- આપણું ગુજરાત
ગુજરાતી NRI સાવધાન: ભારતમાં મિલકત વેચતા પહેલા ટેક્સના નવા નિયમો જાણી લો, નહીંતર લાગશે મોટો ફટકો…
અમદાવાદ: 23 જુલાઈ, 2024 પછી ભારતમાં સ્થાવર મિલકત વેચનાર બિન-નિવાસી ભારતીયો (NRIs)ને આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે અણધાર્યો ટેક્સનો આંચકો લાગી રહ્યો છે. બજેટમાં લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) ટેક્સના માળખામાં થયેલા ફેરફારોને કારણે ઘણા NRIsએ હવે નોંધપાત્ર રીતે વધુ…
- ગાંધીનગર
રક્ષાબંધન: બહેને ભાઈને આપી કિડની, રક્ષાના વચન સાથે આપ્યું નવજીવન…
અમદાવાદ :તા. 8 ઓગસ્ટ, 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. રક્ષાબંધનને લઈ ઘણી જાણીતી કથાઓ છે. ભારતમાં ભાઈ બહેનની અને બહેન ભાઈની હરહંમેશથી રક્ષા કરતા આવ્યા છે. આધુનિક અને મોડર્ન ગણાતી એકવીસમી સદીમાં પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને…
- વડોદરા
2000થી વધુ સાપને બચાવનાર યુવકનો કાળ સાપ જ બન્યો, સર્પદંશથી કરુણ મોત
વડોદરાઃ શિનોર તાલુકાના અવાખલ ગામે ઝેરી સાપ નીકળતા પ્રાણી ફાઉન્ડેશનના અશોક પટેલ સાપને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધુ હતું, પરંતુ આ દરમિયાન ચૂક થતાં સાપે રેસ્ક્યુઅરના હાથ પર દંશ માર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108…
- બનાસકાંઠા
કર્ણાટકથી 45 લાખની ચાંદીની લૂંટ કરી ભાગેલા ચાર આરોપીઓ પાલનપુરથી ઝડપાયા, જાણો વિગત
બનાસકાંઠાઃ કર્ણાટકના મૈસુરમાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો હતો. ગત મહિને મૈસુરમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 30 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. આ લૂંટમાં બનાસકાંઠાના શખ્સો સંડોવાયેલા હતા. લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને બંદૂક બતાવી બંધક બનાવીને 45 લાખથી વધુની કિંમતની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અછતવાળા જિલ્લાઓમાં ખાતર મોકલવાનો નિર્ણયઃ જુવારના વાવેતરમાં ફટકો
ગાંધીનગરઃ રાજ્યના વિવિધ જિલ્લામાં ખાતરના વધતા ભાવ વચ્ચે અછત ઊભી થવાના અહેવાલ વચ્ચે હવે કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી ખાતર ખેડૂતોને મોકલાશે. અછતવાળા જિલ્લાઓમાં ખાતરને પ્રાથમિકતા આપવામાં આવશે. રોજ આઠથી 10,000 મેટ્રિક ટન જથ્થો કેન્દ્રમાંથી મળશે. ખાતર માટે તૈયાર કરેલા કંટ્રોલ…
- આપણું ગુજરાત
મેઘરાજાના વિરામથી ખેડૂતો ચિંતામાંઃ 13 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ…
ગાંધીનગર: અષાઢ મહિનાના અંત બાદ રાજ્યમાં વરસાદની સ્થિતિ નબળી રહી છે. શ્રાવણ મહિનાના સરવડાં સિવાય રાજ્યમાં એકંદરે વરસાદ ઘટ્યો છે. હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. હાલ સૌરાષ્ટ્રમાં ૩૬.૨૦ લાખ એટલે કે આશરે ૯૯ ટકા જેટલું…
- ગાંધીનગર
કમલમમાં ભાજપની બેઠકમાં જયેશ રાદડિયા, હાર્દિક પટેલ સહિત 30 ધારાસભ્ય ગેરહાજર
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગરઃ પાટનગર સ્થિત કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની તિરંગા યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ હતી. અહીંની બેઠકમાં તિરંગા યાત્રા અભિયાનના ઇન્ચાર્જ મધ્ય પ્રદેશ ખજુરાહોના સાંસદ વીડી શર્મા ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી…
- અમદાવાદ
6 વર્ષની લડાઈ બાદ ખેડૂતોની જીત થઈઃ ગુજરાત હાઇ કોર્ટે પાકવીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો
અમદાવાદઃ છ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી હતી. ગુજરાત હાઇ કોર્ટે 2017-18ના ખરીફ પાકમાં થયેલા નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. હાઇ કોર્ટે એસબીઆઈ ઈન્શ્યોરન્સ કંપનીને લાયકાત ધરાવતા 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ 8…
- અમદાવાદ
અમદાવાદમાં વધુ એક અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ઉપરાંત, લાંભા વોર્ડમાં…
- આપણું ગુજરાત
અંબાજી મંદિરમાં ધર્મ અને ટેકનોલોજીનો સંગમ: યાત્રાળુઓની સુવિધા માટે નવું ડેટા સેન્ટર
(અમારા પ્રતિનિધિ તરફથી)અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ પ્રધાન અને…