- પાટણ

પાટણમાં વિદ્યાર્થીઓએ સાથે ભણતી 13 વર્ષની છોકરીને સિગારેટના ડામ આપ્યા, બ્લેડથી હાથ પર કાપા પાડ્યા
પાટણ: ગુજરાતમાં તાજેતરમાં શાળામાં હિંસાની ઘટનાઓએ વાલીઓમાં ચિંતા જગાવી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ અને સુરતની શાળાઓમાં થયેલી હિંસાની ઘટનાઓ બાદ હવે પાટણમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે વાલીઓ અને સમગ્ર સમાજમાં ભયનો માહોલ ફેલાવી દીધો…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, H1 B વિઝા માટે હવે વાર્ષિક 90 લાખની અધધધ ફી
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ સતત આકરા નિર્ણયોનો રહ્યો છે. ત્યારે શુક્રવારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, જેના અનુસાર હવે H-1B વિઝા માટે અરજી કરનારને $1,00,000 એટલે કે લગભગ ₹90 લાખની ફી ચૂકવવી પડશે. આ નિર્ણયનો…
- અમદાવાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ! જાણો કયા જિલ્લામાં વરસાદની આગાહી ?
અમદાવાદ: રાજ્યમાં નોરતાના આગમન પૂર્વે જ ખેલૈયાની મજા બગાડે તેવા સમાચાર રાજ્યના હવામાન વિભાગે આપ્યા છે. રાજ્યના હવામાન વિભાગે નોરતામાં પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી…
- નેશનલ

‘મને પાકિસ્તાનમાં ઘર જેવું લાગે છે’ સામ પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન; ભાજપે કર્યો પલટવાર
નવી દિલ્હી: પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં છવાયેલા રહેતા ઈન્ડિયન ઓવરસિજ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા ફરી એકવખત તેમના નિવેદનને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે તેમણે પાકિસ્તાનને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં…
- ગોંડલ

અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જેલમાં સરેન્ડર કરવું પડશે
ગોંડલ: ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરૂદ્ધસિંહ જાડેજાને એક સપ્તાહની રાહત આપવામાં આવી હતી, તે પરત ખેંચી લેવામાં આવતા હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ…
- ગાંધીનગર

આસામથી લવ જેહાદના આરોપીને પકડીને ગાંધીનગરની પુત્રીને હેમખેમ પરત લવાઈ; આ રીતે પોલીસે પાર પાડી તપાસ…
ગાંધીનગર: પોલીસે એક સનસનીખેજ ઓપરેશન પાર પાડીને આસામથી આ આરોપીને શોધી પાડી યુવતીને સુરક્ષિત પરત લાવી તેના પરિવારને સોંપી હતી. ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમોએ એક અઠવાડિયા સુધી આસામના જુદા જુદા જિલ્લાઓમાં આરોપીને શોધ્યો હતો. યુવતીને ભગાડીને વિધર્મી આરોપી આસામ પહોંચી…
- સુરેન્દ્રનગર

અમદાવાદ-રાજકોટ હાઈવે પર વિદેશી દારૂનો ટેલર ઝડપાયો, 4500થી વધુ બોટલો સહિત ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત…
સુરેન્દ્રનગર: જિલ્લાના કટારીયા ગામના પાટીયા નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમે વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસની ટીમે પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારના કટારીયા ગામના પાટીયા નજીક ટોલ પ્લાઝા પાસેથી રૂ.૭૪,૮૨,૭૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ…
- ઇન્ટરનેશનલ

‘શાળામાં ગોળીબાર કરીશ’, અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપનાર વિદ્યાર્થી બેગમાંથી પિસ્તોલ સાથે ઝડપાયો…
ન્યુયોર્ક: ગોળીબારની ઘટનાઓને લીધે અમેરિકા સતત ચર્ચામાં રહે છે. ત્યારે ન્યુયોર્ક શહેરમાં એક ચોંકવાનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક હાઇ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા પોતાના વર્ગખંડમાં પિસ્તોલ લઈ જવા અને સોશિયલ મીડિયા પર શાળામાં ગોળીબાર કરવાની ધમકીના આરોપમાં ધરપકડ કરી…









