- આણંદ (ચરોતર)
‘દૂધિયું રાજકારણ’: GCMMFની આવતીકાલે ચૂંટણી, જાણો કોણ બનશે અમૂલના નવા સુકાની?
આણંદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આવતીકાલે (22 જુલાઈ) ચૂંટણી યોજાશે. હાલમાં ચેરમેન તરીકે સાબર ડેરીના શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વલમજી હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો…
- રાજકોટ
19 કરોડની ઉચાપતના કેસમાં સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાની જામીન અરજી કોર્ટે ફગાવી
રાજકોટઃ રાજકોટમાં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળીના બહાને ડિપોઝીટરોના રૂ.૧૯ કરોડની ઉચાપતના ગુનામાં પકડાયેલા પ્રમુખ અલ્પેશ ગોપાલભાઈ દોંગાની ચાર્જશીટ બાદની જામીન અરજી ખાસ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી હતી. અલ્પેશ દોંગા અને તેના સાગરીત નિલેષ ચંદુભાઈ લીંબાસીયાએ મની પ્લસ…
- અમદાવાદ
ગુજરાતમાં નેશનલ મેડિકલ કમિશનનો સપાટોઃ 250 મેડિકલ સીટ ઘટાડી, કઈ કોલેજો પ્રભાવિત?
અમદાવાદઃ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ ગુજરાતની વિવિધ સંસ્થાઓમાં 250 મેડિકલ કોલેજની બેઠકમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. એનએમસીનું આ પગલું દેશવ્યાપી 6,000થી વધુ બેઠકમાં કાપ મૂકવાનો એક ભાગ છે, જે લગભગ 750 કોલેજને અસર કરશે. તાજેતરમાં વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં…
- અમદાવાદ
સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ: અમદાવાદમાં એડમિશન બમણા થયા
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા મુદ્દે સ્કૂલ-કોલેજથી લઈને યુનિવર્સિટી પર ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ જેવા મહાનગરમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં નવા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ: 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, 114 તાલુકામાં મેઘમહેર…
અમદાવાદઃ ગુજરાતમાં રવિવારની રાતથી અનેક તાલુકા-જિલ્લાને સમાવી લેતા નવા રાઉન્ડથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેથી ખેડૂતોને પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડ પર બ્રેક: હવે દરેક ઓપન પ્લોટ દસ્તાવેજની થશે 100% ચકાસણી
ગાંધીનગરઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્ટેમ્પ ડ્યુટીમાં કૌભાંડ થતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જે મુજબ બાંધકામવાળી મિલકતો હોય અને તેને પ્લોટ (ખુલ્લી જમીન) જણાવી દસ્તાવેજોની નોંધણી કરવામાં આવતી હતી. આ ગેરરીતિને અટકાવવા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક…
- અમદાવાદ
વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતાઃ દર કલાકે એક વ્યક્તિની આત્મહત્યા
અમદાવાદઃ રવિવારે અમદાવાદના બગોદરામાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો ત્યાર બાદ ફરી એક વખત ગુજરાતના વિકાસના મુદ્દે પ્રશ્નો ઉભા થાય છે. આ દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 લોકોએ આપઘાત કર્યો હતો.…
- સુરત
સુરતના ખાડા બન્યા મુસીબત: 1 KM લાંબો જામ, એમ્બ્યુલન્સ પણ અટવાઈ…
સુરતઃ રાજ્યમાં પડેલા સારા વરસાદના કારણે અનેક શહેરોના રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે. ખાડાના કારણે અકસ્માતની સંખ્યા પણ વધી છે અને શારીરિક તકલીફોમાં પણ વધારો થયો છે. આ દરમિયાન સુરતમાં સહારા દરવાજા ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં વરસાદથી 18 લોકોનાં મોત, જાણો ગુજરાત સહિત દેશભરમાં રવિવારે કેવું રહેશે હવામાન
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 18 લોકોના મોત થયા છે, જ્યારે રાજસ્થાનના અનેક જિલ્લામાં પૂર જેવી હાલત છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળ માટે ભારે વરસાદનું…