- Top News

ગુજરાત ભાજપના ક્યા નેતાને ડિજિટલ એરેસ્ટ કરવાનો થયો પ્રયાસ ?
વડોદરાઃ સાયબર ગઠિયા દ્વારા ગુજરાતના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ધારાસભ્યની સતર્કતાથી તેઓ જાળમાં ફસાયા નહોતા. મળતી વિગત પ્રમાણે, સાયબર ગઠિયા દ્વારા પૂર્વ પ્રધાન અને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ફોન કરીને હાઉસ…
- નેશનલ

ટાટા – એર્નાકુલમ એક્સપ્રેસમાં લાગી આગ, એક મુસાફરનું મોત
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના યેલામાંચિલી વિસ્તારમાં ટાટા – એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મૃત્યુ થયું છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, બે કોચમાં આગ…
- આપણું ગુજરાત

‘ભાજપ ભિખારી પાર્ટી હતી, લોકો પાસેથી સો-સો રૂપિયા ઉઘરાવીને પાર્ટી ચલાવતા ને હવે ગાયોની કતલ કરનારાં પાસેથી ફંડ લે છે’
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ ભિખારી પાર્ટી હતી, લોકો પાસેથી સો-સો રૂપિયા ઉઘરાવીને પાર્ટી ચલાવતા ને હવે ગાયોની કતલ કરનારાં પાસેથી ફંડ લે છે. તેમણે કહ્યું કે ભાજપ ગાય કાપવાની…
- વેપાર

સોના-ચાંદીમાં ‘સુનામી’: એક વર્ષમાં સોનું 80 ટકા ઉછળ્યું, ચાંદીમાં 169 ટકાનો તોફાની વધારો
અમદાવાદ: સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. સલામત રોકાણ ગણાતા સોનાનો ભાવ શુક્રવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. અમદાવાદમાં શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ 1.42 લાખ થયો હતો. વર્ષ 2025ની શરૂઆતમાં સોનાનો ભાવ આશરે 79,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ એક…
- રાજકોટ

GETCOમાં ભરતી કે ગેરરીતિ? યુવરાજસિંહે પુરાવા સાથે સરકારને ઘેરી, રાજકારણમાં ગરમાવો
રાજકોટઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જેટકોની વિરુદ્ધમાં સણસણતા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લી બે ત્રણ ભરતીઓથી માંડી અત્યારે જુનાગઢમાં ચાલી રહેલ યુનિયન નું ગેટ ટુ ગેધર તમામ જગ્યાએ જેટકો નિયમોને ઘોળીને પી ગયું છે. આવશ્યક સેવામાં…
- ભુજ

31 ડિસેમ્બર પહેલા અંજારના વરસામેડી અને આદિપુરમાં પોલીસનો દરોડો, રૂ. 1.71 લાખનો દારૂ જપ્ત!
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ આગામી ‘થર્ટી ફર્સ્ટ’ની પાર્ટી મનાવવા માટે થનગની રહેલા નશાખોરો પર તવાઈ બોલાવવા માટે સતર્ક બનેલી પોલીસે કાર્યવાહી જારી રાખી છે અને વીતેલા ૨૪ કલાક દરમ્યાન અંજાર તાલુકાના વરસામેડી ગામ અને આદિપુર ખાતેથી ૧,૭૧,૧૦૦ની કિંમતના અંગ્રેજી શરાબના…
- રાપર

રાપરમાં જમીન કૌભાંડનો ધડાકો: ૧૧૬ ખેડૂતોની ૮૦૦ એકર જમીન બારોબાર વેચનારાઓ વિરુદ્ધ અંતે ગુનો નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી) રાપરઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ભીમદેવકા અને ફૂલપરા ગામના ૧૧૬ જેટલા કિસાનોની ૮૦૦ એકર જેટલી કિંમતી જમીનોને સોલાર પ્લાન્ટ બનાવનાર કંપનીને જાણબહાર બારોબાર વેચવાનાં ભારે ચકચારી બનેલા કૌભાંડનો ભોગ બનેલા કિસાનોની રજુઆત બાદ આખરે ગાગોદર પોલીસ મથકે…
- રાપર

રાપર પોલીસ દમન કેસમાં મોટો વળાંક: PI અને ડોક્ટર સામે ન્યાયિક તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) રાપરઃ સરહદી જિલ્લા કચ્છના સીમાવર્તી રાપરમાં બે વર્ષ અગાઉના જીવલેણ હુમલા સાથે લૂંટનાં જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલાં પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી પૈકી એક યુવક તથા તેના પરિવારને ગેરકાયેદેસર બંધક બનાવી, ઢોરમાર મારી, પોલીસ વિરુદ્ધ…
- સુરત

કિંજલ દવે બાદ હવે પાટીદાર સિંગરે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં સમાજ થયો લાલઘૂમ
સુરતઃ કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતા તેને સમાજમાંથી ન્યાત બહાર કરવામાં આવી હતી. આ અંગેનો વિવાદ હાલ માંડ શાંત પડ્યો છે. પાટીદાર સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં વિરોધ થઈ રહ્યો છે. પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા પણ મેદાનમાં આવ્યા…









