- અમરેલી
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ: 24 લોકોનું રેસ્ક્યુ, 6 મુસાફરોને બચાવવા IAF હેલિકોપ્ટરની મદદ લેવાઈ…
અમરેલી: ગઇકાલે સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા તાલુકામાં પાણી ભરાવાના કારણે અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. જિલ્લા કલેકટર અજય દહિયા અને…
- ભાવનગર
ભારે વરસાદથી ભાવનગર જિલ્લામાં જનજીવન પ્રભાવિત; 14 રસ્તાઓ બંધ…
ભાવનગર: હાલ રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. આજે સવારના ૬ થી ૮ વાગ્યાના ટૂંકા ગાળામાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ગઇકાલથી પડી રહેલા વરસાદમાં ભાવનગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભાવનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘ મહેર: ૨ કલાકમાં 72 તાલુકામાં વરસાદ, બોટાદમાં ઇકો કાર તણાતા 6 લાપતા…
અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. આજે સવારના ૬ થી ૮ વાગ્યાના ટૂંકા ગાળામાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજકોટમાં બે કલાકમાં જ ૧.૬૫ ઇંચ વરસાદ પડ્યો…
- ભચાઉ
હૃદય કંપાવનારી ઘટના: ભચાઉ નજીક ઉકરડામાંથી નવજાત શિશુ મળી આવ્યું; સ્થાનિકોએ બચાવ્યું…
ભુજ: મમતા અને માતૃત્વની પવિત્રને દર્શાવતી માં તે માં, બીજા બધા વગડાના વા” કહેવત આજના કળયુગમાં ક્યારેક ખોટી સાબિત થતી હોય તેવી કાળજું કંપાવી દેનારી ઘટના ભચાઉના લાકડીયા ગામ નજીકની રામદેવપીર વાંઢ ખાતેથી બહાર આવવા પામી છે જેમાં ૪૦ ડિગ્રીના…
- અમદાવાદ
હર્ષ સંઘવીએ બિરદાવી અમદાવાદ પોલીસની સેવા: પ્લેન ક્રેશમાં મૃતકના પરિવારને પરત કર્યા 4.5 લાખના દાગીના…
અમદાવાદ: અમદાવાદમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં 241 મુસાફરોના જીવ ગયા હતા. આ દુર્ઘટનાની રાહત કામગીરી દરમિયાન તંત્રને અનેક વસ્તુઓ મળી આવી હતી, જેમાં સોનાના દાગીનાનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેર પોલીસે મૃતકોના પરિવારજનોને તેમની વ્યક્તિઓની વસ્તુઓ પરત…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ: ૨૨૦ તાલુકાઓમાં ધોધમાર વરસાદ, અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ…
અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટના ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: 83 મૃતદેહો સુપરત, 125 DNA મેચ થયા; સરકારી તંત્ર ખડેપગે…
અમદાવાદ: 12 મી જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મૃતદેહોને તેમના સ્વજનોને સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સોમવાર મોડી સાંજ સુધીમાં કુલ 125 DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 83 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં…
- રાજકોટ
પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન, રાજકોટ હિબકે ચડ્યું
રાજકોટ: બારમી જૂનના અમદાવાદમાં સર્જાયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહને આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમવિધિ પાર પાડવામાં આવી. અહીં સ્મશાનમાં હજારો લોકોની જનમેદની સાથે તેમના પરિજનો, નેતાઓ…
- આપણું ગુજરાત
163 તાલુકામાં મેઘો મહેરબાન: ભાવનગરમાં 10 ઇંચથી વધુ વરસાદ; આવતીકાલે જુનાગઢ-ગીર સોમનાથમાં રેડ એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ પહેલા જ વરસાદમાં સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. આજે રાતે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 163 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આજે સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે. ભાવનગરના…
- ભુજ
કચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન
ભુજ: અષાઢ મહિનો શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સમગ્ર રાજ્યમાં આજે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે, ત્યારે રાજ્યની સાથે-સાથે કચ્છમાં આજે સતત બીજા દિવસે ધીંગી મેઘસવારી આવી પહોંચી હતી. લાંબા સમયથી…