- નેશનલ

સંસદ પરિસરમાં ધક્કામુક્કી મામલે રાહુલ ગાંધી સામે નોંધાઈ ફરિયાદ
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર ગુરુવારે સંસદ પરિસરમાં ભાજપના સાંસદો સાથે ઝપાઝપી કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. બંને સાંસદોને…
- ભાવનગર

અલંગથી સરતાનપરના દરિયામા ઓઇલ ઢોળાયા બાદ માછીમારી ઠપ્પઃ અલંગના પ્લોટને આપી નોટીસ
ભાવનગરઃ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડને લઈ અનેકોનેક વખત પર્યાવરણને નુકશાન કરતી વસ્તુઓ વહાવી દેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી આવી છે. તળાજાના સરતાનપર બંદરના દરિયા કિનારે સહિત બારેક કી.મી ના દરિયાઈ વિસ્તારમા ચાર દિવસ પહેલા કાળા કલરનું જામેલું પ્રવાહી…
- જામનગર

હાસ્ય જગતમાં હવે ‘વસંત’ નથી
તેમનું નામ તો પરેશ ખેતસીભાઈ વસંત… પણ લોકો તેને તેમના તખલ્લુસ (ઉપનામ) ‘બંધુ’ થી વિશેષ ઓળખે, બોલાવે અને નવાજે. કેટલાક અજાણ્યા તો તેની ‘વસંત’ અટકને જ તેનું નામ સમજી લેતા. જામનગરનો એ તેજસ્વી સિતારો હાસ્યગગનના ગોખે ત્રણ દાયકા સુધી સૂર્યની…
- ગાંધીનગર

Gujarat: 142 કિમીના માર્ગોના રીસરફેસિંગ કામોને સરકારની મંજૂરી
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્ય…
- અમદાવાદ

બેંગકોકથી લાવેલો 3.60 કરોડનો ગાંજો મોરબી પહોંચાડે તે પહેલાં જ પોલીસે યુવકને ઝડપ્યો
અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર હવે માદક પદાર્થોની હેરાફેરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. મુંબઈથી લાવવામાં આવતો ગાંજાનો (Hybrid Drugs) જથ્થો મોરબી પહોંચાડવામાં આવે તે પહેલાં અમદાવાદ શહેરમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3.60 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો. વટવા પોલીસે…
- સ્પોર્ટસ

અશ્વિનના પિતાએ દીકરાની નિવૃત્તિના મુદ્દે મોટો ધડાકો કર્યો
ચેન્નઈઃ ભારતના સ્પિન-લેજન્ડ આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિની જાહેરાત કરી એને માંડ 24 કલાક થયા ત્યાં તો તેના પિતા રવિચન્દ્રને એક ચૅનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારા દીકરાએ ટીમમાં થતા માનભંગને કારણે જ અચાનક રિટાયરમેન્ટ જાહેર કર્યું હશે. તે આ…
- રાજકોટ

રાજકોટની હોસ્પિટલના ડૉક્ટરે જૂનાગઢની યુવતીનું ડાબા સાથે જમણા પગનું પણ ઑપરેશન કરી નાંખ્યું
રાજકોટઃ રાજકોટમાં યુનિકેર હૉસ્પિટલમાં પગનાં દુઃખાવાની સારવાર માટે ગયેલી 20 વર્ષીય યુવતીના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઑપરેશન કરી દેવાયું હતું. આ ઘટના મુદ્દે યુવતીએ ડો.જીગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટમાં યુનિકેર…
- ભુજ

કચ્છમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહીઃ નલિયામાં લઘુતમ તાપમાન 5.7 ડિગ્રી નોંધાયું
ભુજઃ સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં છેલ્લા દસ દિવસથી પડી રહેલી હાડ થીજાવતી ઠંડીના મારથી જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ફ્રીઝીંગ કોલ્ડવેવની પરિસ્થિતિ ઉભી થઇ રહી હોય તેમ બુધવારે લઘુતમ તાપમાન ૫.૭ ડિગ્રી સે.પર પહોંચી…
- આમચી મુંબઈ

મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કર્ણાટકના કૉંગ્રેસી વિધાનસભ્યની માગણી: આદિત્ય ઠાકરેએ કહ્યું સહી નહીં લેવાય
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના કોઈપણ પ્રયાસને સહન કરશે નહીં. વિપક્ષી ગઠબંધન એમવીએના સાથી કૉંગ્રેસને તેમના કર્ણાટકના વિધાનસભ્યને મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગણી બાબતે ઠપકો આપવાની માગણી કરી હતી.મુંબઈને…
- મહારાષ્ટ્ર

ભાજપના રામ શિંદે વિધાન પરિષદના સભાપતિ બન્યા
નાગપુર: ભાજપના વિધાનસભ્ય રામ શિંદે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં બિનવિરોધ સભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિધાન પરિષદના સભાપતિનું પદ એનસીપીના નેતા રામરાજે નાઈક-નિંબાળકરની મુદત પૂરી થયા બાદ સાતમી જુલાઈ, 2022થી રિક્ત પડ્યું હતું.શિંદે વિધાન પરિષદમાં સભાપતિ બન્યા બાદ હવે વિધાનસભાના બંને…









