- અમદાવાદ
બાળકો મોબાઇલથી હિંસા શીખે છે: વિદ્યાર્થીની હત્યા મુદ્દે ગુજરાત હાઈ કોર્ટે વ્યક્ત કરી ચિંતા
અમદાવાદઃ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે હાઇ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે ડીઈઓએ સ્કૂલને નોટિસ આપી હતી. જેને લઇ સ્કૂલ હાઇ કોર્ટમાં પહોંચી હતી. જોકે હાઇ કોર્ટે સ્કૂલને તપાસમાં ખાતરી આપવા જણાવ્યું હતું. કોર્ટ સુનાવણી દરમિયાન મહત્ત્વની ટિપ્પણી…
- આપણું ગુજરાત
મગફળીના ટેકાના ભાવે ખરીદીનું રજિસ્ટ્રેશન: SMSથી ચિંતિત ખેડૂતો માટે સરકારે કરી સ્પષ્ટતા
અમદાવાદઃ રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. આ માટે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું હતું, પરંતુ કેટલાક ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રદ થયાનો એસએમએસ આવ્યા હતા. જેને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. આ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મતદાર યાદીની થશે ચકાસણી: કોંગ્રેસે ઉઠાવેલા વોટ ચોરીના મુદ્દા બાદ તંત્ર એલર્ટ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે થોડા દિવસ પહેલા વોટ ચોરીનો મુદ્દો ઉછાળ્યો હતો. જે બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં 2002 અને 2025ની મતદાત યાદીની સરખામણી કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ કરવા માટે 24 સપ્ટેમ્બરની તારીખ પણ નિર્ધારિત કરવામાં…
- સુરત
ખેલૈયાની મજા બગાડશે મેઘરાજા, સુરત સહિત દક્ષિણ ગુજરાત જળબંબાકાર, ટ્રાફિકના ધાંધિયા
અમદાવાદ/સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે. 22 અને 23 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સુરતમાં બે કલાકમાં અઢી ઇંચથી વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી સુરતમાં…
- અમદાવાદ
અમદાવાદમાં કેટલા ગરબા આયોજકોને પોલીસે આપી મંજૂરી? જાણીને ચોંકી જશો
અમદાવાદઃ નવરાત્રિને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં ગરબા માટે 66 આયોજકોએ પોલીસની મંજૂરી માટે અરજી કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે હજુ સુધી એક…
- જૂનાગઢ
ડાયરા કિંગ દેવાયત ખવડના રિમાન્ડ થયા પૂરાઃ કોર્ટે જામીન અરજી ફગાવી
જૂનાગઢઃ ડાયરા કિંગ દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તાલાલા કોર્ટે તેમના રિમાન્ડ લંબાવ્યા નહોતા. દેવાયત ખવડે કરેલી જામીન અરજી પણ ફગાવી હતી અને તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. સરકારી વકીલે…
- રાજકોટ
રાજકોટ-મોરબીના દિગ્ગજ સિરામીક ગ્રુપ ITની રડારમાં, દરોડામાં કરોડોની રોકડ મળી
રાજકોટ/મોરબીઃ ટેક્સ ચોરીની આશંકાને પગલે રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટમાં અને મોરબીમાં મળીને કુલ 40થી વધુ સ્થળોએ મંગળવારે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ અધિકારીઓની ટીમે મોરબીમાં દિગ્ગજ લેવિસ ગ્રેનીટો સિમામીક ગ્રુપ ઉપરાંત રાજકોટમાં તેમના…
- અમદાવાદ
નવરાત્રિને કારણે આ રોડ પર રાત્રે વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
અમદાવાદઃ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ અને આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ વરસાદને લઈ બંને વર્ગ ચિંતામાં છે. અમદાવાદ, સુરત અને વડોદરા વગેરે શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, તેથી સુરક્ષા અને…
- પંચમહાલ
ગોધરામાં 13 કલાકનો વીજકાપઃ સ્થાનિક લોકોએ વીજ કચેરી પર કર્યો હલ્લાબોલ
પંચમહાલઃ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં 13 કલાકના વીજકાપથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેન્ટેનન્સના નામે મુકવામાં આવેલા કાપથી લોકો અકળાયા હતા. ભાદરવાની ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોએ વીજ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો,…
- સુરત
વાપીમાં પ્રેમિકાને બીજા યુવક સાથે વાત કરતાં જોઈ ગયો પ્રેમી, બંનેનું ઢાળી દીધું ઢીમ
વાપીઃ ગુજરાતમાં ગુનાખોરની ગ્રાફ સતત વધી રહ્યો છે. યુપી-બિહારમાં બનતી ઘટના હવે ગુજરાતમાં પણ બનવા લાગી છે. વાપીમાં યુવાન અને યુવતી પર ચપ્પુ વડે હુમલો થયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને ગંભીર ઈજા પહોંચતા…