- નેશનલ

દિલ્હી પોલીસને મોટી સફળતા, કૅનેડામાં કપિલ શર્માના કૅફે પર ફાયરિંગ કરાવનાર ગૅંગસ્ટરની ધરપકડ
નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કોમેડિયન કપિલ શર્માના કૅનેડા સ્થિત ‘કૅપ્સ કૅફે’ પર ફાયરિંગ કરાવનાર માસ્ટર માઇન્ડની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. પકડાયેલા આ ગૅંગસ્ટરની ઓળખ બંધુ માન સિંહ સેખોં તરીકે થઈ છે. તે ગોલ્ડી ઢિલ્લોન ગૅંગનો ભારત-કૅનેડા આધારિત હેન્ડલર…
- ગાંધીનગર

વિકસિત ગુજરાત ફંડની દરખાસ્તો માટે ગુજરાત સરકારે નક્કી કરી સમયમર્યાદા
ગાંધીનગર: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ (UDD) એ ‘વિકસિત ગુજરાત ફંડ’ હેઠળ વિગતવાર માળખાકીય દરખાસ્તો (Infrastructure Proposals) રજૂ કરવા માટે બહુવિધ મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને ‘અત્યંત તાકીદનો’ નિર્દેશ આપ્યો છે. ઉચ્ચ સત્તાધિકારીઓની સૂચના મુજબ આ પ્રોજેક્ટ્સની…
- નેશનલ

ટોક્યો નહીં, પણ આ છે દુનિયાનું સૌથી મોટું શહેર! UN રિપોર્ટમાં મોટો ફેરફાર; દિલ્હી કયા સ્થાને?
જકાર્તા: સંયુક્ત રાષ્ટ્ર (UN)ની તાજેતરની રિપોર્ટ ‘વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025’ એ વૈશ્વિક શહેરીકરણની એક નવી તસવીર રજૂ કરી છે, જેમાં ઇમારતોના સમૂહમાંથી માનવ સભ્યતાનું ધબકાર બની ચૂકેલાં શહેરોના બદલાતા સમીકરણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. દાયકાઓથી જાપાનની રાજધાની ટોક્યો પાસે…
- નેશનલ

દક્ષિણમાં ‘દિત્વા’નું સંકટ: તમિલનાડુ, આંધ્રમાં આજે અને કાલે અતિભારે વરસાદનું એલર્ટ!
નવી દિલ્હી: હવામાન વિભાગે સાયક્લોન ‘દિત્વા’ ના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતના ઘણા રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને રાયલસીમા વિસ્તારોમાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બરની વચ્ચે વ્યાપક અને અત્યંત ભારે વરસાદ…
- અમદાવાદ

ગુજરાતમાં ગાયબ થઈ ઠંડી! સુરતમાં 34.4 ડિગ્રી સાથે રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો!
અમદાવાદ: ગુજરાતમાં નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં તાપમાનનો પારો ઘટવાને બદલે વધી રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં લઘુત્ત તાપમાનનો પારો સ્થિર રહ્યો છે એટલે કે ઠંડીમાં વધારો જોવા મળ્યો નથી. જ્યારે મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે. જેના કારણે વહેલી સવારના અને…
- આપણું ગુજરાત

સત્તાધારી પાર્ટીને ઇશારે નાચનારાઓના પટ્ટા ગુજરાતની પ્રજા ઉતારી નાખશે: પરેશ ધાનાણી
રાજકોટ: ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્યત્વે ગુજરાતમાં વકરી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું હોવા છતાં, હજુ સુધી…
- જૂનાગઢ

જુઓ તસવીરો: 13 રાજ્યોના NCC કેડેટ્સને મળી ‘રોક ક્લાઇમ્બિંગ’ ટ્રેનિંગ!
જૂનાગઢ: રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના કમિશનરના ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા NCC ભાઈઓ માટે 10 દિવસીય ખડક ચઢાણ બેઝિક કોર્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા પ્રાયોજિત આ…
- છોટા ઉદેપુર

છોટાઉદેપુરમાં માતાએ ૮ માસની દીકરીને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કરી લીધો
સંખેડા: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં એક મહિલાએ પોતાની આઠ માસની માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ બનાવ બુધવારના રોજ સવારે…
- અમદાવાદ

સંસ્કૃત ભાષાને વ્યાપક બનાવવા ગીતા જયંતિએ 34 જિલ્લાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન
અમદાવાદ: ગુજરાતમાં પ્રાચીન ભાષા સંસ્કૃતના વ્યાપક પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પહેલ ‘યોજના પંચકમ’ની શરૂઆત કરવામાં આવી છે.આ યોજના પંચકમ અંતર્ગત, આગામી 1 ડિસેમ્બર, 2025 ના રોજ ગીતા જયંતિના દિવસે રાજ્યની જિલ્લા કક્ષાએ 34…









