- અમદાવાદ

અમદાવાદમાં નોંધાયો શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ, આજે પારો વધુ ગગડવાની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં તાપમાનનો પારો ધીમે ધીમ ગગડી રહ્યો છે. જેના કારણે હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં સીઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. છેલ્લા ત્રણ…
- ઇન્ટરનેશનલ

વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ ભવન પાસે ફરી ફાયરિંગ, અજાણ્યા ડ્રોન જોવા મળતાં ફફડાટ
કારાકસઃ વેનેઝુએલાના રાજધાની કારાકસ સ્થિત રાષ્ટ્રપતિ ભવન નજીક ફાયરિંગ અને વિસ્ફોટકના અવાજ સંભાળા હતા. સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિ ભવન (મિરાફ્લોરેસ પેલેસ) પર કેટલાક અજાણ્યા ડ્રોન ઉડતાં જોઈને તેના પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે આશરે 8 કલાકે…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે અમેરિકન સેનેટરે કર્યો મોટો દાવો: જાણો નવો રિપોર્ટ
વોશિંગ્ટન ડીસીઃ વેનેઝુએલા પર હુમલો કર્યા પછી અમેરિકાએ ભારતને ટેરિફ વધારવાની ધમકી આપી છે, પરંતુ બીજી બાજુ અમેરિકન સેનેટરે નવો જ દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા ઓડિયો સંદેશમાં ટ્રમ્પે કહ્યું- ટેરિફ નીતિના કારણે ભારતે કથિત રીતે…
- આપણું ગુજરાત

ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે બાળકો બીમાર પડવા મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું ?
રાજકોટ/ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમની સમીક્ષા માટે તેઓ રાજકોટ આવ્યા હતા. જેમાં તેમણે ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે બાળકો બીમાર પડવા મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. શું બોલ્યા…
- આપણું ગુજરાત

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર 2027ની વિધાનસભા ચૂંટણી લડશે ? મા અંબાનાં દર્શન કરીને શું કહ્યું ?
અંબાજીઃ ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજકારણમાં ઝંપલાવશે તેવી ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. વિક્રમ ઠાકોર મા અંબાના દર્શન કરવા આવ્યો હતો. અંબાજીના આશીર્વાદ લીધા બાદ 2027ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, માતાજીની જેવી ઈચ્છા…
- ગાંધીનગર

ગુજરાતના ખેડૂતો કઠોળની ખેતી તરફ વળ્યા, રાજ્યના કુલ કઠોળ ઉત્પાદનમાં ૭૦ ટકાથી વધુ હિસ્સો ચણાનો
ગાંધીનગરઃ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. ખાસ કરીને ચણા અને તુવેરના ઉત્પાદનમાં ગુજરાત રાષ્ટ્રીય…
- રાજકોટ

રાજકોટમાં કેમ નહીં કરે પીએમ મોદી રોડ શો ? જાણો શું છે કારણ
રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજન ઈન્વેસ્ટર્સ સમિટનું 11 જાન્યુઆરી ઉદ્ઘાટન કરશે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી સમિટમાં હાજરી આપતાં પહેલા પીએમ મોદી રોડ શો કરવાના હતા પરંતુ…
- Uncategorized

આંકલાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારને સળગાવીને હત્યાનો પ્રયાસ
આણંદઃ જિલ્લાના આંકલાવ તાલુકામાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારા ખેડૂતને જીવતો સળગાવી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ખેડૂતે ગામના મહિલા સરપંચ અને તેના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરતા આ બનાવ બન્યો હતો. મુખ્યમંત્રી…
- ભુજ

ભુજના માધાપરમાં LCBનો સપાટો: બિગ બેશ લીગ પર ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, 1.30 કરોડનું ID બેલેન્સ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ ભુજના માધાપર ગામમાં ધમધમતા હાઈટેક ક્રિકેટ સટ્ટાના નેટવર્ક પર પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ત્રાટકીને કરોડોના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે માધાપર ગામ મધ્યે આવેલી સનરાઈઝ સિટી સોસાયટીમાં…
- રાપર

રાપર: પાબુજી મંદિરમાં અસામાજિક તત્વોએ 5 મૂર્તિ ખંડિત કરી, ભક્તોમાં રોષ
(અમારા પ્રતિનિધિ તરફથી) રાપરઃ કચ્છના રાપર તાલુકાનાં ખીરઈ ગામ ખાતેના પ્રસિદ્ધ પાબુજી દાદાનાં મંદિરમાં રહેલી પાંચ મૂર્તિઓને ખંડિત કરી, ઐતિહાસિક શૂરાપૂરા પાળિયાને ધારદાર હથિયાર વડે ઘા મારી ખંડિત કરવાનો હીન પ્રયાસ કરીને શાંતિ-એખલાસ ડહોળવાનો અજ્ઞાત શખ્સો દ્વારા પ્રયાસ કરવામાં આવતાં…









