- સુરત

સુરતમાં બીઆરટીએસ બસમાં છતમાંથી પાણી ટપકતાં મુસાફરોએ છત્રી લઈને બેસવું પડ્યું
સુરતઃ શહેરમાં બીઆરટીએસનો એક વીડિયો વાયરલ થયો હતો. બસની છતમાંથી પાણી ટપકતાં મુસાફરોએ છત્રી લઈને બેસવું પડ્યું હતું. મળતી વિગત પ્રમાણે સરથાણાથી કોસાડ જતી બીઆરટીએસ બસમાં કેટલાક મુસાફરોએ પાણીથી બચવા માટે છત્રી ખોલીને મુસાફરી કરી હતી. સુરતમાં એક તરફ કરોડો…
- અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ૫૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૫૩ બેઠકો અને ૧૫૨ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે
અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારું વહન માટે રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૩ સરપંચની બેઠક…
- વડોદરા

વડોદરામાં પૂર સામે લડવા 200 તરવૈયાઓની ‘ફોજ’ તૈયાર, VMCનું આગોતરું આયોજન
વડોદરાઃ ગત ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોઇ જ લાપરવાહી દાખવવા માગતું નથી. આ વર્ષે જો કોઇ પૂર જેવી આફત સર્જાય કે ડૂબાણની સ્થિતિ ઉભી થાય તો 200 તરવૈયાની ફોજ તૈયાર રહેશે. આ માટે મહાનગરપાલિકાએ આ માટે મહેસાણાની…
- સુરત

સુરત એરપોર્ટ સંલગ્ન અરજી પર વહેલી સુનાવણીનો હાઈ કોર્ટનો ઇનકાર: 16 જુલાઈએ સુનાવણી થશે
સુરત: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાંભુરકર દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ સુરત એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મુકતા…
- અમદાવાદ

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે, 101 ટ્રક વિશેષ શણગારની સાથે ભાગ લેશે
અમદાવાદ: શહેરમાં 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રાની શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક 215 થયો, 198 વ્યક્તિના પાર્થિવ દેહ પરિવારને સોંપાયા
અમદાવાદ: શહેરમાં થયેલા પ્લેનક્રેશમાં મૃતકોના ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક 215 એ પહોંચ્યો છે. જે પૈકી 198 પાર્થિવ દેહ સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયા હતા. ડીએનએ સેમ્પલ મેચ થયા તે 198 મૃતકોમાં 149 ભારતના નાગરિક હતા. જ્યારે 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ…
- અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા 100 કલાકમાં 200થી વધુ ગેરકાયદે ઘૂસણખોરો ઝડપાયા, સુરતમાંથી 119ની અટકાયત
અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યમાં ઘૂસણખોરી કરી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા માટે બે મહિનામાં બીજીવાર ઓપરેશન હાથ ધર્યું છે. સુરત, ભરૂચ સહિતના જિલ્લામાં તપાસ કરી 100 કલાકમાં જ 200 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જેઓ અલગ અલગ સમયે…
- રાજકોટ

રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, એકનું મોતઃ આંકડો 195 પર પહોંચ્યો
રાજકોટઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે. રાજકોટમાં આજે (19 જૂન)ના રોજ 69 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું હતું. શહેરમાં કોરોનાના વધુ 8 નવા કેસ નોંધાયા હતા, જેમાં એક બાળક અને એક સગીરનો પણ સમાવેશ થાય છે. જોકે, રાહતની…
- જામનગર

જામનગરમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇઃ લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત
જામનગરઃ જામનગર એલસીબી ટીમે નેવી મોડા ગામની સીમમાં દરોડો પાડીને ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. પોલીસે ૧૦૫૬ નકલી દારૂના ચપલા સહિત રૂ.૭ ૨૮ લાખના મુદામાલ સાથે છ શખ્સોની ધરપકડ કરી હતી. જામનગર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે…
- મહેસાણા

રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ PM Modiના વતન વડનગરમાં યોજાશે
મહેસાણાઃ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં કરવામાં આવશે. યોગ ફોર વન અર્થ-વન હેલ્થની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતામુક્ત…









