- T20 World Cup 2024
T20 World Cup on Doordarshan: દૂરદર્શન ટી-20 વર્લ્ડ કપ સહિત મોટી સ્પર્ધાઓની મૅચો લાઇવ બતાવશે
નવી દિલ્હી: પ્રસાર ભારતીએ જાહેરાત કરી છે કે દૂરદર્શન પર વર્તમાન ટી-20 વર્લ્ડ કપની મૅચો તેમ જ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ અને વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રસાર ભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મુંબઈમાં મતગણતરી કેન્દ્રો પોલીસ છાવણીમાં ફેરવાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડ્યા પછી મંગળવારે મતગણતરીને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સંવેદનશીલ સ્થળોએ સતત પેટ્રોલિંગ કરશે તો મતગણતરી કેન્દ્રો નજીકના માર્ગો પર વાહનવ્યવહારના નિયમન માટે…
- સ્પેશિયલ ફિચર્સ
Bachchan-Ambaniના ઘરે આવે છે આ ડેરીનું દૂધ, ગાયને મળે છે આ ખાસ ટ્રીટમેન્ટ…
આજે જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને જેને કારણે આમ આદમીના બજેટમાં પંક્ચર પડ્યું છે, પરંતુ ક્યારેય એવો વિચાર કર્યો છે ખરો કે આ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), ઉદ્યોગપતિ મુકેશ…
- આપણું ગુજરાત
Amulના ભાવવધારા પર કોંગ્રેસે કહ્યું “જનતા સાથે આથી મોટો કોઈ વિશ્વાસઘાત ન હોય શકે”
ગાંધીનગર: દેશમાં જેમ એક તરફ ચૂંટણી પૂર્ણ થઈ તે જ રીતે પ્રજા પર મોંઘવારીનો ઘા કરવામાં આવ્યો છે. ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન બાદ દેશની જનતા પર દૂધ અને ટોલટેક્સમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસે વિરોધ…
- આમચી મુંબઈ
આઈએસઆઈને માહિતી પૂરી પાડવાના કેસમાં બ્રહ્મોસ ઍરોસ્પેસના ભૂતપૂર્વ એન્જિનિયરને જનમટીપ
નાગપુર: પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા બદલ ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ હેઠળ બ્રહ્મોસ ઍરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને સોમવારે નાગપુર જિલ્લા કોર્ટે જનમટીપની સજા ફટકારી હતી. આ ઉપરાંત, અગ્રવાલને 14 વર્ષની સખત કેદ અને ત્રણ હજાર રૂપિયાના…
- આમચી મુંબઈ
Navi Mumbai, Thane વિસ્તારમાં પ્રિ-મોન્સૂન વરસાદની હાજરી
મુંબઈઃ નવી મુંબઈના ખારઘર, કામોઠે વિસ્તારમાં સોમવારે વરસાદ પડ્યો હતો. થાણેમાં પણ બપોરે ૧૨.૩૦ વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. આ સાથે પશ્ચિમી ઉપનગરોના પવઈ, સાંતાક્રુઝ, બોરીવલી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દરમિયાન, હવામાન વિભાગે સોમવારથી રાજ્યના કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સુન…
- શેર બજાર
સેન્સેક્સમાં ૨૫૦૭ પોઇન્ટનો જંગી ઉછાળો, શેરબજાર નવી વિક્રમી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એક્ઝિટ પોલમાં શાસક પક્ષ લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે વિજય મેળવશે એ પ્રકારના મજબૂત સંકેત મળવાને કારણે શેરબજારના બંને બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. બેન્ક નિફ્ટી પણ ઇતિહાસમાં પહેલી વખત ૫૧,૦૦૦ની સપાટી…
- આમચી મુંબઈ
ક્રિકેટ રમતી વખતે હૃદયરોગના હુમલાથી ખેલાડીનું મૃત્યુ
ભાયંદર: કાશીમીરા વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે હૃદયરોગનો હુમલો આવતાં 42 વર્ષના ખેલાડીનું મૃત્યુ થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી. મૃતકની ઓળખ રામ ગણેશ થેવર તરીકે હોઇ તે મીરા રોડના જહાંગીર કોમ્પ્લેક્સમાં રહેતો હતો. કાશીમીરા સ્થિત મીનાક્ષી ફાર્મહાઉસમાં રવિવારે…
- આમચી મુંબઈ
લોકસભાની મતગણતરી: બે સેના, બે એનસીપી, ભાજપ અને કૉંગ્રેસનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટેની મતગણતરીની શરૂઆત મંગળવારે સવારે 8.00 વાગ્યે થવાની છે. આ મતગણતરી અત્યંત મહત્ત્વની છે, કેમ કે આ ચૂંટણીના પરિણામો રાજ્યમાં રાજકીય પડદે બંને હરીફ શિવસેના જૂથો અને બંને હરીફ એનસીપી જૂથોની તાકાત નક્કી કરશે. આ…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં ડમ્પરે બાઇકને અડફેટમાં લેતાં મહિલાનું મોત, પતિ ઘાયલ
થાણે: ડોંબિવલીમાં પૂરપાટ વેગે આવેલા ડમ્પરે બાઇકને અડફેટમાં લેતાં 52 વર્ષની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઘાયલ થયો હતો. વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ સ્નેહા દાભિલકર…