- રાજકોટ
રાજકોટઃ ૧૮૫ લોકોને સી.એ.એ. અંતર્ગત મળ્યું ભારતીય નાગરિકત્વ, હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત…
રાજકોટઃ “ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો”.. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા… અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ…
- અમદાવાદ
કપરાડામાં 6.34 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી જમાવટ કરી હતી. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 6.34 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાપીમાં 3.82 ઈંચ, માંડવી (સુરત)માં 1.85 ઈંચ, ખેરગામમાં 1.73 ઈંચ, ધરમપુરમાં 1.61 ઈંચ,…
- આપણું ગુજરાત
‘શ્રાવણ’ના પહેલા દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટીઃ ‘હર હર ભોલે’ના નાદથી ગૂંજી ઊઠ્યું
સોમનાથઃ પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી શુભારંભ થયો હતો. શિવ ઉપાસના માટે ઉત્તમ ગણાતા આ માસમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવની દિવ્ય પ્રાતઃ આરતીના દર્શન કરી અભિભૂત બન્યા હતા. અરબી…
- ગાંધીનગર
ગાંધીનગર હિટ એન્ડ રન કેસના આરોપીએ પોલીસ સમક્ષ શું કર્યો મોટો ખુલાસો?
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતકની ઓળખ હંસાબેન…
- આપણું ગુજરાત
રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતમાંઃ આમ આદમી પાર્ટી સાથે નહીં લડે ચૂંટણી…
અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) સાથે ગઠબંધન નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી. અમિત ચાવડાએ કહ્યું હતું…
- દાહોદ
SBI દાહોદ કૌભાંડ: નકલી દસ્તાવેજોથી ₹ 5.50 કરોડની લોન આપી, અઢાર ઝડપાયાં
દાહોદઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)માં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. દાહોદની બે બ્રાંચમાં નકલી દસ્તાવેજોથી લોનનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં જે લોકો લોનને લાયક નહોતા તેમને લોન આપવામાં આવી હતી. બેંકના ઓડિટ…
- સુરત
સુરતમાં હીરા કામદારોને નિશાન બનાવતી ‘મશરૂ ગેંગ’નો આતંક: હનીટ્રેપ ગેંગ એક્ટિવ
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હીરા કામદારોને હનીટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી 29 ગેંગ સક્રિય હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. ગેંગના સભ્યો સોશિયલ મીડિયા અને લિફ્ટ મેળવવાના બહાને હીરા કામદારોને ટાર્ગેટ કરતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સુરતમાં રત્ન કલાકારોને…
- અમદાવાદ
ભારતના ‘માન્ચેસ્ટર’ ગણાતા અમદાવાદની એકમાત્ર મિલ બનશે ‘ભૂતકાળ’, છેલ્લી મિલ પર લાગશે પાટિયા
અમદાવાદઃ એક સમયે અમદાવાદની ઓળખ માન્ચેસ્ટર તરીકેની હતી, પરંતુ ધીમે ધીમે મિલો બંધ થવા લાગી. મિલો બંધ થતાં લોકો અન્ય ધંધા-રોજગાર તરફ વળ્યા હતા. હાલ અમદાવાદમાં માત્ર એક જ કાર્યરત મિલ છે. નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છેલ્લી કાર્યરત મિલ…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમ 59 ટકા ભરાયોઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ…
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમ 59.03 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 60.88 ટકા ભરાયેલા છે. રાજ્યમાં સિઝનનો…