- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશઃ 251 મૃતકના DNA સેમ્પલ મેચ થયા, 245 મૃતદેહ સોંપાયા
અમદાવાદ: ૧૨ જૂનનાં રોજ અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં ૨૫૧ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૫ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે ૬ પરિવાર નજીકના સમયમાં સ્વજનોના મૃતદેહ સ્વીકારશે એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ…
- અમદાવાદ
બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ વરસાદ પડ્યોઃ બનાસ નદીમાં નવા નીરની આવક
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૨ જૂન સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા પર…
- ભાવનગર
વરસાદી માહોલ વચ્ચે આજે ભાવનગર જિલ્લાની 224 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન
ભાવનગર : જિલ્લામાં આજે રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે. શુક્રવાર સાંજથી ગ્રામ પંચાયતોમાં જાહેર પ્રચાર પડધમ શાંત થઇ ગયા છે. હવે સરપંચ-સભ્યોના ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરી મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લામાં સતત ત્રણ દિવસ…
- જૂનાગઢ
ગિરનારની ‘દૂધ ધારા પરિક્રમા’: 65 વર્ષથી અવિરત છે દુષ્કાળનો અંત લાવનાર આસ્થાનો પ્રવાહ
જૂનાગઢ: સૌરાષ્ટ્ર સંતો, શૂરા અને ભક્તિની ભૂમિ રહ્યું છે. સૌરાષ્ટ્રના ચેતનાનાં કેન્દ્ર સમાન ગિરનારની પાવન ભૂમિ પર દર વર્ષે જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દૂધ ધારા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમા લગભગ 65 વર્ષથી પણ વધુ સમયથી…
- અમરેલી
સરાહનીય પહેલ: રાજુલાના ધારાસભ્યએ પૂર પીડિત માલધારી પરિવારને પોતાના ખર્ચે 10 નવા ઘેટાં આપ્યા
અમરેલી: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમરેલી જિલ્લામાં જાનમાલને ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામમાં ચાર દિવસ પહેલા આવેલા ભારે વરસાદના કારણે સર્જાયેલા અચાનક પૂરથી એક…
- સુરેન્દ્રનગર
ચોમાસા પહેલા સુરેન્દ્રનગરમાં સાવચેતી: 6 ડેમ ઓવરફ્લો થતાં જળાશયોમાં પ્રવેશ અને સેલ્ફી પર પ્રતિબંધ
સુરેન્દ્રનગર: હાલ રાજ્યમાં વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જુદા જુદા સ્થળો જળાશયો, નદી કે સિંચાઈ યોજનામાં પ્રવેશ અંગે અધિક જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. ઓઝા દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર,…
- રાજકોટ
રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં માર મારવાના કેસમાં દસ વર્ષ બાદ ડીસીપી, પીઆઈ સહિત 10 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ
રાજકોટ: વર્ષ 2014ના હત્યા પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરાયેલા ચેતન ગોંડલીયાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં બેફામ માર મારવામાં આવ્યો હોવાના કેસમાં દસ વર્ષ બાદ મોટો વળાંક આવ્યો છે. કોર્ટે આ મામલે તત્કાલિન ડીસીપી ચૌધરી, પીઆઈ જાડેજા, પીએસઆઈ હડિયા…
- અમદાવાદ
‘અરવલ્લીમાં મેઘરાજા મહેરબાન’ 126 તાલુકામાં પડ્યો વરસાદ; ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ: રાજ્યમાં એક દિવસની વરાપ બાદ ફરીથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેરનો પ્રારંભ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર 21 જૂન સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે 15 તાલુકાઓમાં એક ઇંચથી…
- ભુજ
“કચ્છમાં દરિયામાં વહી જતા પાણીને રોકવા રબર ડેમ બનાવાશે” કુંવરજી બાવળિયાએ સિંચાઈ કામોની સમીક્ષા કરી
ભુજ: જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના પ્રધાન કુંવરજી બાવળીયાએ આજરોજ કચ્છના માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા તથા ભુજ તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઇ વિભાગ હસ્તક ચાલતા વિકાસકામોનું જાત નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી…