- આમચી મુંબઈ
નેટફ્લિક્સે ભારતમાં ઉત્પાદન દ્વારા 2 બિલિયનની આર્થિક અસર ઉભી કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નેટફ્લિક્સે તેના ભારતીય નિર્માણથી 2 બિલિયનનો આર્થિક પ્રભાવ પાડ્યો છે એમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના સહ-સીઈઓ ટેડ સારાન્ડોસે શનિવારે જણાવ્યું હતું. મુંબઈના જિયો ક્ધવેન્શન સેન્ટર ખાતે આયોજિત પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્ઝ)માં, સારાન્ડોસે જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
જિયોસ્ટાર મોટો દાવ લગાવશે! નાણાકીય વર્ષ 26માં 33,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતની સૌથી મોટી મીડિયા કંપની જિયોસ્ટાર તેના ભવિષ્ય માટે એક મોટું પગલું ભરવાની યોજના ધરાવે છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ઉદય શંકરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માં જિયોસ્ટાર કોન્ટેન્ટ પર 33,000 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે.…
- ઇન્ટરનેશનલ
ઓસ્ટ્રેલિયામાં એન્થોની અલ્બેનીઝ ફરી બન્યા વડાપ્રધાન, 21 વર્ષમાં સતત બીજી વખત જીતનો રેકોર્ડ…
કૅનબેરા: ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીઓમાં એન્થોની અલ્બેનીઝના નેતૃત્વવાળી લેબર પાર્ટીએ ફરી એકવાર મોટી જીત મેળવી છે. આ ઐતિહાસિક જનાદેશ સાથે અલ્બેનીઝ સતત બીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ છેલ્લા 20 વર્ષમાં સતત બીજો કાર્યકાળ મેળવનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન નેતા બન્યા…
- IPL 2025
ચેન્નઈએ ફીલ્ડિંગ પસંદ કરી, બેંગલૂરુની ટીમમાં ઍન્ગિડીનું આગમન…
બેંગલૂરુઃ આજે અહીં વરસાદની સંભાવના વચ્ચે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન એમએસ ધોનીએ ટૉસ (Toss) જીતીને પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી હતી.સાંજે 7.00 વાગ્યે ટૉસનો સમય થતાં ધોની સાથે હરીફ કૅપ્ટન રજત પાટીદાર પણ મેદાન પર…
- આમચી મુંબઈ
ભિવંડીમાં મહિલા, તેની ત્રણ પુત્રી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી મૃત્યુ માટે કોઇને જવાબદાર ન ઠેરવવાનો ‘સુસાઇડ નોટ’માં ઉલ્લેખ…
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં 32 વર્ષની મહિલા અને તેની ત્રણ પુત્રી ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં અન્ય રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી ‘સુસાઇડ નોટ’ મળી આવી હતી, જેમાં મહિલાએ તેમના મૃત્યુ માટે કોઇને જવાબદાર ન ઠેરવવાનો ઉલ્લેખ…
- IPL 2025
કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રવિવારથી ` કરો યા મરો’
કોલકાતાઃ અહીં ઈડન ગાર્ડન્સમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે હવે ખરા અર્થમાં ` કરો યા મરો’નો સમય શરૂ થઈ ગયો છે. રવિવાર, ચોથી એપ્રિલે (બપોરે 3.30 વાગ્યાથી) અજિંક્ય રહાણેના સુકાનવાળી કોલકાતાની ટીમનો મુકાબલો એવી ટીમ સામે છે જે…
- મનોરંજન
વૅબ શો ‘હાઉસ અરેસ્ટ’માં અશ્લીલ કોન્ટેન્ટ:અભિનેતા એજાઝ ખાન, નિર્માતા વિરુદ્ધ ગુનો…
મુંબઈ: વૅબ શો ‘હાઉસ અરેસ્ટ’માં અશ્લીલ કોન્ટેન્ટ બતાવવા બદલ મુંબઈ પોલીસે અભિનેતા એજાઝ ખાન અને નિર્માતા રાજકુમાર પાંડે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એજાઝ ખાનના વૅબ શોનું ઉલ્લુ ઍપ પર સ્ટ્રીમિંગ થતું હતું. અંબોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે…
- અમદાવાદ
ચંડોળા તળાવમાં ગેરકાયદે વસાહત ઊભી કરનારા કુખ્યાત લલ્લુ બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર…
અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ કરવાના કેસમાં મુખ્ય આરોપી લલ્લુ બિહારીની ધરપકડ બાદ આજે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના મહત્તમ રિમાન્ડની માંગણી કરી હતી, જેને માન્ય રાખીને કોર્ટે લલ્લુ બિહારીના 6…
- નેશનલ
100 ઠેકાણાં પર દરોડા, 3000 થી વધુની પૂછપરછ… પહેલગામ આતંકી હુમલા પર NIA ટૂંક સમયમાં સોંપશે રિપોર્ટ…
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક (DG) સદાનંદ દાતે આજે શ્રીનગરથી દિલ્હી પરત ફરી શકે છે અને પહેલગામ આતંકવાદી હુમલા અંગેનો પ્રાથમિક અહેવાલ ગૃહ મંત્રાલયને સોંપી શકે છે. કેન્દ્ર સરકાર પહેલગામ આતંકી હુમલાને લઈને અત્યંત ગંભીર છે અને તપાસ…
- આમચી મુંબઈ
થાણેમાં યુગલને ધમકાવી રૂપિયા પડાવવા બદલ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ…
થાણે: મુંબઈથી થાણે આવેલા યુગલને ધમકાવીને રૂપિયા પડાવવા બદલ ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. સસ્પેન્શનનો આદેશ શુક્રવારે જારી કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ત્રણેય જણનાં કાર્યો ‘પોલીસ દળના શિસ્તને અનુરૂપ નથી’ અને ‘વિભાગને…