- રાજકોટ
લૂંટનું નાટક! રાજકોટ પોલીસે 37 લાખની લૂંટનો પર્દાફાશ કરી આંગડિયા કર્મચારીને દબોચ્યો
રાજકોટ: ત્રંબા નજીક કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ બંદૂક દેખાડી આંગડિયાના વેપારી પાસેથી 37 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાના બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી ઝોન 1 અને સ્થાનિક પોલીસ ટીમે નાકાબંધી…
- જૂનાગઢ
દેવાયત ખવડ કેસ: ગીર સોમનાથમાંથી ફોર્ચ્યુનર અને ક્રેટા કાર બિનવારસ મળી, પોલીસને મળ્યા મહત્વના પુરાવા…
વેરાવળ: ફરી એકવખત ચર્ચામાં આવેલા જાણીતા કલાકાર દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને ક્રેટા કાર પોલીસને રેઢી મળી આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળ આઈ મંદિર નજીક જંગલ વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલી બંને કાર પોલીસને બિનવારસ મળી આવી…
- ભુજ
કચ્છમાં ‘વોટચોરી’: મતદાર યાદીમાં બોગસ અને બેવડા નામ નોંધાયાનો કોંગ્રેસનો દાવો
ભુજ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક લાખથી વધુ બોગસ મતદારોના નામ-સરનામાનો ઉલ્લેખ કરીને ભારતમાં ચાલી રહેલા કથિત વોટ ચોરીના કૌભાંડ ઉજાગર કર્યું હતું અને આ મુદ્દે દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. ત્યારે આ દરમિયાન કચ્છ કોંગ્રેસે પણ જિલ્લામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ જાહેર: ૩૦ શ્રેષ્ઠ શિક્ષકના નામ જાહેર
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ ૩૦ શિક્ષકની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે…
- સુરત
સુરતમાં કુખ્યાત આરોપી હાર્દિકસિંહ જાડેજાનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો
સુરત: રાજકોટનાં કુખ્યાત આરોપી હાર્દિકસિંહ જાડેજાને જાહેરમાં ફેરવીને સુરતમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આરોપીએ સુરતના કાપડના વેપારી પાસેથી ૨૯ લાખની લુંટ ચલાવી હતી અને આ દરમિયાન તેણે વેપારીના ગળે ચપ્પુ મૂકીને ધમકી પણ આપી હતી. આરોપીએ વેપારી પાસેથી લૂંટનો મુદ્દામાલ…
- રાજકોટ
રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા ‘શૌર્યનું સિંદુર’નો રંગારંગ પ્રારંભ; સૌરાષ્ટ્રવાસીઓને પાંચ દિવસનો જલસો
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે યોજાતા સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતી દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજિત પાંચ દિવસના ‘શૌર્યનું સિંદુર’ લોકમેળાનો કેબીનેટ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાંધણ છઠ્ઠથી…
- આપણું ગુજરાત
મુંદરા પોર્ટ પર ડીઝલની દાણચોરીનો પર્દાફાશ: 14 કરોડનું 2,350 મેટ્રિક ટન ડીઝલ જપ્ત કર્યું
ભુજ: મુંબઈ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દુબઇથી મુંદરા અદાણી બંદરે હેવી એરોમેટિક ઓઈલના નામે આવેલા ૧૨૪થી વધારે કન્ટેનરોને અટકાવી, અંદર રહેલા પદાર્થના નમૂના લઈને વડોદરાની એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં ડિક્લેર કાર્ગો તરીકે ડીઝલ નીકળતાં ડી.…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-દૂધરેજ બ્રિજ બંધઃ ડાઇવર્ઝનને કારણે સ્થાનિકો પરેશાન, સરકારની ઉદાસીનતા પર રોષ
સુરેન્દ્રનગર: ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક પુલોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન નબળી સ્થિતિ જણાઈ આવેલા અનેક પુલો પર આંશિક રીતે મોટા વાહનોને પસાર થવા કે સમગ્ર વાહન વ્યવહાર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર શહેર અને…
- નેશનલ
પાકિસ્તાન આર્મી ચીફ મુનિરે જામનગરની રિલાયન્સની રીફાઈનરી ઉડાવી દેવાની આપી ધમકી
કરાચી/નવી દિલ્હી: પાકિસ્તાની સેનાના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી હતી. પરમાણુ હુમલાની ધમકી બાદ મુનીરે હવે ગુજરાતમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જામનગર રીફાઈનરીને નિશાન બનાવવાની વાત કરી હતી. મુનીરની પરમાણુ ધમકીને ગઈકાલે વખોડી કાઢી હતી અને તેને…