- જૂનાગઢ

જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેયની પ્રતિમા તોડનારા પકડાય નહીં ત્યાં સુધી લીલી પરિક્રમાનો બહિષ્કાર કરવાની સાધુ-સંતોની ચીમકી
જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલી ટુંક પર ગુરૂ દત્તાત્રેયની પ્રતિમાને ખંડીત કરવાના પ્રકરણમાં હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી ત્યારે પંચ દશનામ અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જુનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યા મુજબ આ ગુરૂ ગોરખનાથની જ…
- પોરબંદર

પોરબંદરમાં અનોખો વિરોધ: ફાટક બંધ થતાં સ્થાનિકોએ રેલવે ટ્રેક પર બેસી ‘ધૂન’ બોલાવી
પોરબંદરઃ ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો ત્રીજી વખત રસ્તા પર ઉતરી આવ્યા હતો. ફાટક બંધ થવાને કારણે મીરા, પારસનગર અને ઉદ્યોગનગરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે તેમણે…
- પાટણ

ગુજરાત બોર્ડર પરથી BSFએ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો, સુરક્ષા એજન્સી એક્શનમાં
પાટણઃ સાંતલપુર આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)એ એક પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો હતો. તે ભારતીય સરહદમાં ગેરકાયદે પ્રવેશવાની કોશિશ કરતો હતો ત્યારે પકડાયો હતો. પકડાયેલા પાકિસ્તાની નાગરિકનું નામ મોહમ્મદ નવાઝ છે. પ્રાથમિક માહિતી અનુસાર તે ચિનિયટ, પાકિસ્તાનનો રહેવાસી છે.…
- રાજકોટ

રાજકોટ મનપામાં ‘વેરા ક્રાંતિ’: ઓનલાઈન ટેક્સ ભરનાર પોણા ૩ લાખ કરદાતાઓએ 6 મહિનામાં ₹ 186 કરોડ ઠાલવ્યા!
રાજકોટઃ મહાનગર પાલિકા દ્વારા મિલકતવેરાની વસૂલાત માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવ્યા બાદ કરદાતાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જ પોણા ત્રણ લાખથી વધારે કરદાતાએ કુલ 186.33 કરોડનો વેરો ઓનલાઇન ભર્યો છે.…
- આપણું ગુજરાત

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને શું આપી દિવાળી ભેટ? જાણો વિગત
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો હતો. મુખ્ય પ્રધાનના આ…
- ગાંધીનગર

ગુજરાત સરકારની નવી પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’, મહેસાણાથી શરૂઆત થશે
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની સફળતાને રાજ્યના છેવાડા સુધી લઈ જવા માટે ગુજરાત સરકારે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ નામની નવી પહેલ શરૂ કરી છે. જેનો હેતુ રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણની…
- નેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં કોઇ ગડબડ નહિ, ઉડ્ડયન મંત્રીની સ્પષ્ટતા
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં ગડબડના આક્ષેપો વચ્ચે ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે આ પ્લેન ક્રેશ તપાસમાં કોઈ ગેરરીતિ થઈ નથી અને તે નિષ્પક્ષ અને…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: કાર-ડમ્પર અકસ્માતમાં 4 મહિલાનાં કમકમાટીભર્યા મોત, પંથકમાં શોક
સુરેન્દ્રનગરઃ રાજ્ય માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. સુરેન્દ્રનગર-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝેઝરી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ…
- અમદાવાદ

તહેવારોની સિઝન દરમિયાન રાજ્યમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 65 ટકા ઘટ્યું, જાણો શું છે કારણ
અમદાવાદઃ કેન્દ્ર સરકારે નવરાત્રીથી ઘટાડેલા જીએસટીની અસર રાજ્યમાં સેકન્ડ હેન્ડ કાર માર્કેટ પર જોવા મળી હતી. રાજ્યમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 65 ટકા ઘટ્યું હતું. જીએસટીમાં થયેલા તીવ્ર ઘટાડાએ આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને પ્રી-ઓન્ડ (સેકન્ડ-હેન્ડ) બજારથી દૂર કર્યા હતા, જેના…
- આપણું ગુજરાત

પક્ષીપ્રેમીઓ માટે મહત્ત્વના સમાચારઃ ધોલેરામાં પક્ષીઓની 171 અને પતંગિયાની 25 પ્રજાતિ મળી
અમદાવાદઃ પ્રકૃતિ નિરીક્ષકો દ્વારા બે દિવસ સુધી ધોલેરાનો સર્વે કર્યો હતો. જેમાં 171 પ્રજાતિઓના આશરે 50000 પક્ષીઓ તેમજ 25 પ્રજાતિઓની પતંગિયાઓ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિરીક્ષણ કરાયેલા વિસ્તારોમાં મુખ્યત્વે બે પ્રજાતિઓનું પ્રભુત્વ હતું, જે વરુ, શિયાળ, લોમડી, નોળિયા અને…









