- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલોઃ અત્યાર સુધીમાં 56,000થી વધુ લોકોના મૃત્યુ
ગાઝાઃ ગાઝા પર ઈઝરાયલે ફરી હુમલો કર્યો હતો. શિફા હૉસ્પિટલના કર્મચારીઓ અનુસાર ગાઝા શહેરના પેલેસ્ટાઈન સ્ટેડિયમમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. સ્વાસ્થ્ય કર્મચારીઓ મુજબ, આ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોના મૃત્યુ થયા છે. હૉસ્પિટલના મુજબ જણાવ્યા દક્ષિણ ગાઝામાં વિસ્થાપિતો માટે…
- વડોદરા
વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી 200 કિલોના મહાકાય મગરનો મૃતદેહ મળ્યો: 6 મહિનામાં નવમો બનાવ…
વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદીમાં મગર મોટી સંખ્યામાં રહે છે. પરંતુ છેલ્લા થોડા મહિનાથી સમયાંતરે નદીમાંથી મગરના મૃતદેહ મળી આવે છે. આજે સવારે કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે કમાટીબાગના બ્રિજ પાસેથી વધુ એક મગરનો મૃતદેહ નદીમાં જોવા મળતા લોકોના ટોળા જામ્યા હતા.…
- નેશનલ
પાકિસ્તાનની ‘નાપાક’ મુરાદ: ‘ઓપરેશન સિંદૂર’માં તબાહ થયેલા લોન્ચ પેડ્સ ફરી કરી રહ્યું છે નિર્માણ
લાહોરઃ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો હતો. આ કાર્યવાહીથી ભારતે આતંકી લોંચપેડ્સને તબાહ કર્યા હતા. જોકે હવે પાકિસ્તાન દ્વારા આ લોંચપેડ્સ ફરીથી બનાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનની સેના, ગુપ્તચર એજન્સી તથા આઈએસઆઈ અને…
- વડોદરા
અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો પરેશાન
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. નેશનલ હાઇવે પર વાહનોના થપ્પા લાગતાં કામ અર્થે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ઉપરાંત આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકને…
- આપણું ગુજરાત
ભાજપના પ્રધાન ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમાર ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા
અમદાવાદ: કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપને આઘાત લાગ્યો હતો. ભાજપે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી તેમ છતાં વિસાવદર સીટ હારી ગયું હતું. ત્યારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું…
- અમદાવાદ
એસટીની રોજની મુસાફરી મોંઘી થશે: પાસધારકોના ખિસ્સા પર ભારણ વધશે
અમદાવાદઃ એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો હતો. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ 15 દિવસનું ભાડું ચુકવી 30 દિવસની મુસાફરી અને 45 દિવસનું ભાડું ચુકવી 90 દિવસ મુસાફરી…
- અમરેલી
સાવરકુંડલા: થોરડીમાં સિંહે બાળકને ફાડી ખાધો, પંથકમાં ફફડાટ
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં સિંહે એક પાંચ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું મળતી માહિતી મુજબ, સાવરકુંડલા તાલુકાના થોરડી અને…
- અમદાવાદ
અમદાવાદમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન
અમદાવાદઃ શહેરમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નરોડા, બાપુનગર, નિકોલ, રાણીપ, વાડજ, વસ્ત્રાપુર, બોપલ, પંચવટી, શીલજ એમ પૂર્વથી લઈ પશ્ચિમના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોએ…
- રાજકોટ
રાજકોટમાં કોરોનાના 4 નવા કેસ નોંધાયાઃ 30 દર્દી હોમ આઈસોલેશનમાં
રાજકોટઃ રાજકોટ શહેરમાં આજે કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. નવા નોંધાયેલા કેસમાં 3 મહિલા અને 1 પુરુષ હતો. રાજકોટ શહેરની કુલ કોરોના કેસની સંખ્યા 195 પર પહોંચી હતી. હાલ રાજકોટ શહેરમાં…
- અમદાવાદ
ગુજરાતમાં પ્રથમ વખત માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC એ ભરતી બહાર પાડી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં જીપીએસસી દ્વારા 102 ભરતી બહાર પાડવામાં આવી હતી. નાયબ સેક્શન અધિકારી (સચિવાલય) વર્ગ – 3ની 92, નાયબ સેક્શન અધિકારી (ગુજરાત વિધાનસભા) વર્ગ – 3-ની 1 તથા નાયબ સેક્શન અધિકારી (ગુજરાત જાહેર સેવા આયોગ)ની – 9 જગ્યા…