- ઇન્ટરનેશનલ

ઓઈલ ટેન્કર વિવાદ હવે પરમાણુ ઉંબરે: રશિયાએ અમેરિકાને આપી ‘પરમાણુ હુમલા’ની ધમકી
મોસ્કો/વોશિંગ્ટન: ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકી સેના દ્વારા રશિયન ફ્લેગ ધરાવતા ઓઈલ ટેન્કર ‘મરીનેરા’ને જપ્ત કરવામાં આવતા રશિયા અને અમેરિકા વચ્ચે ગંભીર સૈન્ય સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. રશિયાના સંરક્ષણ સમિતિના વરિષ્ઠ સભ્ય અને સાંસદ એલેક્સી ઝુરાવલેવે આ ઘટનાને ‘ખુલ્લી ચાંચિયાગીરી’ ગણાવી…
- આપણું ગુજરાત

કચ્છ-સૌરાષ્ટ્રમાં હિમ જેવી ઠંડીઃ નલિયા 9 ડિગ્રી-રાજકોટ 10.1 ડિગ્રી, અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ગગડ્યું…
અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કચ્છનું નલિયા 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું…
- આપણું ગુજરાત

રાજપીપળામાં મંદિરના બંધ રૂમમાંથી મળી આવી ૪૦ થી વધુ વાઘની ખાલ અને ૧૩૩ નખ!
(અમારા પ્રતિનિધિ તરફથી)રાજપીપળાઃ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાંથી મોટી સંખ્યામાં વાઘના ચામડા અને નખ મળી આવતા વન વિભાગ સહિત સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેના સમારકામ…
- નેશનલ

સોમનાથ સ્વાભિમાન પર્વ: 1000 વર્ષ જૂના આક્રમણ સામે અતૂટ આસ્થાની જીત, PM મોદીએ શેર કરી સંભારણાની તસવીરો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર થયેલા ઐતિહાસિક હુમલાઓને યાદ કરતા ભારતની સાંસ્કૃતિક અખંડિતતા અને સંઘર્ષની ગાથાને નમન કર્યા છે. ગુરુવારથી શરૂ થઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ દ્વારા તેમણે જણાવ્યું કે,…
- અમરેલી

અમરેલીમાં નિર્માણધીન અંડરબ્રિજના ખાડામાં એક્ટિવા ખાબક્યું, યુવકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમરેલીઃ શહેરના લીલીયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજ ફરી એકવાર જોખમી સાબિત થયો હતો. જ્યાં એક એક્ટિવા સવાર યુવક બે મહિલાઓને બેસાડીને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક અંડરબ્રિજના કામકાજ માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા વિશાળ ખાડામાં એક્ટિવા સાથે…
- અમદાવાદ

વડાપ્રધાનની મુલાકાતને પગલે અમદાવાદ ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર; પોલીસ કમિશનરનું કડક જાહેરનામું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે હોય,. આ મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સમગ્ર શહેરને ‘નો ડ્રોન ફ્લાય…
- અમદાવાદ

ગાંધીનગરમાં ટાઈફોઈડના ‘વિસ્ફોટ’ મુદ્દે શક્તિસિંહ ગોહિલ આક્રમક: સરકાર સાચા આંકડા છુપાવતી હોવાનો આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ પાટનગર ગાંધીનગરમાં ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળા મુદ્દે પુર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર દ્વારા આપવામાં આવતા ટાઈફોઈડના આંકડા અને વાસ્તવિકતામાં મોટો…
- અમદાવાદ

રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર માલિયાસણ ટોલ પ્લાઝાનો વિરોધ: કોંગ્રેસે રજૂઆત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર માલિયાસણ ગામ નજીક બની રહેલા નવા ટોલ પ્લાઝાથી દૈનિક હજારો વાહન ચાલકોને આર્થિક બોજ પડવાની શક્યતા તેમજ ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થવાની ભીતિ હોય સૌરાષ્ટ્ર કોંગ્રેસે આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવે ઓથોરિટીના…









