- આપણું ગુજરાત

રાજ્યમાં 2030 સુધીમાં ઘરેલું પાણીના વપરાશમાં 30 ટકા વધારો થવાનો અંદાજ…
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, રાજ્યમાં ઘરેલુ પાણીની જરૂરિયાતમાં 2030 સુધીમાં 30 ટકાથી વધુનો અને 2050 સુધીમાં હાલની જરૂરિયાત કરતાં બમણાથી વધુનો વધારો થવાનો અંદાજ છે. અહેવાલ મુજબ, જો જળ સંસાધનોમાં પ્રમાણસર વધારો કરવામાં નહીં આવે, તો…
- આપણું ગુજરાત

વિરમગામના ભાજપના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું નિધનઃ મુખ્ય પ્રધાને શોક વ્યક્ત કર્યો…
અમદાવાદઃ વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું નિધન થયું હતું. 75 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ 20 ઓક્ટોબરે મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર રાજકીય, સહકારી અને નાડોદા રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ…
- આપણું ગુજરાત

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું જન્મદિવસના એક દિવસ પહેલા નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો…
અમદાવાદઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. યોગેન્દ્ર મકવાણાનું 92 વર્ષની વયે નિધન થયું હતું. 22 ઓક્ટોબર 1933માં આણંદ જિલ્લાના સોજિત્રા ગામે તેમનો જન્મ થયો હતો. જન્મ દિવસના એક દિવસ પહેલાં જ તેમણે વિદાય લેતાં શોક મોજું ફરી…
- અમદાવાદ

ગજબઃ સોનાના ભાવ આસમાને પણ એફઆઈઆરમાં જૂના ભાવનો જ ઉલ્લેખ, કારણ શું?
અમદાવાદઃ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, હાલ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1.30 લાખે પહોંચ્યો છે, પરંતુ જ્યારે તેની ફરિયાદની વાત આવે ત્યારે ગુજરાતમાં પોલીસ પોતાના કેસ રેકોર્ડ્સમાં તેનું મૂલ્ય ઓછું આંકી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એવા અનેક કિસ્સાઓ…
- અમદાવાદ

સાવધાનઃ દિવાળીના દિવસે ગુજરાતમાં 5300થી વધુ ઇમરજન્સી કેસ, 58 લોકો દાઝ્યાં
અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના દિવસે 58 લોકો દાઝ્યા હતા. અમદાવાદમાં 2800 સહિત રાજ્યમાં 5300થી વધુ ઇમરજન્સી કોલ નોંધાયા હતા. સૌથી વધારે 17 લોકો અમદાવાદમાં દાઝ્યા હતા. 108 એમ્બ્યુલન્સને સામાન્ય દિવસો કરતાં 565 વધુ એટલે કુલ 5,389 ઇમરજન્સી કોલ મળ્યા હતા. રોડ…
- આપણું ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને આપી દિવાળી ભેટ, પાક નુકસાન માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું…
અમદાવાદઃ રાજ્ય સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે ₹947 કરોડનું વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજમાં કેન્દ્ર સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માંથી ₹573 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.…
- અમદાવાદ

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ઝટકો: હાઇ કોર્ટે ‘ક્લાસ-1’ કેદીનો દરજ્જો અને જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી…
અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા કરાયેલી બે મહત્ત્વની અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેદીઓ વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં. આમ…
- ગાંધીનગર

ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે ભાજપ પ્રદેશના માળખામાં ધરખમ ફેરફાર થવાની શક્યતા
ગાંધીનગરઃ ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પ્રદેશના માળખામાં મોટા ફેરફાર કરવાની વેતરણમાં છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, પ્રધાનમંડળ વિસ્તરણ બાદ ભાજપના નવું માળખું ક્યારે જાહેર થાય તેના પર સૌની નજર છે. સૂત્રોના જણાવ્યા…
- ગાંધીનગર

પાટનગરમાં રોજના સવા રૂપિયાના ભાડે ધારાસભ્યોને આલીશાન ક્વાર્ટર મળશેઃ અમિત શાહ ભાઈબીજે લોકાર્પણ કરશે…
ગાંધીનગરઃ પાટનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાનની જરૂરિયાત હોવાથી સરકારે પાંચ વર્ષ પહેલા એમએલએ ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કર્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી હતી.શહેરના સેકટર-17માં આવેલા જૂના એમએલએ ક્વાર્ટરને તોડીને 9 માળના 12 ટાવરમાં લક્ઝરિયસ ફ્લેટ…
- વડોદરા

સુરક્ષાની પહેલઃ વડોદરાની એમએસ યુનિવર્સિટીના તમામ કેમ્પસમાં ફાયર સેફ્ટી સિસ્ટમ્સ લાગશે…
યુનિવર્સિટીના ૧૪૦ જેટલા ભવનને સમાવી લેવાશે, હેરિટેજ સ્ટ્રક્ચર્સમાં કામગીરીનો મોટો પડકાર વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં નેશનલ બિલ્ડિંગ કોડ માર્ગદર્શિકા અનુસાર તેના તમામ ભવનોમાં ફાયર સેફ્ટિ સિસ્ટમ લગાવાશે. આ પ્રોજેક્ટ માટે આશરે ₹ ૧૫ કરોડ ખર્ચ થશે. આ પહેલના…









