- રાશિફળ

આજનું રાશિફળ (28-01-25): આ ત્રણ રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરવા માટેનો રહેશે. આજે તમારો દિવસ આનંદમાં પસાર થશે. તમે આનંદના મૂડમાં રહેશો, પણ આજે કોઈની વાત તમને ખરાબ લાગી શકે છે. કામના સ્થળે આજે તમારો દિવસ સારો રહેશે. તમારા બોસ તમારા…
- મનોરંજન

ગયામાં આ કોણે કર્યું Amitabh Bachchanના માતા-પિતાનું પિંડદાન? બચ્ચન પરિવાર સાથે ખાસ સંબંધ…
ગઈકાલે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના પિતાના હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચન માટે બિહારની મોક્ષનગરી ગણાતા ગયામાં પિંડદાન કરવામાં આવ્યું હતું. હવે તમને થશે કે એક દીકરો જ પોતાના માતા-પિતાનું પિંડદાન કરે એમાં નવાઈની વાત શું છે,…
- મહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં ફડણવીસના નેતૃત્વમાં કામ કરતા જોવા મળશે: રવિ રાણા
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત અજિત પવાર અને એકનાથ શિંદેના પક્ષોમાં ભંગાણ પડશે એવી આગાહીઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અમરાવતીના વિધાનસભ્ય રવિ રાણાએ એવી આગાહી કરી છે કે ઉદ્ધવ ઠાકરે ટુંક સમયમાં ફડણવીસના નેતૃત્વ હેઠળ કામ કરતા…
- મહારાષ્ટ્ર

એનસીપીના પ્રધાને ‘ગરીબ જિલ્લો’ કહીને મજાક ઉડાવી, અજિત પવાર, ભાજપ નાખુશ
મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપીના પ્રધાન નરહરિ ઝીરવાળે હિંગોલીને ‘ગરીબ’ જિલ્લો ગણાવીને રમુજ કરી તેને પગલે તેમના પક્ષના વડા અજિત પવાર અને ભાજપના કેબિનેટ સાથી ગિરીશ મહાજનની ટીકાનો સામનો કરવો પડ્યો છે.નાસિક જિલ્લાના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય અને નાયબ મુખ્ય પ્રધાન…
- સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા માટે સંજય માંજરેકરે આપ્યું મહત્ત્વનું નિવેદન, ડોમેસ્ટિક ક્રિકેટ અંગે કરી વાત
નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરનું માનવું છે કે હાર્દિક પંડ્યાની સ્થાનિક ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બીસીસીઆઇ પસંદગી સમિતિમાં થયેલા ફેરફારો નક્કી કરશે કે તે ભારતની મર્યાદિત ઓવરોની કેપ્ટનશીપ માટે લાંબા ગાળાનો વિકલ્પ બની શકે છે કે નહીં. માંજરેકરે…
- મહારાષ્ટ્ર

સરપંચ હત્યા સાથે મુંડેના જોડાણ દર્શાવતા પુરાવા મળે તો મુખ્ય પ્રધાન મુંડેને રાજીનામું આપવાનું કહેશે: ચંદ્રકાંત પાટીલ
મુંબઈ: સરપંચ સંતોષ દેશમુખની હત્યા સાથે સાંકળતા કોઈપણ પુરાવા મળશે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનસીપીના પ્રધાન ધનંજય મુંડેને રાજીનામું આપવાનું કહેશે, એમ તેમના કેબિનેટના સાથી અને ભાજપના પીઢ નેતા ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું.ભાજપના નેતા પાટીલે રવિવારે સાંગલીમાં પત્રકારોને…
- નેશનલ

“ગંગામાં ડૂબકીથી ગરીબી દૂર નહિ થાય” ખડગેના નિવેદન મુદ્દે ભાજપે વ્યક્ત કરી નારાજગી
ભોપાલ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મધ્ય પ્રદેશના મહુમાં ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ રેલીને સંબોધિત કરી હતી. મહુમાં રેલીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો તમે બધા આંબેડકર બની જશો તો આ ભાજપ (ભારતીય…
- મહારાષ્ટ્ર

રાયગઢના પાલક પ્રધાનપદ માટે મારી ઉમેદવારીનો એનસીપીના સાંસદ સુનિલ તટકરેએ વિરોધ કર્યો: ભરત ગોગાવલે
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના વિધાનસભ્ય ભરત ગોગાવલેએ સોમવારે એવો આરોપ લગાવ્યો હતો કે એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરેએ રાયગઢ જિલ્લાના પાલક પ્રધાનપદ માટેના તેમના દાવાનો વિરોધ કર્યો હતો.અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગોગાવલેના આરોપોને ફગાવી દીધા…
- રાપર

રાપરમાં તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા; પોલીસને આડા સંબંધોની શંકા
ભુજ: કચ્છમાં હત્યાની ઘટનાઓનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેવા પામ્યો હોય તેમ રાપર તાલુકાના આણંદપર અને ગેડી ગામના માર્ગ પર એક 25 વર્ષીય યુવકની તેના ગળા પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવતાં પંથકમાં ભારે ચકચાર…
- આમચી મુંબઈ

માથા પર પથ્થર ફટકારી પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ 14 વર્ષે યુપીમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાલાસોપારામાં માથા પર પથ્થર ફટકારી પત્નીની ક્રૂર હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે 14 વર્ષે ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો.ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ જવાદ જબ્બાર સૈયદ તરીકે થઈ હતી. સૈયદને લખનઊની કોર્ટમાં હાજર…









