- ઇન્ટરનેશનલ
અફઘાન વિદેશ પ્રધાનના ભારત પ્રવાસ વચ્ચે કાબુલમાં બોમ્બ ધડાકા, ‘પાક. એરસ્ટ્રાઈકની’ આશંકાથી તણાવ વધ્યો
કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ગુરુવારે મોડી રાત્રે એક પછી એક થયેલા તીવ્ર ધમાકાઓથી હચમચી ઉઠ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકી સંબંધો મજબૂત કરવાના હેતુથી ભારતના ઐતિહાસિક પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે.…
- અમદાવાદ
ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદનો ‘છેલ્લો શો’, આવતીકાલથી વાતાવરણ સૂકું!
અમદાવાદ: દિવાળી પહેલા ચોમાસાએ રાજ્યમાંથી હવે વિધિવત રીતે વિદાય માટેની તૈયારીઓ કરી લીધી છે, અને હાલમાં સવારમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નૈઋત્ય ચોમાસાની વિદાયની રેખા વેરાવળ, ભરૂચ સહિત દેશના વિવિધ ભાગોમાંથી પસાર થઈ રહી છે, જે ગુજરાતમાંથી ચોમાસાની…
- સુરત
સુરતમાં ડબલ મર્ડરઃ લગ્ન કરવાની જીદમાં ત્રણ બાળકના પિતાએ સાળા-સાળીની હત્યા કરી નાખતા ચકચાર
સુરત: સ્માર્ટ સિટી સુરતમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં બનેવીએ જ સાળા, સાળી અને સાસુ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સાળા અને સાળીનું મોત નીપજ્યું હતું, જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે…
- ભુજ
પ્રેમમાં પાગલ પાકિસ્તાની પ્રેમી પંખીડા ૪૦ કિમી ગોઠણડૂબ પાણી પાર કરીને કચ્છ પહોંચ્યા! સુરક્ષા એજન્સીઓ હરકતમાં.
ભુજ: ગુજરાતના પશ્ચિમ કાંઠે આવેલા કચ્છ જિલ્લામાં પાકિસ્તાન સરહદથી ચરસ, ગાંજો, ટેન્કર જેવી વસ્તુઓ મળી આવ્યા બાદ હવે એક નોખો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનના ઇસ્લામકોટના પ્રેમી પંખીડાઓ ભારત અને પાકિસ્તાનની વેરાન અને હાલ તો જાણે દરિયાના સ્વરૂપમાં…
- સુરત
નવા દાગીના બનાવવાની લાલચ આપી ૪૦થી વધુ ગ્રાહકોને અંદાજે ₹૨ કરોડનો ચૂનો લગાડનાર આરોપીની ધરપકડ
સુરત: શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાગીના બનાવનાર એક વ્યક્તિએ બે ફરિયાદી સહિત ૪૦થી વધુ લોકો પાસેથી જુનું સોનું લઈ નવા દાગીના બનાવી આપવાના બહાને અંદાજે ₹૨ કરોડની મત્તાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે…
- મહેસાણા
મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ: ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવના હસ્તે ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ખુલ્લો મુકાયો!
મહેસાણા: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાણા…
- રાજકોટ
રાજકોટમાં ‘હું પોલીસ છું’ કહીને રેસકોર્સ પાસે ₹૩૨ લાખની લૂંટ, વેપારીને એક કલાક સુધી ગોંધી રાખી માર માર્યો
રાજકોટ: શહેરના પોશ વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા રેસકોર્સ ગ્રાઉન્ડના લવ ગાર્ડન પાસે બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચાર અજાણ્યા શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી એક વેપારી પાસેથી રૂ. ૩૨ લાખ રોકડા ભરેલો…
- ગાંધીનગર
પાટનગરમાં દિવાળી પહેલા દિવાળી: વિધાનસભા, સચિવાલય અને મહાત્મા મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળ્યાં, જુઓ અદ્દભૂત નજારો!
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની ૨૪ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો…
- ગીર સોમનાથ
ગીર સોમનાથમાં મહિલાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બે આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાનું અપહરણ કરી તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવાના સનસનાટીપૂર્ણ બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં બે મુખ્ય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ…