- અમદાવાદ

અમદાવાદના નારોલમાં માથાભારે શખ્સોએ બુલેટ પર તલવાર મારી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું
અમદાવાદઃ શહેરમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મોટી કાર્યવાહી કરીને 15થી વધારે પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં નારોલમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. બાઈક…
- ગાંધીનગર

રાજ્યમાં ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે
ગાંધીનગરઃ રાજ્યમાં સમયની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે. આ વર્ષે રાજ્યના બજેટમાં બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ…
- અમદાવાદ

અમદાવાદ રથયાત્રાઃ 75થી વધુ ડ્રોનથી મોનિટરીંગ થશે, AIનો ઉપયોગ કરાશે
અમદાવાદઃ શહેરમાં નીકળનારી 148મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરાશે તથા 75થી વધુ ડ્રોનથી સતત મોનિટરીંગ કરાશે. આ ઉપરાંત ભાગદોડ ના થાય તે માટે એઆઈનો ઉપયોગ…
- ગાંધીનગર

ગાંધીનગરઃ સગાઈનું નાટક રચી ખેડૂતની ₹32.66 કરોડની જમીન પચાવી પાડી
ગાંધીનગરઃ જિલ્લાના સુઘડ ગામના ખેડૂત સાથે પાંચ શખ્સોએ 32.66 કરોડની છેતરપિંડી આચરી છે. ખેડૂતનો વેવાઇ બનનાર શખ્સ અને તેના મિત્રએ સહિત પાંચ શખ્સોએ કોરા કાગળો પર ખેડૂતના અંગૂઠા લઈ વડીલોપાર્જિત જમીન પચાવી પાડતાં ફરિયાદ નોંધાઇ હતી. મળતી વિગત પ્રમાણે સુઘડના…
- અમદાવાદ

અમદાવાદઃ મકરબામાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરાશે, અમિત શાહે કર્યું વૃક્ષારોપણ
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત સરખેજના મ્યુનિસિપલ પ્લોટમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે વૃક્ષોના…
- આપણું ગુજરાત

મહેસાણાઃ નકલી જીએસટી અધિકારી બનીને ધમકી આપી તોડપાણી કરતાં 3 ઝડપાયા
મહેસાણાઃ ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, પીએમઓ અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી જીએસટી અધિકારી ઝડપાયા હતા. ત્રણ જણા નકલી જીએસટી અધિકારી બનીને મહેસાણાના જોટાણામાં આવેલી દુકાનમાં તપાસમાં આવ્યા હતા. જીએસટી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ ૨૪૭ ડીએનએ મેચ થયા, ૨૩૨ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટનામાં ૨૪૭ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૨ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. ૧૫ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપવા વહીવટી…
- સુરત

સુરતમાં ડુમસના દરિયા કિનારે 6 ગોલ્ડન શિયાળોનું ટોળું જોવા મળ્યું…
સુરત: શહેરના ડુમસના દરિયા કિનારે મિત્રો સાથે ફરવા નીકળેલા એક યુવકે ડુમસ રોડ પર એક સાથે છ જેટલા ગોલ્ડન શિયાળના સમૂહને વિહરતા જોયા હતા. આ અદ્ભૂત દ્રશ્ય તેણે કેમેરામાં કંડારી લીધું હતું. મળતી વિગત પ્રમાણે, ડુમસ વિસ્તારમાં રહેતો અને પ્રકૃતિ…
- ગાંધીનગર

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૭,૭૧૨ ભરતી મેળાઓ થકી ૬.૨૯ લાખ કરતા વધુને રોજગારી અપાઈ…
ગાંધીનગરઃ રાજ્યની રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં કુલ ૭,૭૧૨ ભરતી મેળાઓ થકી અંદાજે ૬.૨૯ લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. ભરતી મેળાઓના આયોજન દ્વારા રોજગારી આપનાર તથા મેળવનાર વચ્ચે સેતુ બનીને વધુમાં વધુ યુવાનો…
- સુરત

સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને 5 દિવસના કામચલાઉ જામીન મળ્યા…
સુરતઃ સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈના કોર્ટે 5 દિવસના કામચલાઉ જામીન મંજૂર કર્યા હતા. નારાયણ સાંઈ લાજપોરથી જોધપુર જઈ શકશે. પરંતુ 5 દિવસમાં જોધપુરથી લાજપોર આવવું પડશે. તેમજ પોલીસના જાપ્તા સાથે જ જોધપુર જવાની મંજૂરી આપવામાં આવી હતી. તમામ…









