- અમરેલી
અમરેલીઃ જાફરાબાદના દરિયામાં લાપતા થયેલા બે માછીમારોના મૃતદેહ મળ્યા
અમરેલીः જિલ્લાના જાફરાબાદના દરિયામાં માછીમારી કરવા ગયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. દરિયામાં કરંટ વધી જવાથી તેમની બોટ પલટી ગઈ હતી, જેના કારણે તેઓ લાપતા બન્યા હતા. સ્થાનિક તંત્ર અને માછીમારો દ્વારા સઘન શોધખોળ બાદ આજે તેમના મૃતદેહ મળી…
- અમદાવાદ
રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, ધરમપુરમાં 4 ઇંચ સહિત 207 તાલુકામાં મેઘમહેર
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હજુ પણ પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજથી વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ…
- રાજકોટ
રાજકોટમાં ફરી હાઇ કોર્ટની બેન્ચની માંગ: વકીલોએ ભાજપના નેતાઓને કરી રજૂઆત
રાજકોટઃ શહેરમાં હાઇ કોર્ટની બેન્ચ ફરીથી શરૂ કરવાની માંગ ઉઠી હતી. છેલ્લા 15 દિવસથી વકીલો આ માટે પ્રયાસ કરી રહ્યા છે, અને આ રજૂઆતના ભાગરૂપે ભાજપના લીગલ સેલના વકીલોએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે શહેર ભાજપ પ્રમુખ, સાંસદો અને…
- ગાંધીનગર
વડા પ્રધાન મોદી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણને લગતા ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે; 4.25 લાખ ગ્રાહકોને થશે લાભ
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં…
- વડોદરા
વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી ટ્રાફિકજામ સર્જાયો, 108 પણ ફસાઈ
વડોદરાઃ વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પોર-બામણગામ રોડ પર ઊભેલા આ ટ્રાફિકજામમાં ઇમર્જન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે એમ્બ્યુલન્સ ચાલકને…
- આપણું ગુજરાત
કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા…
મહીસાગરઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. મહીસાગર જિલ્લાના કડાણામાં આવેલા રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી…
- Top News
ગુજરાતના બે ગામોએ પોતાના દારૂબંધીના નિયમો બનાવ્યા, દારૂ પીવા બદલ ₹ 21,000નો દંડ
મહેસાણા/બનાસકાંઠા: ગુજરાતના બે ગામોએ દારૂબંધીના કાયદાકીય પ્રતિબંધોથી પણ આગળ વધીને સમુદાય આધારિત કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ગ્રામજનો તેને ‘સ્વ-વિનાશ’ સામે એક બિન-વાટાઘાટપાત્ર સામાજિક કરાર ગણાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 1700 લોકોના વસવાટવાળા શેરગઢ ગામમાં લગભગ 26 વર્ષ પહેલાં, પ્રજાસત્તાક દિવસના…
- અમદાવાદ
વડા પ્રધાન મોદી અમદાવાદમાં કરશે ભવ્ય રોડ શો, રાજકીય કારણોથી નિકોલની પસંદગી…
અમદાવાદઃ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25-26 ઓગસ્ટના બે દિવસીય રોકાણ દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. 25 ઓગસ્ટે સાંજે તેઓ અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે.…
- અમદાવાદ
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસઃ આવતીકાલે વેપારીઓ પાળશે બંધ, ક્રાઈમ બ્રાન્ચે કર્યો ચોંકાવનારો ખુલાસો…
અમદાવાદઃ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શહેરમાં આવતીકાલે વેપારીઓ બંધ પાળશે. કાલુપુર-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે. અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારમાં પણ દુકાનોને બંધ રાખવા…
- અમરેલી
અમરેલી STમાં એપ્રેન્ટિસશીપની તક: જાણો લાયકાત અને જરૂરી દસ્તાવેજોની વિગતો…
અમરેલીઃ એપ્રેન્ટિસ એકટ ૧૯૬૧ અન્વયે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) (એસ.ટી.) અમરેલી વિભાગ ખાતે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ પર ભરતી થશે. જીએસઆરટીસી અમરેલી વિભાગ હેઠળનાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો – વિભાગીય યંત્રાલય ખાતે ઓગસ્ટ-ઓકટોબર-૨૦૨૫નાં ભરતી…