- મનોરંજન

કાંતારાની ધમાલ વચ્ચે ‘ચણિયા ટોળી’નો ડંકો! ૬ દિવસમાં ₹૧૦.૭૩ કરોડ કમાઈને તોડ્યા રેકોર્ડ
અમદાવાદ: દિવાળીના સમય પર વેકેશનનો લાભ જો કોઈએ ખાટ્યો હોય તો કાંતારાએ, પણ તેની સાથે ગુજરાતી સીનેમાની અંદર ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’એ દિવાળી વેકેશન દરમિયાન બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને છ દિવસમાં સૌથી વધુ ₹૧૦.૭૩ કરોડની કમાણી…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેનો અમિત શાહ પર હુમલો: ભાજપ ‘એનાકોન્ડા’ જેવું, મુંબઈ ગળી જવાના પ્રયાસો સામે લડી લેવાની પ્રતિજ્ઞા
મુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા. વર્લીમાં પક્ષના કાર્યકરોની રેલી દરમિયાન ઠાકરેએ શાહની તુલના ભયાનક ‘એનાકોન્ડા’ અને આક્રમણકારી ‘અબ્દાલી’ સાથે કરી હતી. તેમણે ભાજપ પર…
- અમદાવાદ

ગુજરાતમાં કમોસમી વરસાદનો કેર: રાજુલા, મહુવા અને સૂત્રાપાડામાં ૭ ઇંચથી વધુ વરસાદ, જાણો આજે ક્યાં પડશે ભારે વરસાદ.
અમદાવાદ: હવામાન વિભાગે આજ માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, જૂનાગઢ અને બોટાદમાં પણ અલગ-અલગ…
- નેશનલ

આજે ત્રાટકશે ‘મોન્થા’ વાવાઝોડું : આંધ્રપ્રદેશ પર સૌથી મોટો ખતરો, 100 KM/Hની ઝડપની આગાહી.
હૈદરાબાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતીય તોફાન ‘મોન્થા’ આજે મંગળવારે સાંજ સુધીમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડું મછલીપટ્ટનમ અને કલિંગાપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીકથી પસાર થવાની સંભાવના છે. જ્યારે તે તટ પર ટકરાશે, ત્યારે તેની ગતિ ૯૦…
- અમદાવાદ

અરબી સમુદ્રના ‘ડિપ્રેશન’ની ઘાત: આજે પણ સૌરાષ્ટ્રના ૩ જિલ્લામાં અતિભારે વરસાદની આફત
અમદાવાદ: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ…
- સુરેન્દ્રનગર

બોટાદ બાદ હવે સુરેન્દ્રનગરમાં આપ યોજશે કિસાન મહાપંચાયત, કેજરીવાલ-ભગવંત માન ગજવશે સભા
સુરેન્દ્રનગર: તાજેતરમાં કળદા પ્રથાના વિરોધમાં શરૂ થયેલા ખેડૂત આંદોલન અને હડદડ ગામની ઘટના બાદ હવે આમ આદમી પાર્ટી ફરીથી ખેડૂતોના મુદ્દા પર અવાજ ઉઠાવવાની તૈયારી કરી છે. ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુદ્દાઓને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી (AAP)એ…
- રાજકોટ

નોમોફોબિયાનું થશે ચોક્કસ માપન! ગુજરાતની આ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કસોટીને મળ્યા કોપીરાઇટ્સ
રાજકોટ: આધુનિક યુગના વ્યાપક માનસિક સ્વાસ્થ્ય પડકાર એવા નોમોફોબિયા (નો-મોબાઇલ ફોન ફોબિયા)ના સચોટ માપન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંશોધકોની ટીમે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભવનના વિદ્યાર્થિની દેસાઈ ઉન્નતિ, બેડીયા નેહા અને અઘેરા હિતેશ્રીએ એક નવી અને પ્રમાણિત…
- અમરેલી

સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો: 80-90% મગફળીનો પાક નિષ્ફળ
અમરેલી: રાજ્યમાં દિવાળી બાદ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 137 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ, મહુવામાં 3.39 ઇંચ અને ગળતેશ્વર-વલ્લભીપુરમાં 3.15 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો…









