- આપણું ગુજરાત
PM Modi ફરી આવશે ગુજરાતઃ માદરે વતન વડનગર અને બેચરાજીની લેશે મુલાકાત
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 24-25 ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ દરમિયાન ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતાઓ સાથે બેઠકની શક્યતા છે. પીએમ મોદી માદરે વતન વડનગર અને બેચરાજીની પણ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન…
- આપણું ગુજરાત
ગુજરાતના નિકાસકારો પર ટેરિફનો ‘ખતરો’: કાપડ, રસાયણ અને રત્ન ઉદ્યોગોમાં ચિંતા
અમદાવાદઃ વૈશ્વિક વેપાર તણાવ વધતા અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લગાવવાની ધમકીએ ગુજરાતના ઉત્પાદન ક્ષેત્ર પર મોટો ખતરો ઊભો કર્યો છે. ભારતની ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટો ફાળો આપનારું ગુજરાતનું ઉત્પાદન ક્ષેત્ર ખાસ કરીને કાપડ, રસાયણ, રત્નો, સિરામિક્સ અને…
- વલસાડ
વલસાડમાં ઝાડ પર ‘આરામ’ ફરમાવતો જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
વલસાડઃ અહીંના જિલ્લાના ચનવઈ ગામમાં દીપડો જોવા મળતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આંબાના ઝાડ પર આરામ ફરમાવતા દીપડાને લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો. ગામમાં દીપડો હોવાની વાત વાયુવેગે પ્રસરતાં લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા અને વન વિભાગને જાણ…
- અમદાવાદ
અમદાવાદઃ નહેરૂનગર અકસ્માત કેસ, આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ મેથીપાક ચખાડ્યો, જુઓ વીડિયો…
અમદાવાદઃ નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીના પૂતળા પાસે બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક બેફામ કારે BRTS કોરિડોર પાસે એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ ફરાર થઈ ગયેલો કારચાલક રોહન સોનીએ ગઈકાલે…
- આપણું ગુજરાત
બિન-અનામત આયોગમાં ખાલી જગ્યાઓ ભરો, નહીં તો આંદોલન: પાટીદાર અને રાજપૂત સમાજની સરકારને ચીમકી…
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન પૂરું થયા બાદ સરકારે પાટીદારોની માગણી સ્વીકારતા સમયે આર્થિક નબળા વર્ગો માટે ઈડબલ્યુએસની જાહેરાત કરી હતી. તેની સાથે સાથે બિન-અનામત આયોગની પણ જાહેરાત કરી હતી. આ બિન-અનામત આયોગના ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિમણૂક બાકી છે, જેથી…
- આપણું ગુજરાત
રાજ્યમાં 41 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર યોજના, સરકારે રૂ. ૬૧૬.૬૭ કરોડ ફાળવ્યા…
અમદાવાદ: ગુજરાતની 32,000થી વધુ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા પ્રિ-પ્રાઈમરીથી ધોરણ 8 સુધીના લગભગ 41 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પૂરતું પોષણ મળે તે હેતુથી 2024માં ‘સુપોષિત ગુજરાત મિશન’ હેઠળ ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી.આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો…
- રાજકોટ
રાજકોટમાં ’શૌર્યનું સિંદૂર’ લોકમેળામાં 2 ડીસીપી સહિત 1900થી પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે
રાજકોટઃ રાજકોટના લોકમેળાને હવે બે દિવસ જ બાકી છે. તા.14 થી તા.18 સુધી રેસકોર્ષ રાઉન્ડ ખાતે સાંસ્કૃતીક ’શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં રાજકોટ શહેર તથા આજુ-બાજુના ગામડાઓમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં જાહેર જનતા લોકમેળો માણવા માટે…
- ગીર સોમનાથ
ભાજપના રાજમાં સોમનાથમાં 184 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર ફરશેઃ સોમપુરા બ્રહ્મ સમાજ મેદાનમાં
સોમનાથઃ વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે પ્રસ્તાવિત કોરિડોર પ્રોજેક્ટ મુદ્દે સ્થાનિકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે, આ કોરિડોરમાં 8 મંદિર સહિત 384 મિલકતો હટાવવાની તંત્રએ કવાયત કરી છે, પરંતુ તંત્રની આ કવાયતનો સ્થાનિકો દ્વારા જોરશોરથી વિરોધ…
- રાજકોટ
રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિકસિંહની કેરળથી ધરપકડ, અમદાવાદ લાવવામાં આવ્યો
રાજકોટઃ રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે કેરાળથી ઝડપી લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની બે ટીમોએ હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીના કોચુપલ્લી રોડ પરથી શોધી કાઢ્યો હતો અને સ્વામી હોટેલ…
- અમદાવાદ
ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ 33 ટકા ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સરદાર સરોવર ડેમ તેની સંગ્રહ ક્ષમતાનો 75.28 ટકા ભરાયેલો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા હાલ 33 ડેમ 25 ટકાથી ઓછા…