- મનોરંજન
સૈફનું નિવેદન નોંધાયું
સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસે ગુરુવારે તેનું નિવેદન નોંધ્યું હતું. બાન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓની એક ટીમે નિવેદન નોંધ્યું હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે અગાઉ સૈફની અભિનેત્રી પત્ની કરીના કપૂર અને ઘરમાં કામ કરનારા સ્ટાફનાં…
- મહારાષ્ટ્ર
વિજ્ઞાન આધારિત સહકારી ખેતી નફાકારક છે: અમિત શાહ
માલેગાંવ: કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે જ્યારે વિજ્ઞાનનો સહકારી ક્ષેત્રને સહભાગ મળે છે, ત્યારે ખેતી નફાકારક વ્યવસાય બની જાય છે. શાહે એનસીપી (એસપી)ના વડા શરદ પવાર પર પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે ફક્ત…
- નેશનલ
Waqf Board: જેપીસીની બેઠકમાં ધમાલ, વિપક્ષના 10 સાંસદ સસ્પેન્ડ
નવી દિલ્હી: વકફ સંશોધન બિલ અંગે આજે યોજાયેલી સંસદીય સમિતિની બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષી પાર્ટીના સભ્યોનો આક્ષેપ છે કે તેમને ડ્રાફ્ટ કાયદામાં પ્રસ્તાવિત ફેરફારોનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવી રહ્યો નથી. ભાજપના સભ્ય જગદંબિકા પાલના અધ્યક્ષતામાં…
- મહારાષ્ટ્ર
‘એડવાન્ટેજ વિદર્ભ’માં 50,000 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે: નીતિન ગડકરી
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી હતી કે નાગપુરમાં ‘એડવાન્ટેજ વિદર્ભ’ કાર્યક્રમમાં આવતા મહિને 50,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એક મોટો ઓટોમોબાઈલ પ્લાન્ટ અને અનેક સ્ટીલ યુનિટ સ્થાપિત કરવામાં આવશે. વધુમાં, દસોલ્ટ…
- આમચી મુંબઈ
વસઇમાં બીચ પર યુવતીને વાસનાનો શિકાર બનાવી: નરાધમની ધરપકડ
મુંબઈ: વસઇ સ્ટેશન પરિસરમાં રાતે મળેલા રિક્ષાચાલકે 20 વર્ષની યુવતીને વસઇમાં બીચ પર લઇ જઇ મારપીટ કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ગોરેગામ રેલવે સ્ટેશન પર પોલીસને બીજે દિવસે યુવતી મળી આવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. વનરાઇ…
- ઇન્ટરનેશનલ
અમેરિકા બોર્ડર પર કટોકટીઃ 500થી વધુ ઘૂસણખોરની ધરપકડ કર્યાનો વ્હાઈટ હાઉસનો દાવો
વોશિંગ્ટનઃ અમેરિકાના ૪૭ માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા જ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ પોતાની સરહદેથી અલગ-અલગ દેશોના 500થી…
- આમચી મુંબઈ
જળ જીવન મિશનઃ પાણી પુરવઠાના બાકી કામ માટે વસઈ – વિરાર પાલિકાની બેઠક
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર-વસઈ વિસ્તારમાં જળ જીવન મિશન, હર ઘર જલ યોજના અને અમૃત યોજના હેઠળ બાકી રહેલા કામની સમીક્ષા કરવા માટે શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. વસઈ-વિરાર મહાનગરપાલિકાની બેઠકમાં પાણી પુરવઠા…
- સ્પોર્ટસ
રોહિત 3, યશસ્વી 4, શ્રેયસ 11, રિષભ 1, ગિલ 4ઃ જોકે જાડેજાનો પાંચ વિકેટનો તરખાટ
મુંબઈ/રાજકોટઃ રણજી ટ્રોફીનો નવા રાઉન્ડની આજે (સવારે 9.30 વાગ્યાની) શરૂઆત પહેલાં સ્ટાર ખેલાડીઓના પુનરાગમનથી પરિસ્થિતિ રોમાંચક હતી, પણ થોડા જ કલાકોમાં એમાંના મોટા ભાગના સિતારાઓના ફ્લૉપ શોને કારણે `ટાંય ટાંય ફિસ’ થઈ ગયું હતું. બીસીસીઆઇએ આંતરરાષ્ટ્રીય સિરીઝ કે ટૂર્નામેન્ટ પહેલાં…
- આમચી મુંબઈ
‘લાડકી બહિણ’નો લાભ લેતી બાંગ્લાદેશી મહિલા પકડાઇ, આશ્રય આપનાર પકડાયા
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશીને પકડી પાડ્યાં હતાં, જ્યારે તેમને આશ્રય આપવાના આરોપસર ભારતીય નાગરિક મહાદેવ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે પકડોલા બાંગ્લાદેશીઓમાંની એક મહિલા તો સરકારી યોજના મુખ્યમંત્રી ‘માજી…
- મહારાષ્ટ્ર
બર્ડ ફ્લૂઃ લાતુરમાં ૪,૨૦૦ મરઘીના બચ્ચા મૃત મળતા પ્રશાસન હરકતમાં
લાતુર: બર્ડ ફ્લૂના કારણે લગભગ ૬૦ કાગડાઓ મૃત્યુ પામ્યાના એક દિવસ બાદ લાતુરના એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ ૪,૨૦૦ મરઘીના બચ્ચાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અહેમદપુર તહસીલના ધલેગાંવ ગામમાં પાંચથી છ…