- અમદાવાદ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 90 ટકાથી વધુ વરસાદ, જાણો છેલ્લા 12 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ…
- જૂનાગઢ
સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા સામે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, જાણો વિગત
જૂનાગઢઃ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભર ચોમાસે ગરમાવો આવ્યો હતો. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ખટારિયાના આરોપ મુજબ, પૂર્વ પ્રધાને મળતિયાઓ પાસેથી 25-25 લાખ લઈ જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ બેંકમાં ભરતીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાટીલને કહી…
- વડોદરા
રાહુલ ગાંધીની ટિપ્પણી પર વડોદરામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું
વડોદરાઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા વિશે કરેલી અપમાનજક ટિપ્પણીથી સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે. વડોદરામાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે પોલીસ પૂતળું લઈને ભાગતી…
- સુરત
સુરતમાં મનપાના કચરાની ગાડીએ લીધો સ્ટેટ લેવરની રનરનો ભોગ, જાણો વિગત
સુરતઃ શહેરમાં અકસ્માતની વધુ એક ઘટના બની હતી. મનપાની કચરાની ગાડીની અડફેટે 20 વર્ષની સ્ટેટ લેવલની રનરનું મોત થયું હતું. મનપાના કચરાના ટેમ્પો ચાલકે તેને ટક્કર મારતાં તેણી મોપેડ પરથી પટકાઇ હતી અને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત…
- પંચમહાલ
હાલોલમાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ, પાવાગઢમાં પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો
પંચમહાલઃ હાલોલમાં સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો. હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ પડતાં પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો હતો. હાલોલમાં આભ ફાટતા…
- Top News
ગુજરાતમાં પણ શરૂ થયું વોટ ચોરી રાજકારણ, કોંગ્રેસે આપ્યા પુરાવા
અમદાવાદઃ ગુજરાતમાં પણ વોટ ચોરી મુદ્દે રાજકારણની શરૂઆત થઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની લોકસભા સીટ અંતર્ગત આવતી સુરતની ચોયાર્સી બેઠકનો ડેટા રજૂ કર્યો…
- રાજકોટ
અમિત ખૂંટ આપઘાત કેસ: સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી, અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી
રાજકોટઃ રીબડામાં અમિત દામજીભાઇ ખૂંટ આત્મહત્યા કેસમાં ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (પીપી) અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી હતી. સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ અને આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ક્યાં આવેલું છે હાંસલપુર? PM મોદી સાથે શું કનેકશન, જાણો
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હાંસલપુરમાં મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વ્હીકલ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગને ભારતના મેક ઇન ઇન્ડિયા મિશનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાની સાથે તેમણે કહ્યું હતું કે હવે ભારત ફક્ત પોતાના માટે જ નહીં,…
- અમરેલી
સંબંધોનું ખૂન: બગસરાના સાપરમાં ભાઈએ જ બહેનની હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો
અમરેલીઃ બગસરાના સાપર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક ભાઈએ તેની જ સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્ર વચ્ચેનો પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમ 87 ટકાથી વધુ ભરાયોઃ 98 ડેમ હાઇ એલર્ટ પર
અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.તેમજ આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. બંગાળની ખાડી પાસે…