- નેશનલ

બિહાર મહાગઠબંધનમાં ભડકો: 14 બેઠકો પર મિત્ર પક્ષો સામસામે! મડાગાંઠ ઉકેલવા અશોક ગેહલોત પટણા પહોંચ્યા…
પટણા: બિહારમાં સત્તાધારી NDA શાસન વિરુદ્ધ આક્રમક પ્રચારથી મહાગઠબંધને જે ગતિ પ્રાપ્ત કરી હતી, તે છેલ્લા બે અઠવાડિયામાં સીટ-વહેંચણી પર થયેલા ઝઘડાઓને કારણે જોખમમાં મુકાઈ ગઈ છે. ગઠબંધનના ટોચના નેતાઓ ગેરસમજણો દૂર કરવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે,…
- આપણું ગુજરાત

અમિત શાહને બર્થ-ડે વિશ કરવા નેતાઓની લાઈન લાગી, ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીની પણ હાજરી…
અમદાવાદ: વિક્રમ સંવત 2082ના મંગલ પ્રારંભે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે. આજે, નૂતન વર્ષની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનો જન્મદિવસ પણ છે, જેને પગલે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અમિત શાહને શુભેચ્છાઓમુખ્યપ્રધાન…
- જૂનાગઢ

જૂનાગઢમાં 24 કલાકમાં હત્યા બાદ ફરી હિંસક હુમલો: લોકસાહિત્યકાર રાજભા ગઢવીના સગા પર આક્ષેપ, યુવકને ધોકા-પાઈપથી માર્યો
જૂનાગઢ: જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગઈકાલે મોડી રાત્રે ફટાકડા ફોડવાની નજીવી બાબતે નિવૃત્ત PSIના પુત્ર સહિત પાંચ લોકોએ એક યુવકની હત્યા કરી હતી. આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં આજે…
- આપણું ગુજરાત

PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા નૂતન વર્ષાભિનંદન: ગુજરાતની પ્રગતિ અને ‘સ્વદેશી અભિયાન’ પર મૂક્યો ભાર…
અમદાવાદ: ગુજરાતીઓના નુતન વર્ષની સમગ્ર ગુજરાત સહિત દેશના અનેક ખૂણે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિક્રમ સંવત ૨૦૮૨ના શુભારંભ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકો અને વિશ્વભરમાં વસતા…
- અમદાવાદ

ચોમાસાની વિદાય છતાં ગુજરાતમાં ફરીથી વરસાદ? જાણો અંબાલાલ પટેલની માવઠાની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં સત્તાવાર રીતે ભલે ચોમાસાએ વિદાય લઈ લીધી હોય પરંતુ વરસાદ ગુજરાતનો સાથ હજુ છોડે તેવું લાગી રહ્યું નથી. દિવાળી બાદ ફરીથી વરસાદ ગુજરાતમાં દેખા દઈ શકે છે અને આવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. મળતી…
- સુરત

મહારાષ્ટ્રમાં ફરજ પરથી બરતરફ થયેલા PSI એ ગુજરાતમાં કરી લૂંટ, હવે પોલીસે કરી ધરપકડ…
સુરત/લાતૂર: મહારાષ્ટ્રમાં ફરજ પરથી બરતરફ કરાયા બાદ ગુજરાતમાં લૂંટ ચલાવનાર મહારાષ્ટ્રના એક પોલીસ કર્મચારીની સુરત પોલીસે ધરપકડ કરી હતી. સુરતમાં નોંધાયેલા એક લૂંટના કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસના બરતરફ (Dismissed) સબ-ઇન્સ્પેક્ટર (PSI) રણજીત કાસલેની મહારાષ્ટ્રના લાતૂરમાંથી ધરપકડ કરી હતી. પાલ પોલીસ…
- આપણું ગુજરાત

ગુજરાતભરમાં નૂતન વર્ષની ઉલ્લાસભેર ઉજવણી: રાજભવન ખાતે ‘નૂતન વર્ષ મિલન સમારોહ’નું આયોજન…
ગાંધીનગર: આજે વિક્રમ સંવત ૨૦૮૨નો પ્રથમ દિવસ એટલે કે સમગ્ર ગુજરાત માટે નૂતન વર્ષ છે. રાજ્યભરમાં નૂતન વર્ષનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરો, દેવાલયો અને દેરાસરોમાં દેવ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. નૂતન વર્ષના…
- અમદાવાદ

અમદાવાદમાં પત્નીએ ઊંઘતા પતિ પર એસિડ ફેંક્યું, ગુપ્તાંગ સહિતના ભાગમાં ગંભીર ઈજા
અમદાવાદ: શહેરમાં પત્ની દ્વારા પતિ પર એસિડ એટેકનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી ખોટા વહેમ રાખી ઝઘડો કરતી પત્નીએ પતિ (સવારે ઊંઘમાં સૂતેલા ફૂડ ડિલિવરી બોય) પર પહેલા ઉકળતું પાણી અને ત્યાર બાદ એસિડ ફેંકી ગંભીર રીતે…
- ભાવનગર

ભાવનગરમાં ડોક્ટરના ઘરમાં ભીષણ આગ: AC ફાટતા મહેમાનો સહિત 9 લોકો ગૂંગળાયા
ભાવનગર: શહેરમાં આજે વહેલી સવારે જાણીતા તબીબના નિવાસસ્થાને શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ આગના કારણે ઘરમાં રહેલું એસી ફાટ્યું હતું, જેના પરિણામે ડોક્ટરનો પરિવાર આગ અને ધુમાડાની ઝપેટમાં આવી ગયો હતો. મળતી વિગતો…









