- આપણું ગુજરાત
મેઘરાજાના વિરામથી ખેડૂતો ચિંતામાંઃ 13 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ…
ગાંધીનગર: અષાઢ મહિનાના અંત બાદ રાજ્યમાં વરસાદની સ્થિતિ નબળી રહી છે. શ્રાવણ મહિનાના સરવડાં સિવાય રાજ્યમાં એકંદરે વરસાદ ઘટ્યો છે. હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. હાલ સૌરાષ્ટ્રમાં ૩૬.૨૦ લાખ એટલે કે આશરે ૯૯ ટકા જેટલું…
- ગાંધીનગર
કમલમમાં ભાજપની બેઠકમાં જયેશ રાદડિયા, હાર્દિક પટેલ સહિત 30 ધારાસભ્ય ગેરહાજર
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગરઃ પાટનગર સ્થિત કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની તિરંગા યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ હતી. અહીંની બેઠકમાં તિરંગા યાત્રા અભિયાનના ઇન્ચાર્જ મધ્ય પ્રદેશ ખજુરાહોના સાંસદ વીડી શર્મા ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી…
- અમદાવાદ
6 વર્ષની લડાઈ બાદ ખેડૂતોની જીત થઈઃ ગુજરાત હાઇ કોર્ટે પાકવીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો
અમદાવાદઃ છ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી હતી. ગુજરાત હાઇ કોર્ટે 2017-18ના ખરીફ પાકમાં થયેલા નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. હાઇ કોર્ટે એસબીઆઈ ઈન્શ્યોરન્સ કંપનીને લાયકાત ધરાવતા 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ 8…
- અમદાવાદ
અમદાવાદમાં વધુ એક અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ઉપરાંત, લાંભા વોર્ડમાં…
- આપણું ગુજરાત
અંબાજી મંદિરમાં ધર્મ અને ટેકનોલોજીનો સંગમ: યાત્રાળુઓની સુવિધા માટે નવું ડેટા સેન્ટર
(અમારા પ્રતિનિધિ તરફથી)અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ પ્રધાન અને…
- અમદાવાદ
ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા ‘વેન્ટિલેટર’ પર? સરકારી હોસ્પિટલોમાં 92 ટકા જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ ખાલી, બોર્ડે ચિંતા વ્યક્ત કરી
અમદાવાદ: છેલ્લા 13 વર્ષથી જુનિયર ફાર્માસિસ્ટની કાયમી ભરતી નહીં થવાને કારણે ગુજરાતના તબીબી શિક્ષણ વિભાગમાં 92 ટકા જગ્યાઓ ખાલી પડી છે. રાજ્યના ફાર્માસિસ્ટ્સ બોર્ડની ચેતવણી મુજબ આ પરિસ્થિતિ હવે મુખ્ય સરકારી હોસ્પિટલમાં દવાઓના પુરવઠાને અવરોધી રહી છે. આ અછત રાજ્યભરની…
- અમદાવાદ
ઓટોમોબાઇલ માર્કેટમાં મંદી: ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ગાબડું…
અમદાવાદ: ટૂ-વ્હીલરના વપરાશ માટે ભારતમાં અમદાવાદ ‘હબ’ ગણાય છે, પરંતુ વીતેલા મહિના દરમિયાન અમદાવાદમાં પેસેન્જર વ્હિકલના વેચાણમાં ગાબડું પડ્યું છે, જેમાં ટૂ-વ્હિલર સેગમેન્ટ પણ બાકાત નથી. ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર જુલાઈ 2025માં ગુજરાતમાં પેસેન્જર…
- અમદાવાદ
રક્ષાબંધન પર બહેનોને મોટી ભેટ: BRTS અને AMTSમાં મહિલાઓ કરી શકશે ફ્રીમાં મુસાફરી
અમદાવાદઃ આ વર્ષે રક્ષાબંધનનો પાવન તહેવાર આવતીકાલે નવમી ઓગસ્ટના ઉજવાશે. ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને જોડાણના પ્રતિકરૂપ આ તહેવાર પર બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમની પાસે જાય છે. તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ…
- વડોદરા
વડોદરામાં ટ્રમ્પના પોસ્ટર મુદ્દે હોબાળો: ટેરિફ વોરના વિવાદ વચ્ચે ‘Lion is Back’ પોસ્ટરથી મામલો ગરમાયો
વડોદરા: પહલગામ હુમલા બાદ પહેલા સીઝફાયર અંગેના નિવેદનો અને હવે ટેરિફ વોરના કારણે ચર્ચામાં રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુજરાતમાં વિરોધ થયો હતો. વડોદરામાં ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતું એક પોસ્ટર વિરોધ બાદ હટાવી દેવામાં આવ્યું હતું. આ પોસ્ટર વડોદરાના પશ્ચિમ…
- બનાસકાંઠા
‘ભારતમાલા’ હાઇવે પ્રોજેક્ટ: બનાસકાંઠામાં ખેડૂતોનું ‘આંદોલન’, જમીન સંપાદનમાં ‘ભેદભાવ’
બનાસકાંઠા: જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ‘ભારત માલા’ એક્સપ્રેસ હાઈવે સામે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો હતો. કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદનમાં ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે સરકાર સામે મોરચો માંડ્યો હતો. પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા…