- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર: કાર-ડમ્પર અકસ્માતમાં 4 મહિલાનાં કમકમાટીભર્યા મોત, પંથકમાં શોક
સુરેન્દ્રનગરઃ રાજ્ય માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. સુરેન્દ્રનગર-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝેઝરી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ…
- અમદાવાદ
તહેવારોની સિઝન દરમિયાન રાજ્યમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 65 ટકા ઘટ્યું, જાણો શું છે કારણ
અમદાવાદઃ કેન્દ્ર સરકારે નવરાત્રીથી ઘટાડેલા જીએસટીની અસર રાજ્યમાં સેકન્ડ હેન્ડ કાર માર્કેટ પર જોવા મળી હતી. રાજ્યમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 65 ટકા ઘટ્યું હતું. જીએસટીમાં થયેલા તીવ્ર ઘટાડાએ આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને પ્રી-ઓન્ડ (સેકન્ડ-હેન્ડ) બજારથી દૂર કર્યા હતા, જેના…
- આપણું ગુજરાત
પક્ષીપ્રેમીઓ માટે મહત્ત્વના સમાચારઃ ધોલેરામાં પક્ષીઓની 171 અને પતંગિયાની 25 પ્રજાતિ મળી
અમદાવાદઃ પ્રકૃતિ નિરીક્ષકો દ્વારા બે દિવસ સુધી ધોલેરાનો સર્વે કર્યો હતો. જેમાં 171 પ્રજાતિઓના આશરે 50000 પક્ષીઓ તેમજ 25 પ્રજાતિઓની પતંગિયાઓ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિરીક્ષણ કરાયેલા વિસ્તારોમાં મુખ્યત્વે બે પ્રજાતિઓનું પ્રભુત્વ હતું, જે વરુ, શિયાળ, લોમડી, નોળિયા અને…
- આપણું ગુજરાત
ગુજરાતની બે કંપનીની કફ સિરપ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર, ઉત્પાદન બંધ કરાવી જથ્થો પરત ખેંચવાનો આદેશ
શેપ ફાર્મા અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ સામે કડક કાર્યવાહી: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપી માહિતી, ૧૪ નમૂના લેબમાં મોકલાયા. ગાંધીનગરઃ દેશમાં મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યમાં બાળકોને અપાતી કફ સિરપને કારણે બાળકોના મોતના કિસ્સા પછી સમગ્ર દેશમાં કફ સિરપ બનાવતી કંપનીઓ…
- અમદાવાદ
અમદાવાદ: આશીર્વાદના બહાને બારની જેમ ડાન્સ પાર્ટી કરનારા યુવકની ધરપકડ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદઃ શહેરના કુબેરનગરમાં જાહેર રસ્તા પર ડાન્સ પાર્ટી અને અશ્લીલ હરકતોનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવકો અને એક યુવતીની બીભત્સ ડાન્સ અને નોટોનો વરસાદ કરતાં જોવા મળ્યા હતા. મુકેશ મકવાણા નામના વ્યક્તિએ તેના જન્મદિનની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન…
- સુરત
સુરત: માતા-પિતાના ઠપકાથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી, માતાનું હૈયાફાટ રૂદન…
સુરત: ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીના નવમા માળેથી 12 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. આ વિદ્યાર્થી આપઘાત કરવા લિફ્ટમાં રેસિડેન્સીના નવમા માળે જતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. હાલ તો વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોવાથી વાંચવા બાબતે માતા-પિતાએ ઠપકો આપતાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘ઘૂસણખોરી’! અંકલેશ્વરમાં ગેરકાયદે રહેતી ત્રણ બાંગ્લાદેશી મહિલા પકડાઈ…
અંકલેશ્વરઃ સારંગપુર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી હતી. આ મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓએ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે…
- અમદાવાદ
અમદાવાદના નરોડામાં ગટરના ઉભરાતા પાણીથી ત્રાહિમામ: ધારાસભ્યનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો…
છેલ્લા 6 મહિનાથી સમસ્યા, રજૂઆતો છતાં ધ્યાન ન અપાતા અનસુયા નગર, બીડી કામદારનગર સહિતના લોકોએ કર્યો ઉગ્ર વિરોધ અમદાવાદઃ શહેરના નરોડા વિધાનસભામાં સરદારનગર વોર્ડમાં નોબલનગર અને અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો સમયસર ન થતા હોવાને પગલે પ્રજામાં ભારે રોષ છે.…
- ભુજ
કચ્છીઓ માટે ખુશખબરઃ દિવાળી પહેલા એર ઈન્ડિયા ભુજ-મુંબઈની ફ્લાઈટ શરૂ કરશે
ભુજ/મુંબઈઃ ગુજરાતમાં કચ્છ રણોત્સવની શરૂઆત પહેલા એર ઈન્ડિયાએ પ્રવાસીઓને સારા સમાચાર આપ્યા હતા. એર ઈન્ડિયા 26 ઓક્ટોબરથી મુંબઈ-કચ્છ ફ્લાઇટ શરૂ કરશે. મુંબઈથી પ્રવાસીઓ સીધા જ કચ્છ પહોંચી શકશે. રણોત્સવની ઓક્ટોબરના અંતમાં શરૂઆત થવાની શક્યતા છે. કચ્છના સફેદ રણનો નજારો માણવા…