ટ્રીય મિશનમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે અમદાવાદ સ્થિત આકા…
- Top News
ગુજરાત પરથી ટળ્યો શક્તિ વાવાઝોડાનો ખતરોઃ પાલનપુરમાં ધોધમાર વરસાદ
અમદાવાદઃ અરબ સાગરમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા રાજ્ય પરથી મોટો ખતરો ટળ્યો હતો. વાવાઝોડું ડિપ ડીપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. શક્તિ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠાના મુખ્ય મથક…
- સુરત
સુરતના હીરા વેપારી સાથે 4.80 કરોડની છેતરપિંડી: દુબઈ ડાયમંડ મંગાવીને ન કર્યું પેમેન્ટ…
સુરત: શહેરમાં ઓનલાઈન છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. છ હીરા વેપારીઓએ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી દુબઈ મોટો જથ્થો મંગાવ્યો હતો. માલની ડિલિવરી થયા બાદ ગઠિયાઓએ ફોન બંધ કરી દીધો હતો. આશરે 4.80 કરોડનો માલ ગુમાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.…
- અમદાવાદ
ગુજરાતમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો વધારો: છેતરપિંડીના કેસમાં ૮૦ ટકાનો વધારો
અમદાવાદ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે 2022ની સરખામણીમાં રાજ્યમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો કુલ વધારો થયો છે. રિપોર્ટ મુજબ વિવિધ શ્રેણીઓમાં, છેતરપિંડીના કેસોમાં સૌથી વધુ…
- ગાંધીનગર
કપાસ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે: ૭૧ લાખ ગાંસડીનું ઐતિહાસિક ઉત્પાદન
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે. રાજ્યને…
- આપણું ગુજરાત
નવી ઔદ્યોગિક નીતિ: ગુજરાતમાં ઉદ્યોગોએ પ્રોજેક્ટ ખર્ચના બે ટકા રકમ કૌશલ્ય વિકાસ પાછળ ફરજિયાત ખર્ચવી પડશે…
ગાંધીનગરઃ ગુજરાત ડગલેને પગલે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જેને લઈ રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરશે, જે અંતર્ગત તમામ નવા ઉદ્યોગોએ તેમના પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા બે ટકા રકમ કૌશલ્ય વિકાસ પાછળ ફરજિયાત ખર્ચ કરવી પડશે.…